કોરોનાનો કહેર / અમદાવાદ પોલીસ કમિશનર ઓફિસના 8 પોલીસ જવાન કોરોનાગ્રસ્ત, લક્ષણો ન હોવાથી તમામને હોટેલમાં ખસેડ્યા

ahmedabad police commissioner's office 8 policemen corona report is positive
X
ahmedabad police commissioner's office 8 policemen corona report is positive

દિવ્ય ભાસ્કર

May 23, 2020, 05:25 PM IST

અમદાવાદ. શહેર હવે કોરોનાના અજગર ભરડામાં આવી ગયું છે. છેલ્લા કેટલાક સમયથી ટેસ્ટિંગથી લઈ ટ્રેસિંગ જેવી અનેક રણનીતિ અપનાવવામાં આવી રહી હોવાછતાં કોરોના કાબૂમાં આવતો નથી. તેમાં પણ હવે તો બેકાબૂ બનેલો કોરોના કોરોના વોરિયરને પણ ઝપેટમાં લઈ રહ્યો છે. આજે કોરોના અમદાવાદ પોલિસ કમિશનરની ઓફિસે પહોંચી ગયો છે. પોલીસ કમિશનર ઓફિસના 8 પોલીસ જવાનના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. હાલ આ તમામ પોલીસ કર્મીને હોટેલમાં ખસેડવામાં આવ્યા છે. તેમજ કમિશનર ઓફિસને પણ સેનિટાઈઝ કરી છે.

 આ અંગે પોલીસ કન્ટ્રોલના ડીસીપી વિજય પટેલે જણાવ્યું હતું કે પોલીસ કન્ટ્રોલ રૂમમાં ફરજ બજાવતા 8 પોલીસ જવાનને કોરોના પોઝિટિવ આવ્યા છે. આ તમામને કોઈ લક્ષણો નથી એટલે તેમને હોટેલમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. જો  જરૂર જણાશે તો તેમને હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવશે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી