અમદાવાદ ઉત્તરાયણ LIVE:અમદાવાદીઓ ધાબા પર પતંગની મોજ માણવામાં વ્યસ્ત થયા, શહેરના રસ્તાઓ બપોર બાદ સૂમસામ બન્યા

અમદાવાદ15 દિવસ પહેલા
  • અમદાવાદના અલગ-અલગ વિસ્તારમાં ગાયોને ઘાસ ખવડાવતા લોકો નજરે પડ્યા છે

ઉત્તરાયણને લઈને લોકો ઉત્સાહથી વહેલી સવારથી જ પતંગ ઉડાવી રહ્યા છે.પવન પણ સારો હોવાને કારણે લોકોને પતંગ ઉડાવવામાં વધુ રસ પડ્યો છે.નાના બાળકો અને યુવાઓ અત્યારે મોટા ભાગના ધાબા પર જોવા મળી રહ્યા છે. જોકે હવે બપોરનો સમય થતા અમદાવાદના ધાબા ઉપર લોકોની ભીડ ઓછી થઈ છે. બપોરના સમયે તડકો હોવા અને હવાનું વારંવાર પરિવર્તન થતું હોવાથી લોકો થાક્યા છે. જેથી ટેરેસ પર લોકોનો પાંખી હાજરી જોવા મળી રહી છે. બપોર બાદ શહેરના રસ્તાઓ સૂમસામ બન્યા છે. લોકો પતંગ ચગાવવાની મજા માણી રહ્યા છે. જેના કારણે રસ્તાઓ પર લોકોની ચહલપહલ જોવા નથી મળી રહી. અમદાવાદ નેહરુનગર, શિવરંજની,વસ્ત્રાપુર વગેરે વિસ્તાર દિવસોમાં મુવમેન્ટ મોટા પ્રમાણમાં જોવા મળતી હોય છે. જોકે લોકો આજે ઉતરાયણ પર્વની ઉજવણી કરી રહ્યા છે તેને લઈને રસ્તાઓ સૂમસામ બન્યા છે.

અમદાવાદમાં બપોર બાદ રોડ ખાલી જોવા મળ્યા
અમદાવાદમાં બપોર બાદ રોડ ખાલી જોવા મળ્યા

2 વર્ષથી કોરોનાને કારણે ડીજે વિના અને નિયમોના પાલન સાથે લોકોએ ઉત્તરાયણ ઉજવવી પડી છે તેવું યુવાઓએ કહ્યું છે પરંતુ ઉત્તરાયણના તહેવારનો ઉત્સાહ ઓછો ના થાય તે માટે તેઓ નાના સ્પીકર સાથે ધાબા પર આવ્યા છે અને નિયમો સાથે પતંગ ઉડાવી રહ્યા છે. 2 દિવસ સુધી સવારથી સાંજ સુધી આ રીતે જ પતંગ ઉડાવવાનું પણ જણાવ્યું હતું.

હેલ્થ વર્કરોએ ઉત્તરાયણની ઉજવણી કરવાની જગ્યાએ લોકોની સેવા કરી
હેલ્થ વર્કરોએ ઉત્તરાયણની ઉજવણી કરવાની જગ્યાએ લોકોની સેવા કરી

હેલ્થ વર્કરો ઉત્તરાયણની ઉજવણી બાજુ રાખી લોકોની સેવામાં લાગ્યા
એક તરફ ઉત્તરાયણના તહેવાર પર લોકો ઉજવણીમાં લાગ્યા છે ત્યારે બીજી તરફ છેલ્લા બે વર્ષથી કોરોનાની વિકટ પરિસ્થિતિમાં સતત સક્રિય બનીને કામ કરી રહેલ હેલ્થ વર્કર પણ વર્તમાન પરિસ્થિતિને જોતા ઉજવણીને બાજુ રાખી લોકોની સેવામાં લાગેલા છે. કોરોનાના કિસ્સા વધી રહ્યા છે ત્યારે રાજ્યમાં હેલ્થ વર્કર, એટલે કે ડોક્ટર, નર્સ સ્ટાફ સહિતનો સ્પોર્ટિંગ સ્ટાફ ખેડેપગે કામ કરી રહ્યો છે.બીજી લહેરમાં કોરોના કિસ્સા ઘટવા લાગતા પરિસ્થિતિ સામાન્ય બની હતી. ત્યારે હેલ્થ સેક્ટર સાથે જોડાયેલ ડોક્ટર, નર્સ સહિતના સ્ટાફને તહેવારોની ઉજવણી માટે સમય મળશે એવી આશા પણ બંધાઈ હતી. પરંતુ ફરી એકવાર કોરોનાની ત્રીજી લહેરમાં કોવિડના કિસ્સા વધી રહ્યા છે. જેના કારણે આરોગ્ય ક્ષેત્ર સાથે જોડાયેલ કર્મીઓ ઉતરાયણની ઉજવણીની જગ્યાએ લોકોની સેવામાં લાગેલા છે.

