તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જાહેરનામું:ઉત્તરાયણને લઈ અમદાવાદ પોલીસ કમિશનરનું જાહેરનામું, મોટા અવાજે લાઉડ સ્પીકર વગાડી નહિ શકાય, ચાઈનીઝ દોરા-તુક્કલના વેચાણ પર પ્રતિબંધ

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ઉતરાયણના તહેવારને ધ્યાને લઈ અમદાવાદ શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે જાહેરનામું બહાર પાડ્યું (ફાઈલ તસવીર) - Divya Bhaskar
ઉતરાયણના તહેવારને ધ્યાને લઈ અમદાવાદ શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે જાહેરનામું બહાર પાડ્યું (ફાઈલ તસવીર)
  • લોકોની લાગણી દુભાય તે રીતે પતંગ ઉપર ઉશ્કેરણીજનક લખોણો લખી પતંગ ઉડાવવા પર પ્રતિબંધ

એક તરફ કોરોનાકાળ ચાલી રહ્યો છે અને બીજી તરફ ઉતરાયણનો તહેવાર નજીક આવી રહ્યો છે. ત્યારે અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ દ્વારા ઉતરાયણના તહેવારને લઈને જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં જણાવ્યું છે કે, મોટા અવાજે લાઉડ સ્પીકર વગાડી શકાશે નહીં. તેમજ જાહેર રસ્તા પર પશુઓને ઘાસચારો નાખી શકાશે નહિ. ગુજરાત પોલીસ અધિનિયમ-1951ની કલમ 37(1) મુજબ 29 ડિસેમ્બરથી 16 જાન્યુઆરી સુધી જાહેરનામું બહાર પાડ્યું છે. આ જાહેરનામાનો ભંગ કરનાર સામે કલમ 188 તથા જી.પી. એક્ટ 1951ની કલમ 131 હેઠળ શિક્ષાને પાત્ર ગણાશે.

ઉતરાયણના તહેવારમાં આટલી પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો
1. કોઈ પણ વ્યક્તિએ જાનનું જોખમ થાય તે રીતે જાહેર માર્ગ, રસ્તા, ફૂટપાથ અને ભયજનક ધાબા પર પતંગ ઉડાવવા પર પ્રતિબંધ.
2. આમ જનતાને ત્રાસ થાય તે રીતે ખૂબ જ મોટા અવાજમાં લાઉડ સ્પીકર વગાડવા પર પ્રતિંબંધ.
3. આમ જનતાની લાગણી દુભાય તે રીતે પતંગ ઉપર ઉશ્કેરણીજનક લખોણો લખી પતંગ ઉડાવવા પર પ્રતિબંધ
4. શહેરમાં ટ્રાફિકની સમસ્યા ન થાય તે માટે કપાયેલા પતંગો અને દોરાઓ મેળવવા માટે હાથમાં લાંબા ઝંડાઓ, વાંસના બંબુઓ, લાંબી વાંસની પટ્ટીઓ, લોખંડના કે કોઈ પણ ધાતુના તારના લંગર બનાવી આમ-તેમ શેરીઓ, ગલીઓ, જાહેર રસ્તાઓ પર દોડાદોડી કરવા પર પ્રતિબંધ
5. રસ્તાઓ પર ગલીઓમાં ટેલિફોન/ઇલેક્ટ્રિકના બે તાર ભેગા થવાની શોર્ટ સર્કિટના કારણે તાર તૂટી જવાથી અકસ્માતો થતા ગંભીર બનાવો બનતા હોય છે. જેથી ટેલિફોન કે ઇલેક્ટ્રિક તાર પર વાંસડાઓમાં લોખંડ નાખવા પર પ્રતિબંધ
6. જાહેર રસ્તા પર પશુઓને ઘાસચારો નાખવા પર પ્રતિબંધ
7. ચાઈનીઝ માંઝાના પાકા દોરા તથા પ્લાસ્ટિક ચાઈનીઝ બનાવટના દોરાના ઉત્પાદન, આયાત, વેચાણ, સંગ્રહ અને વપરાશ પર પ્રતિબંધ
8. ચાઈનીઝ લોન્ચર, ચાઈનીઝ તુક્કલ, ચાઈનીઝ લેન્ટર્ન, સ્કાય લેન્ટર્નના ઉત્પાદન, આયાત, ખરીદ-વેચાણ અને સંગ્રહ કે વપરાશ પર પ્રતતિબંધ
9. હાલ કોરોનાકાળમાં ભારત સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી ગાઈડલાઈનનું સંપૂર્ણપણે પાલન કરવાનું રહેશે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

વધુ વાંચો