પશ્ચિમ રેલવે પોલીસ વિભાગના સબ ઇન્સ્પેક્ટર નિષ્ઠાપૂર્વકની કામગીરીથી એક પ્રવાસીને સુખદ અનુભવ થયો છે. અમદાવાદ રેલવે પોલીસના સબ ઇન્સ્પેક્ટર ચેતન કુમારને પ્રવાસી માટેના વેઇટિંગ હોલમાંથી હોલમાં બે લાવારિસ બેગ મળી આવી હતી. જેમાં સોનાના દાગીના સાથેના કુલ 4 લાખથી વધુની રકમનો મુદ્દામાલ પ્રવાસીને પરત કર્યો.
રેલવે પોલીસના સબ ઇન્સ્પેક્ટર ચેતનકુમાર જ્યારે ફરજ પર હતા તે દરમિયાન યાત્રિકોના વેઇટિંગ હોલ બે લાવારિસ બેગ મળી આવી હતી. આ બેગની તપાસ કરતા તેમાંથી કેટલાક કિંમતી દાગીના અને ચીજવસ્તુઓ મળી આવી હતી. સાથે સાથે બેગમાં મોબાઈલ નંબર પણ યોગાનુયોગ મળી આવ્યો હતો. બેગના માલિક રેલવે પોલીસ રેલવે પ્રશાસનનો સંપર્ક કરે, તે પહેલા જ રેલવે પોલીસે આ મોબાઈલ નંબર પર ફોન કર્યો. જેમાં સામે આવ્યું કે આ બેગ ભાવનગરના જેમિશ મનહરભાઈ ગાલીયાની છે. પોલીસે તેમની પાસે આ બેગ તેમની છે કે કેમ ? તે અંગે ખરાઈ કરી. જે બાદ માલિકને બેગનો કબ્જો સોંપવામાં આવ્યો છે.
પ્રવાસી જેમિશ ભોપાલથી અમદાવાદ સુધી પોતાના પરિવાર સાથે પ્રવાસ કર્યો હતો. જે દરમિયાન તેની પાસે કુલ 25થી 30 બેગ હતી. અમદાવાદ રેલ્વે સ્ટેશનથી નીકળતી વખતે ઉપરોક્ત બંને બેગ 1 નંબરના પ્લેટફોર્મ પાસે વેઇટિંગ હોલમાં ભૂલી ગયા હતા. આ બેગમાં તપાસ કરતા તેમાં પહેરવાના કપડાં, 1 ટાઇટન ઘડિયાળ, 3 નંગ સોનાની ચેઇન, 2 નંગ ગળાનો હાર, 2 જોડી કાનના ટોપ્સ, 1 નંગ પગની પાયલ, 1 નંગ કટાર મળી આવી હતી. કુલ કિંમત અંદાજે રૂ 4,65,000 આંકવામાં આવી રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.