આઝાદીનો અમૃત મહોત્સવ:PM મોદીએ દાંડીયાત્રાને ફ્લેગ ઓફ કર્યું, કહ્યું-દેશ પાસે રસીનું સામર્થ્ય, આપણે દેશ માટે એક ડગલું આગળ વધીશું તો દેશ 130 કરોડ ડગલાં આગળ વધશે

અમદાવાદ7 મહિનો પહેલા
 • આજે પણ કહીએ છે અમે દેશનું નમક ખાધું છું. નમક શ્રમ અને સમાનતાનું પ્રતીકઃ મોદી
 • ઓગસ્ટ 2023 સુધી અમૃત મહોત્સવ ચાલશે
 • તમામ સ્કૂલ પણ 75 વર્ષ, 75 ગ્રૂપ બનાવીને વિવિધ કાર્યક્રમ કરેઃ પીએમ

ભારતની આઝાદીના 75મા વર્ષે અમદાવાદના ગાંધી આશ્રમ ખાતેથી આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી શરૂ થઈ ગઈ છે.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સાબરમતી આશ્રમથી દાંડીયાત્રાને પ્રસ્થાન કરાવીને આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીનો પ્રારંભ કરાવ્યો હતો. પીએમ મોદીએ સંબોધનમાં જણાવ્યું કે, આપણે ઐતિહાસિક કાળ ખંડના સાક્ષી બની રહ્યા છીએ. 45 મિનિટના સંબોધન બાદ પીએમ મોદીએ દાંડીયાત્રાને ફ્લેગ ઓફ કર્યું હતું.

મોદીના સંબોધનની સાથે સાથે...

 • આજે દાંડી યાત્રાની વર્ષગાંઠ પર ઇતિહાસ બનતો જોઈ રહ્યા છીએ. આઝાદીનો અમૃત મહોત્સવ ઓગસ્ટ 2023 સુધી ચાલશે.
 • હું આઝાદી બાદ પણ રાષ્ટ્રરક્ષાની પરંપરાને જીવિત રાખનારા શહીદોને નમન કરું છું. આ પૂણ્ય આત્માઓએ આઝાદ ભારતના પુનઃનિર્માણની એક એક ઈંટ રાખી.
 • હું આ તમામના ચરણોમાં પ્રણામ કરું છું.અમૃત મહોત્સવના પાંચ સ્તંભોને મહત્વ આપવામાં આવ્યું છે. આઝાદીનો અમૃત મહોત્સવ રાષ્ટ્રના જાગરણનો મહોત્સવ છે.
 • નમકનો અર્થ છે ઈમાનદારી, વફાદારી. અમે આજે પણ કહીએ છે અમે દેશનું નમક ખાધું છું. નમક શ્રમ અને સમાનતાનું પ્રતીક છે.
 • અંગ્રેજોએ આત્મનિર્ભરતાના પ્રતીક પર ઘાત કર્યો હતો. દિલ્હી ચલો નારો દેશ આજે પણ ભૂલી ન શકે. અંગ્રેજોએ આત્મનિર્ભરતાના પ્રતીક પર ઘાત કર્યો હતો.
 • દિલ્હી ચલોનો નારો દેશ આજે પણ ભૂલી ન શકે. દરેક ચળવળ આપણને પ્રેરણા આપે છે. ઘણી ચળવળોને મળવું જોઈએ એટલું મહત્વ મળ્યું નથી.
 • આપણે મહાનાયકો અને મહાનાયિકોના જીવનને લોકો સુધી પહોંચાડવાનું છે. લોકતંત્રની મજબૂતી સાથે ભારત આગળ વધી રહ્યું છે.
 • આર્થિક રૂપથી પણ ભારત આગળ વધ્યું છે.130 કરોડની આકાંક્ષાઓ પર ભારત આગળ વધી રહ્યું છે. દેશ પાસે રસીનું સામર્થ્ય છે. વસુધૈવ કુટુમ્બકમના સિદ્ધાંત સાથે ભારતે લોકોની મદદ કરી છે.
 • રાષ્ટ્ર યજ્ઞમાં સંકલ્પ લઈને આપણી ભૂમિકા ભજવીએ. દેશના તમામ નાગરિકો અમૃત મહોત્સવના ભાગ હોવા જોઈએ.તમામ સ્કૂલ પણ 75 વર્ષ, 75 ગ્રૂપ બનાવીને વિવિધ કાર્યક્રમ કરે.
 • આપણે દેશ માટે એક ડગલું આગળ વધીશું તો દેશ 130 કરોડ ડગલાં આગળ વધશે. મોટા તામ જામ વિના નાનકડા સ્વરૂપે ઉજવણી કરાશે.

