‘મુસ્કાન માટે રક્તદાન’:થેલેસેમિયાથી પીડાતા બાળકો માટે અમદાવાદ પોલીસે રક્તદાન કેમ્પ યોજ્યો, 101 બોટલ લોહી એકત્ર થયું

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
સોલા પોલીસ સ્ટેશનમાં રક્તદાન કેમ્પનું આયોજન કરતા બહોળો પ્રતિસાદ મળ્યો હતો - Divya Bhaskar
સોલા પોલીસ સ્ટેશનમાં રક્તદાન કેમ્પનું આયોજન કરતા બહોળો પ્રતિસાદ મળ્યો હતો

કોરોના મહામારી દરમ્યાન અનેક લોકો પોઝિટિવ આવી રહ્યા છે અને તેઓની શક્તિ નબળી પડે છે. જેના કારણે લોહીની ખૂબ જ અછત પડી રહી છે. થેલેસેમિયા મેજર બાળકોને આ સમય દરમિયાન લોહી મેળવવામાં ખૂબ જ તકલીફ પડી રહી છે.

અમદાવાદ શહેર પોલીસ દ્રારા "મુસ્કાન માટે રક્તદાન- 2020" કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું
અમદાવાદ શહેર પોલીસ દ્રારા "મુસ્કાન માટે રક્તદાન- 2020" કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું

અમદાવાદ શહેર પોલીસ દ્રારા "મુસ્કાન માટે રક્તદાન- 2020" કાર્યક્રમનું આયોજન કરીને થેલેસેમિયા મેજર બાળકોને નિયમિત લોહી મેળવવામાં મદદરૂપ થાય તે હેતુસર સોલા પોલીસ સ્ટેશનમાં આજે રવિવારે રક્તદાન કેમ્પનું આયોજન કર્યું હતું. સવારે 10 વાગ્યાથી બપોરે 3 વાગ્યા સુધી થયેલા રક્તદાન કેમ્પમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો અને 101 જેટલી બોટલ લોહી એકત્ર થયું હતું. રક્તદાન કેમ્પમાં મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ, નાગરિકો પણ જોડાયા હતા.

મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ, નાગરિકો પણ જોડાયા હતા
મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ, નાગરિકો પણ જોડાયા હતા
અન્ય સમાચારો પણ છે...