તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

અનલોક 1:કોરાનાને નાથવામાં અમદાવાદ ‘પૉઝિટિવ’, રાજ્યના કુલ કેસમાં શહેરનો હિસ્સો 91 ટકાથી ઘટીને 58 ટકા થયો

અમદાવાદ3 મહિનો પહેલાલેખક: ચિંતન આચાર્ય 
  • કૉપી લિંક
અમદાવાદ શહેરનો એરિય વ્યૂ- ફાઇલ તસવીર.

અમદાવાદમાં હાલ કોરોના પોઝિટીવ દર્દીઓની સંખ્યાને લોકોમાં ભય વ્યાપ્યો છે પણ અમદાવાદમાં કેસોનું પ્રમાણ વૈજ્ઞાનિક રીતે જોઇએ તો ઘટી રહ્યું છે. એક સમયે એપ્રિલના છેલ્લા અઠવાડિયે રાજ્યમાં એક સપ્તાહમાં કુલ નોંધાતા કેસની સામે અમદાવાદમાં નોંધાયેલા કેસનું પ્રમાણ 91 ટકા હતું તે જૂનના પ્રથમ સપ્તાહમાં ઘટીને 58 ટકા થઇ ગયું છે. એટલું જ નહીં, શહેરના મધ્ય અને દક્ષિણ ઝોનમાં પણ સાપ્તાહિક રીતે નોંધાતા કુલ કેસમાં ખૂબ મોટો ઘટાડો નોંધાયો છે, અને તે ઘટાડો અડધાંથી લઇને કેસની સંખ્યા ત્રીજા ભાગની થઇ જવા બરાબર છે. આ સાથે મૃત્યનું પ્રમાણ પણ ઘણું ઘટ્યું છે.

અમદાવાદમાં નવો અભિગમ અપનાવ્યો
હાલ અમદાવાદ શહેરમાં કોરોના પર અંકુશ મેળવવા માટેની કામગીરી અધિક મુખ્ય સચિવ ડો, રાજીવ કુમાર ગુપ્તા  પ્રભારી અધિકારી તરીકે સંભાળી રહ્યા છે. અમદાવાદમાં તેમણે નવો અભિગમ અપનાવ્યો છે. જેમાં દર્દીઓ માટે નવી હોસ્પિટલો અને પથારીની સગવડો, લક્ષણ ધરાવતાં દર્દીઓની ઓળખ કરી તાત્કાલિક સારવાર કરાવવી, ખાનગી દવાખાના શરુ કરાવવા, સરકારી હોસ્પિટલોમાં ઓપીડી શરુ કરાવવી, ધન્વંતરી રથ દ્વારા કન્ટેઇનમેન્ટ ઝોનમાં અને અન્ય વિસ્તારોમાં પણ દર્દીઓના પરિવારજનો અને અન્ય રહેવાસીઓ તથા તમામ લોકોને દવાઓ, ઉકાળા ઉપરાંત અન્ય સામગ્રીનું વિતરણ કરવું, લોકોના આરોગ્યનું સર્વેક્ષણ કરવું તથા ચોવીસે કલાક 40 જેટલી એમ્બ્યુલન્સ દ્વારા કોરોના સંબંધિત દર્દીઓની સારવાર માટેનું આયોજન કરી લેવાયું છે.

શહેરમાં વધુ 3,200 બેડ ઉપલબ્ધ બનશે 
શહેરની વિવિધ 24 હોટલો અને અન્ય સ્થળો પર 1200 જેટલાં બેડની ફેસિલિટી ઊભી કરાઇ છે. આ ઉપરાંત 104 એવાં સેન્ટરોની ઓળખ કરાઇ છે જ્યાં 3,200 જેટલાં નવા બેડ ઉપલબ્ધ બનશે. આમ કેસ જો વધુ નોંધાશે તો પણ પહોંચી વળાશે.

અમદાવાદમાં 42 ખાનગી હૉસ્પિટલમાં 1800 બેડ વધ્યા, વધુ બેડ ઉમેરાશે 
ડો. રાજીવ કુમાર ગુપ્તા કહે છે કે હાલ અમદાવાદ શહેરમાં પૂરતા પ્રમાણમાં હોસ્પિટલ ઉપલબ્ધ છે તેથી કોરોના સંક્રમણને કારણે દર્દીઓને સારવાર નહીં મળે તેવું નથી. દર્દીઓના પ્રમાણમાં અમારી પાસે અનેક ગણાં બેડ ઉપલબ્ધ છે. જેમાં 42 ખાનગી હોસ્પિટલોના 1800 જેટલાં નવા બેડ ઉમેરાયાં છે અને હજુ પણ બીજા પાંચસો બેડ ઉમેરાઇ જશે. આ ઉપરાંત બીજા દર્દીઓની સારવાર માટે પણ શહેરમાં બધી જ ડિસ્પેન્સરી, હોસ્પિટલો શરુ થઇ હોવાથી હવે અમદાવાદની સ્થિતિ ખૂબ સુધારા પર છે.

કન્ટેઇનમેન્ટ ઝોનમાં નવા કેસ, મૃત્યુની સંખ્યામાં ઘટાડો
જૂનના વર્તમાન સપ્તાહમાં (1 જૂનથી – 7 જૂન)

  • રાજ્યમાં નવા કુલ કેસ 3,303
  • અમદાવાદમાં નવા કેસ 1,941
  • રાજ્યના કેસોમાં અમદાવાદનું પ્રમાણ 58 ટકા
  • અમદાવાદમાં રીકવરી 2,900

મેના દ્વિતીય સપ્તાહમાં (11 મે થી 17 મે)

  • રાજ્યમાં નવા કુલ કેસ 2,838
  • અમદાવાદમાં નવા કેસ 2,580
  • અમદાવાદનું પ્રમાણ ટકાવારીમાં 91
  • અમદાવાદમાં રીકવરી 927
0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- લાભદાયક સમય છે. કોઇપણ કાર્ય તથા મહેનતનું સંપૂર્ણ ફળ મળશે. ફોન કોલ દ્વારા કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળવાની સંભાવના છે. માર્કેટિંગ અને મીડિયાને લગતાં કાર્યો ઉપર ધ્યાન આપો. નેગેટિવઃ- કોઇપણ પ્રક...

વધુ વાંચો