દાંડી યાત્રાનો પહેલો પડાવ ગુજરાત વિદ્યાપીઠ
સાબરમતી ગાંધી આશ્રમથી પીએમ મોદીએ દાંડીયાત્રાનો ફ્લેગ ઓફ કરી શુભારંભ કરાવ્યો હતો. આ દાંડી યાત્રા ગાંધી આશ્રમથી દાંડીપુલ, વાડજ સર્કલથી ગુજરાત વિદ્યાપીઠ પહોંચશે જ્યાં યાત્રાનું સ્વાગત કરવામાં આવશે. ગુજરાત વિદ્યાપીઠ ખાતે યાત્રાનો પહેલો પડાવ હશે. વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવશે. જ્યાંથી પદયાત્રા આગળ વધી પાલડી કોચરબ આશ્રમ ખાતે બપોરે રોકાણ કરશે. બપોરે ભોજન અને આરામ બાદ યાત્રા આગળ પાલડી NID થઈ બહેરામપુરા, દાણીલીમડા, નારોલ, અસલાલી થઇ આગળ વધશે.

કલાકારોએ દેશભક્તિ અને દાંડીયાત્રાના સોંગ્સ પર પરફોર્મ કર્યું
આ પહેલા બોલિવૂડ સિંગર હરિહરન અને ઝુબિન નોટિયાલે પર્ફોર્મન્સ કર્યું હતું.જ્યારે પીએમ મોદીએ આઝાદીનો અમૃત મહોત્સવ વેબસાઇટ લોન્ચ કરી હતી.

ગુજરાતની ભૂમિના સપૂત પ્રધાનમંત્રી માર્ગદર્શન આપવા આવ્યાઃ રૂપાણી
મુખ્યમંત્રી રૂપાણીએ સંબોધન કરતા જણાવ્યું કે, આજે સમગ્ર દેશની નજર ગુજરાત પર છે. મહાત્મા ગાંધી અને સરદાર પટેલે અહીંથી આઝાદીની લડતની શરૂઆત કરી હતી, એ જ ભૂમિ પર આજે આઝાદીની ઉજવણી થઈ છે. ગુજરાતની ભૂમિના સપૂત પ્રધાનમંત્રી માર્ગદર્શન આપવા આવ્યા છે. દાંડી યાત્રાના 91 વર્ષ પર સમગ્ર દેશ એકજૂટ થઈને લીવ ફોર ધ નેશન બનવા જઈ રહ્યો છે.

ગાંધીજીની પ્રતિમાને સુતરની આંટી પહેરાવી
આ પહેલા મોદી સવારે 10.30 કલાકે પીએમ મોદી અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા. ત્યાર બાદ સાબરમતી આશ્રમ પહોંચ્યા હતા. તેઓ ક્રિમ કલરનો ઝભ્ભો અને ખાદીના ખેસમાં આવ્યા હતા. તેમણે ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પી હતી. તેમજ હ્રદયકુંજમાં ગાંધીજીની પ્રતિમાને સુતરની આંટી પહેરાવી હતી. તેમજ પીએમ મોદીએ માસ્ક ઉતાર્યું હતું. પીએમ મોદી 7 મિનિટ ગાંધી આશ્રમમાં રોકાયા બાદ તેમણે પ્રદર્શન નિહાળ્યું હતું.

બોલિવૂડ એક્ટર અનુપમ ખેર પણ આવ્યા
હતા. તેમણે કહ્યું કે, વિપક્ષ વિશે હાલ મારે કઈ કહેવું નથી. વિરોધ કરવાનો આ મુદ્દો નથી. દેશને આઝાદ કરાવવામાં ફાળો આપનારા મહાપુરુષોના સન્માનના કાર્યક્રમમાં આવ્યા છીએ. યુવા પેઢીએ ચોક્કસ મહાત્મા ગાંધીના જીવનચર્યા અંગે શીખવાની આવશક્યતા છે.

