​​​​​​​મુસાફરોને મોટી રાહત:અમદાવાદ રેલવે વિભાગે પ્લેટફોર્મ ટિકિટના દર ઘટાડી રૂ.10 કર્યા, કોરોનામાં ભીડ પર નિયંત્રણ રાખવા ટિકિટ રકમ રૂ.30થી 50 કરી હતી

અમદાવાદ4 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અમદાવાદ મંડળ દ્વારા પ્લેટફોર્મ ટિકિટના દરોમાં ઘટાડો કરીને રેલવે મુસાફરોને મોટી રાહત

અમદાવાદ રેલવે વિભાગ દ્વારા રેલવે સ્ટેશન પર આવતા પ્રવાસીઓ માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. હવેથી યાત્રિકો સાથે આવતા અન્ય લોકોની પ્લેટફોર્મ ટિકિટના ભાવ 30 રૂપિયા થી ઘટાડીમેં 10 રૂપિયા કરી દેવામાં આવ્યો છે. આમ અમદાવાદ મંડળ દ્વારા પ્લેટફોર્મ ટિકિટના દરોમાં ઘટાડો કરીને રેલવે મુસાફરોને મોટી રાહત આપવામાં આવી છે.

કોરોનાના સમયગાળા દરમિયાન રેલવે સ્ટેશનો પર મુસાફરોના બિનજરૂરી ધસારાને નિયંત્રણમાં લેવાને કારણે અમદાવાદ, ગાંધીધામ, પાલનપુર, ભુજ, મહેસાણા, વિરમગામ, મણિનગર, સામખિયાળી, પાટણ, ઊંઝા, સિદ્ધપુર, સાબરમતી (રાણીપ) અને સાબરમતી બી.જી. (ધરમનગર) રેલવે સ્ટેશનો પર પ્લેટફોર્મ ટિકિટના દરમાં રૂ.30નો વધારો કરવામાં આવ્યો હતો. જેને આજથી ફરી 10 રૂપિયા કરી દેવામાં આવ્યો છે. જેથી અમદાવાદ મંડળના તમામ નાના-મોટા સ્ટેશનો પર પ્લેટફોર્મ ટિકિટ 10 રૂપિયા કરવામાં આવ્યો છે.

વર્ષ 2020ના માર્ચ મહિનામાં કોરોનાનું સંક્રમણ ઘટતા રેલવે વિભાગે તકેદારીના ભાગરૂપે અલગ-અલગ પગલા લીધા હતા. જેના ભાગરૂપે અમદાવાદ વિભાગના નાના સ્ટેશનો પર 30 રૂપિયા જ્યારે અમદાવાદ રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ ટિકિટ 50 રૂપિયા નક્કી કરવામાં આવી હતી. કારણ કે અમદાવાદ રેલવે સ્ટેશન પર પ્રવાસીઓની વ્યસ્તતા વધારે જોવા મળતી હોય છે, જેમની સાથે આવતા અન્ય લોકો પર નિયંત્રણ રાખી શકાય તે માટે અમદાવાદ રેલવે સ્ટેશન પર વધારે રકમ રાખવામાં આવી હતી. રેલવે વ્યવહાર ફરીથી શરૂ કરવામાં આવ્યો ત્યારે આ રકમ યથાવત રાખવામાં આવી હતી. પરંતુ હવે ધીમે ધીમે કોરોના સંક્રમણ ઘટી રહ્યો છે ત્યારે સામાન્ય જનતાના હિતમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.

રેલવે સ્ટેશન પર યાત્રિકો છોડવા આવતા અથવા તો રેલવે સ્ટેશન પર સગા સંબંધીઓ, પરિજનોને લેવા આવતા લોકોને રેલવે સ્ટેશનમાં પ્રવેશ માટે પ્લેટફોર્મ ટિકિટ આપવામાં આવે છે. જેના થકી રેલવે વિભાગને મોટી આવક પણ થતી હોય છે. અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશનની વાત કરવામાં આવે તો દૈનિક 50 હજારથી વધુ લોકોની મુવમેન્ટ જોવા મળતી હોય છે

અન્ય સમાચારો પણ છે...