હાઈકોર્ટની લાલ આંખ છતાં ચાઈનીઝ દોરીનું ધૂમ વેચાણ:અમદાવાદ પોલીસે અમરાઈવાડીમાંથી 69 અને સરદારનગરમાંથી 29 નંગ રિલ્સ કબજે કરી

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પોલીસ સાથે આરોપી - Divya Bhaskar
પોલીસ સાથે આરોપી

હવે પતંગોત્સવ આડે માત્ર 9 દિવસ જ બાકી છે. ત્યારે રાજ્યમાં પ્રતિબંધિત એવી ચાઇનીઝ દોરીનું વેચાણ થઈ રહ્યું છે. જીવલેણ સાબિત થયેલી ચાઈનીઝ દોરી પર પ્રતિબંધ હોવા છતાં કેટલાક શખ્સો પ્લાસ્ટિક, નાયલોન અને સિન્થેટિકથી બનેલી ચાઈનીઝ દોરીનું વેચાણ કરી રહ્યા છે. અમદાવાદ પોલીસે ચાઇનીઝ દોરીનું વેચાણ કરતા આવા શખ્સો વિરૂદ્ધ ઝુંબેશ હાથ ધરી છે. પોલીસે અમદાવાદ શહેરના શાહીબાગ, મણિનગર, નિકોલ, નારોલ સહિતના વિસ્તારોમાંથી માત્ર 24 હજારની કિંમતની ચાઈનીઝ દોરીની 101 રિલ્સ સાથે 22 શખ્સોની અટકાયત કરી હતી. હાઈકોર્ટે લાલ આંખ કર્યા પછી પણ ચાઈનીઝ દોરીનું દોરીનું વેચાણ બેફામ પણે ચાલી રહ્યું છે. શહેરમાં પોલીસે સરદારનગરમાંથી 29, અમરાઈવાડીમાંથી 69 રીલ્સ કબજે કર્યાં છે. તે ઉપરાંત દાણીલીમડામાંથી આજે બે રીલ્સ કબજે લઈને એકની અટકાયત કરાઈ છે.

ઘાતક દોરીને કારણે થતાં મોત ચલાવી નહીં લેવાય
દાણીલીમડાના ઢોર બજાર ચાર રસ્તા પાસેથી 1 નંગ ચાઈનીઝ દોરીની રીલ સાથે પોલીસે અસલમભાઈ તૈયબઅલી કુરેશીની અટકાયત કરી હતી. તેમજ પ્રેમ દરવાજા પાસે ધોબીની ચાલીમાં રહેતા મોહમ્મદ યુસુફ નુરમહમદ શેખના ઘરમાંથી ચાઇનીઝ દોરીના 2880 રૂપિયાની કિંમતની 18 રીલ મળી આવી હતી. પરંતુ મોહમ્મદ યુસુફ સુરત ગયો હોવાથી પકડાયો નથી. ત્યારે આજે ફરીવાર દાણીલીમડામાંથી બે રીલ સાથે એક વ્યક્તિની ધરપકડ કરાઈ છે. હાઈકોર્ટે તાજેતરમાં જ સરકારને કહ્યું હતું કે, ઘાતક દોરીને કારણે થતાં મોત ચલાવી નહીં લેવાય. સરકાર આ બાબતે બે દિવસમાં જવાબ આપે.

ચાઈનીઝ દોરીના વેપારીઓને પકડવા પોલીસ એક્શનમાં
ત્યારબાદ પોલીસ એક્શનમાં આવી હતી અને સમગ્ર રાજ્યમાંથી ચાઈનીઝ દોરીના વેપારીઓને પકડવાની એક્શનમાં આવી હતી. બુધવારે પોલીસે રાયપુર દરવાજા પાસેથી મોહમ્મદ સલીમભાઈ ખેરાતીભાઈ શેખને અને સુલતાન અબ્દુલભાઈને 500ની કિંમતની બે નંગ ચાઇનીઝ દોરીની રીલ સાથે તેમજ 250ની કિંમતી 1 નંગ રીલ સાથે આસિફઅલી રફીક અલી શેખને ઝડપ્યા હતા. ગૌતમપુરા ચાર રસ્તા પાસેથી પ્રવિણસિંહ મોતીસિંહ દરબારને પોલીસે 500ની કિંમતની બે નંગ રિલ સાથે પકડ્યો હતો તથા હાટકેશ્વર બસ સ્ટેન્ડની પાછળથી પસાર થતા જીતેન્દ્ર ઈશ્વરભાઈ પરમારની 600ની કિંમતના ચાઈનીઝ દોરીના 2 નંગ ટેલર સાથે પોલીસે અટકાયત કરી હતી. તેમજ દિલ્હી ચકલા પાસેથી 1250ની કિંમતની 5 નંગ રિલ સાથે મોહમ્મદ તનવીર મોહમ્મદ સલીમ શેખને ઝડપ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...