માનસીક બીમાર વ્યક્તિઓ સાથે ડોક્ટરોએ ઉતરાણની ઉજવણી કરી
માનસીક બીમાર વ્યક્તિઓ સાથે ડોક્ટરોએ ઉતરાણની ઉજવણી કરી

માનસીક બીમાર વ્યક્તિઓ સાથે ડોક્ટરોએ ઉતરાણ ઉજવી
માનસિક બીમાર વ્યક્તિઓ સાથે ડોકટર અને સ્ટાફ ઉત્તરાયણની ઉજવણી કરી હતી.માનસિક આરોગ્યની હોસ્પિટલ અમદાવાદ ખાતે દર વર્ષ ઉતરાણ, દિવાળી, હોલી, નવરાત્રી, 15મી ઓગસ્ટ, 26 જાન્યુઆરી જેવા તમામ રાષ્ટ્રીય અને ધાર્મિક આધ્યાત્મિક પર્વો ની ઉજવણી થતી હોય છે. હોસ્પિટલનાં અધિક્ષક ડૉક્ટર અજયભાઇ ચૌહાણ અને સામાજિક વિભાગનાં અધિકારી અર્પણ નાયક આવા પ્રસંગે વિવિધ દાતાઓ અને સેવા ભાવી સંસ્થાઓનાં સહયોગથી ખૂબ ઉત્સાહી વાતાવરણ સર્જન કરે છે. તેમના આનંદમાં વધારો થાય તે માટે સ્ટાફ પોતાના પરિવાર સાથે રહ્યા વગર દર્દીઓ સાથે તહેવાર ઉજવણી કરતાં હોય છે. આ હોસ્પિટલમાં બહારથી આવતા દર્દીઓને ભોજન માટે અન્નપૂર્ણા ભોજન યોજના દાતાનાં સહયોગ થી 2 વર્ષથી શરૂ કરવામાં આવી છે. જેમાં બહારગામથી આવતા દર્દીઓને દાળ ભાત, શાક, રોટલીનું પૂરું ભોજન પીરસવામાં આવે છે. રોજનાં 40 થી 50 દર્દીઓ ને ભોજન આપવા માં આવે છે.

દર વર્ષની ઊંધિયા જલેબીના સ્ટોલો પર લોકોની કતાર જોવા ન મળી
દર વર્ષની ઊંધિયા જલેબીના સ્ટોલો પર લોકોની કતાર જોવા ન મળી

નિયંત્રણ વચ્ચે ઊંધિયા-જલેબી નો ટેસ્ટ ફિક્કો પડ્યો
ઊંધિયું અને જલેબી વિના ઉતરાયણનો તહેવાર અધુરો હોય છે. ત્યારે આજે ઉત્તરાયણના દિવસે અમદાવાદના વિવિધ વિસ્તારોમાંથી ઊંધિયા જલેબીના સ્ટોર લાગેલા જોવા મળ્યા છે. જોકે આ વખતે દર વર્ષની જેમ સ્ટોલો પર લોકોની કતાર જોવા ન મળી. કોરોનાના કિસ્સા વધવાની સ્થિતિમાં ઊંધિયુંને જલેબીના વેપાર પર પણ મોટી અસર જોવા મળી છે. કારણ કે નિયંત્રણ હોવાથી આ વખતે તેમાં એડવાન્સ ઓર્ડર પણ નથી મળ્યા. બીજી તરફ ભાવમાં કેટલાક સ્થાનિક નજીવો વધારો જોવા મળી રહ્યો છે.

ગાયોને ઘાસ ખવડાવી દિવસેની શરૂઆત
ગાયોને ઘાસ ખવડાવી દિવસેની શરૂઆત

અમદાવાદીઓએ ગાયોને ઘાસ ખવડાવી દિવસેની શરૂઆત કરી
ઉત્તરાયણના દિવસે દાન કરવાનું અનેરૂ મહત્વ હોય છે. ત્યારે આજના દિવસે વહેલી સવારથી અમદાવાદના અલગ-અલગ વિસ્તારમાં ગાયોને ઘાસ ખવડાવતા લોકો નજરે પડ્યા છે. સામાન્ય દિવસો કરતા લીલા ઘાસચારાની આજે મોટા પ્રમાણમાં માંગ પણ હોય છે. જેથી દૈનિક મર્યાદિત માત્રામાં ઘાસચારો લઈને ઊભા રહેતા લોકો આજે મોટા જથ્થામાં લીલા ઘાસચારો વેચી રહ્યા છે.

મોટેરામાં ઉત્તરાયણ માણતા લોકોની તસવીર
મોટેરામાં ઉત્તરાયણ માણતા લોકોની તસવીર
અન્ય સમાચારો પણ છે...