પોલીસ કમિશ્નરનું જાહેરનામું:અમદાવાદમાં રાત્રિ કર્ફ્યૂ દરમિયાન ઘરની બહાર નિકળવું નહીં, જાહેરનામાનો ભંગ કરનાર વિરૂદ્ધ કાર્યવાહી થશે

અમદાવાદ5 મહિનો પહેલા
 • કૉપી લિંક
અમદાવાદ પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવ ( ફાઈલ ફોટો) - Divya Bhaskar
અમદાવાદ પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવ ( ફાઈલ ફોટો)
 • કર્ફ્યૂમાં બિમાર વ્યક્તિ, સગર્ભાઓ, અશક્ત વ્યક્તિઓને સારવાર માટે એટેન્ડન્ટ સાથે અવર જવરની છુટ

ગુજરાતમાં આગામી 6 મેથી 12 મે દરમિયાન વધુ 7 શહેરો સાથે કુલ 36 શહેરોમાં રાત્રે 8 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યૂ રહેશે. રાજ્યભરમાં લૉકડાઉન લાગુ કરવામાં આવશે એવી અટકળોનો છેદ ઉડાડતા મંગળવારે સાંજે મુખ્યમંત્રીના વડપણ હેઠળ મળેલી કૉર કમિટિની બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. કોરોના સંક્રમણ ફેલાતા રોકવા માટે રાત્રિ કર્ફ્યૂ ધરાવતાં શહેરોમાં જે 7 શહેરનો ઉમેરાયો થયો છે. ત્યારે અમદાવાદ પોલીસ કમિશ્નરે શહેરમા કર્ફ્યૂની અમલવારી માટેનું જાહેરનામું બહાર પાડ્યું છે.

જાહેરનામાનો ભંગ કરનાર સજાને પાત્ર ઠરશે
પોલીસ કમિશ્નરે જાહેરનામાંમાં લોકોને કર્ફ્યૂના અમલ દરમિયાન ઘરમાંથી નહીં નીકળવા તેમજ મહોલ્લા શેરીઓ કે સોસાયટીઓમાં ટોળે નહીં વળવા જણાવ્યું છે. માર્ગો પર વાહનો લઈને નીકળનારા પણ દંડાશે. કોઈ પણ વ્યક્તિ જાહેરનામાનો ભંગ કરતાં પકડાશે તો આકરા પગલાં લેવામાં આવશે અને સજાને પાત્ર ઠરશે. તે ઉપરાંત તમામ લોકોએ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનું પણ પાલન કરવાનું રહેશે.

કર્ફ્યૂ દરમિયાન આ બાબતો અમલમાં રહેશે

 • બિમાર વ્યક્તિ, સગર્ભાઓ, અશક્ત વ્યક્તિઓને સારવાર માટે એટેન્ડન્ટ સાથે અવર જવરની છુટ
 • મુસાફરોને રેલવે, એરપોર્ટ, એસ.ટી બસની ટિકિટ રજુ કર્યેથી અવર જવરની પરવાનગી અપાશે
 • કર્ફ્યૂ દરમિયાન લગ્ન યોજી શકાશે નહીં
 • આવશ્યક સેવાઓ સાથે જોડાયેલા નાગરીકો, અધિકારીઓ અને કર્મચારીઓએ ઓળખપત્ર માંગણી કર્યેથી રજુ કરવાના રહેશે
 • મોલ, મલ્ટિપ્લેક્સ, દુકાનો, બ્યુટીપાર્લરો, ઓડિટોરિયમ, એસેમ્બલી હોલ, વોટર પાર્ક, જાહેર બાગ બગીચા બંધ રહેશે
 • તમામ માર્કેટ યાર્ડ બંધ રહેશે. APMCમાં શાકભાજી તથા ફળફળાદીનું ખરીદ વેચાણ ચાલુ રહેશે.
 • તમામ પ્રકારના રાજકિય, સામાજિક, ધાર્મિક, સાંસ્કૃતિક મેળવડાઓ બંધ રહેશે
 • બાંધકામને લગતી પ્રવૃત્તિઓ ચાલુ રહેશે
 • તમામ પ્રકારના ઉત્પાદન, ઓદ્યોગિક એકમો અને રો મટીરીયલ પુરા પાડતા એકમો ચાલુ રહેશે
અન્ય સમાચારો પણ છે...