ડોમ ફૂલ થતા લોકોને પરત મોકલ્યા, પોલીસે સમજાવટ કરી
સભાનો ડોમ હાઉસફૂલ થતા સાણંદ, તલોદ સહિત અલગ અલગ વિસ્તારોમાંથી અમૃત મહોત્સવમાં ભાગ લેવા આવેલા લોકોને પરત મોકલવામાં આવ્યા હતા. જેને પગલે કેટલાક લોકોમાં આક્રોશ જોવા મળ્યો હતો. લોકોએ પોલીસ સાથે બોલચાલી કરી હતી. એક કાર્યકરે કહ્યું કે ધારાસભ્યને ફોન કરો જવા જ નથી દેતા તો અમને આમંત્રણ કેમ આપ્યું હતું. સાબરકાંઠાથી આવેલા 50થી 60 લોકોને અભયઘાટના ગેટથી જ પરત મોકલ્યા હતા. જેને પગલે પોલીસે સમજાવટના પ્રયાસો હાથ ધર્યા હતા.

મધ્ય પ્રદેશ અને તમિલનાડુથી લોકો આવ્યા
દાંડીયાત્રામાં જોડાનાર મધ્યપ્રદેશના આશરે 30થી વધુ પદયાત્રીઓ અભયઘાટ પહોંચી ગયા છે. પીએમના કાર્યક્રમમાં પર્ફોર્મ કરવા તમિલનાડુથી એક ગ્રૂપ આવ્યું છે.અભયઘાટ ખાતે અમદાવાદ શહેર અને જિલ્લા અને તાલુકામાંથી સભામાં ભાગ લેવા લોકો પહોંચી રહ્યા છે. VVIP અને ગાંધીવાદીઓ માટે અલગ અલગ બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે. જેના માટે ખાસ ડોમ બનાવવામાં આવ્યા છે.

ગાધી આશ્રમની વિઝિટર બુકમાં સંદેશ લખી રહેલા પીએમ મોદી અને પાછળ ઉભેલા રાજ્યપાલ દેવવ્રત આચાર્ય.
ગાધી આશ્રમની વિઝિટર બુકમાં સંદેશ લખી રહેલા પીએમ મોદી અને પાછળ ઉભેલા રાજ્યપાલ દેવવ્રત આચાર્ય.

10 સોસાયટીના લોકોને નીકળવાની મનાઈ
મોદીની મુલાકાતને લઈ વહેલી સવારથી જ સુભાષબ્રિજથી ગાંધી આશ્રમનો રોડ અને વાડજથી સુભાષબ્રિજ સુધીનો રોડ બંધ કરી દેવામાં આવ્યો છે. સમગ્ર રોડ પર ચુસ્ત પોલીસ-બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. સુભાષબ્રિજથી ગાંધીઆશ્રમ સુધીના રોડ પર માત્ર પોલીસ જ પોલીસ છે. આસપાસની 10 સોસાયટીના લોકોને પણ બહાર નીકળવાની મનાઈ ફરમાવવામાં આવી છે. કોઈને પણ સુભાષબ્રિજથી ગાંધીઆશ્રમ તરફ જવા દેવામાં આવતા નથી.

સમગ્ર રોડ પર ચુસ્ત પોલીસ-બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
સમગ્ર રોડ પર ચુસ્ત પોલીસ-બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
દાંડીયાત્રામાં સામેલ થવા આવેલું ગ્રૂપ.
દાંડીયાત્રામાં સામેલ થવા આવેલું ગ્રૂપ.

યાત્રામાં 81 ગાંધી-અનુયાયીઓ જોડાયા
આ દાંડી યાત્રામાં 81 ગાંધી-અનુયાયીઓ જોડાયા છે અને 1930માં ઐતિહાસિક દાંડીયાત્રા સમયે મહાત્મા ગાંધીએ જે માર્ગો પર આ યાત્રા યોજી હતી એના પર જ આ યાત્રા આગળ વધી છે. આ માટે અમદાવાદમાં સાબરમતી આશ્રમ નજીક જ સ્વ.વડાપ્રધાન મોરારજી દેસાઈનો જે સમાધિ ‘અભય ઘાટ’ છે, ત્યાં એક ખાસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

પર્ફોર્મ કરવા તમિલનાડુથી એક ગ્રૂપ આવ્યું હતું.
પર્ફોર્મ કરવા તમિલનાડુથી એક ગ્રૂપ આવ્યું હતું.
અન્ય સમાચારો પણ છે...