તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજુઆત:અમદાવાદની પ્રિ સ્કૂલના માલિકે પ્રિ સ્કૂલ શરૂ કરવા માટે ક્યાં અને કોને રજુઆત કરવી એ મુદ્દે મુખ્યમંત્રીને પત્ર લખ્યો

અમદાવાદ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • 18 મહિનાથી બંધ પ્રિ સ્કૂલ ક્યારે શરુ કરવી અને શરૂ કરવા કોની પાસે રજુઆત કરવી તેવી મુખ્યમંત્રીને રજુઆત કરી.

કોરોનાની મહામારી શરૂ થયા બાદ સ્કૂલો અને કોલેજોમાં ઓનલાઈન શિક્ષણ શરૂ કરવામાં આવ્યું હતું. કોરોનાની પ્રથમ લહેર ઓછી થયા બાદ જાન્યુઆરીમાં સ્કૂલો શરૂ કરાઈ હતી. પરંતુ માર્ચ મહિનાથી બીજી લહેરની શરૂઆત થયા બાદ ફરીવાર સ્કૂલો બંધ કરી દેવામાં આવી અને ઓનલાઈન શિક્ષણ શરૂ કરવામાં આવ્યું હતું. હવે કોરોનાની બીજી લહેર ઓસરી ગઈ છે. કેસમાં પણ મોટો ઘટાડો નોંધાયો છે. ત્યારે સ્કૂલોમાં ફરિવાર ઓફલાઈન શિક્ષણ શરૂ કરવામાં આવ્યું છે. ધોરણ 6થી12ની સ્કૂલોમાં વિદ્યાર્થીઓ હવે ઓફલાઈન શિક્ષણ મેળવી રહ્યાં છે. ત્યારે અમદાવાદની પ્રિ સ્કૂલના માલિકે મુખ્યમંત્રી રૂપાણીને પત્ર લખીને રજુઆત કરી છે કે પ્રિ સ્કૂલ શરૂ કરવા ક્યાં અને કોને રજુઆત કરવી પડશે.

પ્રિ સ્કૂલ શરૂ કરવા કોની પાસે રજુઆત કરવી?
અમદાવાદમાં પ્રિ સ્કૂલના માલિક મનન ચોકસીએ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પ્રિ સ્કૂલ શરૂ કરવા અને પ્રિ સ્કૂલના માળખાં માટે પત્ર લખ્યો છે. અમદાવાદમાં અનેક પ્રિ સ્કૂલ છે જે માર્ચ -2020 થી બંધ છે.હવે તમામ એકમો ખુલતા વાલીઓએ પણ ઓફિસ જવાનું શરૂ કર્યું છે. વાલીઓને નાના બાળકની ચિંતા સતાવી રહી છે અને બીજી તરફ પ્રિ સ્કૂલ બંધ છે. ત્યારે પ્રિ સ્કૂલ શરૂ કરવા કરવા શિક્ષણ વિભાગ પાસે જવું કે પછી અન્ય કોઈ વિભાગ પાસે જવું તે અંગે જાણકારી આપવામાં આવે અને અત્યારે બંધ પડેલ પ્રિ સ્કૂલ હવે શરૂ કરવામાં આવે જેમાંથી નોકરી ધંધે જતાં વાલીઓને અને સંચાલકોને રાહત મળી શકે.

પ્રિ સ્કૂલ શરૂ કરવા હજુ કોઈ સ્પષ્ટતા થઈ નથી
આ અંગે સેટેલાઈટ સ્કૂલ ફોર ચિલ્ડ્ર્ન નામની પ્રિ સ્કૂલના માલિક મનન ચોકસીએ જણાવ્યું હતું કે પ્રિ સ્કૂલની ઓથોરિટી કોની પાસે હશે જે પ્રિ સ્કૂલ શરૂ કરવા અંગે નિર્ણય લેશે. તે અંગે સ્પષ્ટતા કરવા મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. કોરોના કાળમાં અનેક પ્રિ સ્કૂલ બંધ થઈ ગઈ છે. પ્રિ સ્કૂલ શરૂ કરવા હજુ કોઈ સ્પષ્ટતા થઈ નથી. જેથી સંચાલકો મુઝવણમાં છે કે અમારે ઓનલાઇન ભણાવવું કે ક્લાસ શરૂ કરવા. લોકડાઉન પણ ખુલી ગયું છે અને વાલીઓને પણ હવે કામ ધંધે જવું છે. ત્યારે પ્રિ સ્કૂલ બંધ હોવાથી પ્રશ્ન છે. જેથી પ્રિ સ્કૂલ શરૂ કરવામાં આવે તો વાલીઓને પણ રાહત મળી શકે.

અન્ય સમાચારો પણ છે...