તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કર્ફ્યૂ વચ્ચે કોરોનાનો ડર:કોરોનાએ ઉથલો મારતા ભયભીત થયેલા અમદાવાદીઓ ટેસ્ટ કરાવવા દોડ્યાં, શહેરમાં વહેલી સવારથી અનેક વિસ્તારોમાં લાંબી લાઈનો લાગી

અમદાવાદ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શહેરના પ્રભાત ચોક, અખબાર નગર, બોપલ સહિતના ટેસ્ટિંગ સેન્ટરો પર લોકોની લાંબી કતાર જોવા મળી રહી છે
  • પોલીસ માસ્ક વગર ફરતા લોકોનો કોરોના ટેસ્ટ કરાઈ રહી છે, પોઝિટિવ આવતા સીધા હોસ્પિટલ ભેગા કરશે

નવેમ્બરની શરૂઆતથી જ શહેરમાં કોરોનાનું લોકલ સંક્રમણ સતત વધી રહ્યું છે. તહેવારોમાં બેફીર બજારોમાં ખરીદી કરવા નીકળેલા લોકોના કારણે કેસની સંખ્યા ડબલ થવા લાગી છે. જેને રોકવા માટે સરકાર દ્વારા અમદાવાદમાં બે દિવસ માટે ફર્ફ્યૂ જાહેર કરવામાં આવ્યું છે. શુક્રવાર રાત્રે 9 વાગ્યાથી અમદાવાદ તમામ રોડ રસ્તા સુમસામ થયા છે. ત્યારે લોકોમાં કોરોનાનો ભય વધી રહ્યો છે. એટલે જ કર્ફ્યૂ વચ્ચે પણ સ્થાનિકો મોટી સંખ્યામાં કોરોના ટેસ્ટિંગ માટે લાંબી લાઈનો લગાવી રહ્યા છે. શહેરના પ્રભાત ચોક, અખબાર નગર, બોપલ સહિતના પૂર્વ-પશ્ચિમ વિસ્તારોમાં મફત કોરોના ટેસ્ટિંગ સેન્ટરો પર લોકોની લાંબી કતાર જોવા મળી રહી છે. સાથે જ કોર્પોરેશને પણ કોરોનાના ટેસ્ટની સંખ્યામાં વધારો કર્યો છે.

શહેરના પ્રભાત ચોક, અખબાર નગરમાં કોવિડ ટેસ્ટ માટે લોકોની લાઈનો
શહેરના પ્રભાત ચોક, અખબાર નગરમાં કોવિડ ટેસ્ટ માટે લોકોની લાઈનો

માસ્ક વગર ફરનારનો થશે ટેસ્ટ, પોઝિટિવ તો હોસ્પિટલ, નેગેટિવ તો 1000નો દંડ
દિવાળીના તહેવારોમાં બેફાર હરવા-ફરવાની ભૂલ હાલ અમદાવાદીઓને ભારે પડી રહી છે. શહેરમાં વધી રહેલા કોરોના કહેરના કારણે હવે લોકો ભયભીત થયા છે, બીજીતરફ કોર્પોરેશન પણ મોટા પ્રમાણમાં લોકોના ટેસ્ટ કરી રહી છે. શહેરની સ્થિતિને ફરીથી કાબુમાં લાવવા માટે બે દિવસ સુધી દૂધ-દવા સિવાય તમામ વેપાર-ધંધ બંધ કરી દેવામાં આવ્યા છે. ત્યારે આ વખતે લોકોએ પણ ફર્ફ્યૂના નિયમનું પુરતું પાલન કરી કામ વગર ઘરથી બહાર નીકળવાનો ટાળ્યું હતું. પૂર્વ-પશ્ચિમના મોટાભાગના વિસ્તારોમાં વહેલી સવારથી લોકો કોરોના ટેસ્ટ માટે ઉભા છે. કોર્પોરેશન દ્વારા પણ લોકોનું સૌ પ્રથમ સ્ક્રિનિંગ કરવામાં આવી રહ્યું છે. તેમજ લક્ષણો દેખાતા લોકોના કોવિડ ટેસ્ટ કરી યોગ્ય સારવાર આપવાની કામગીરી ચાલી રહી છે. સાથે જ શહેરમાં માસ્ક વગર ફરતા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. માસ્ક વગર ફરતા લોકોનો કોરોના ટેસ્ટ કરાઈ રહ્યાં છે અને જો ટેસ્ટ પોઝિટિવ આવે તો સીધા હોસ્પિટલ મોકલાય છે અને નેગેટિવ આવે તો 1 હજારનો દંડ ફટકારવામાં આવી રહ્યો છે.

કોર્પોરેશને પણ કોરોનાના ટેસ્ટની સંખ્યામાં વધારો કર્યો
કોર્પોરેશને પણ કોરોનાના ટેસ્ટની સંખ્યામાં વધારો કર્યો

7 ઝોનમાં 200 ટીમ ચેકિંગ કરશે
7 ઝોનમાં AMCની 200 ટીમ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. કોરોના મહામારીને ગંભીરતાથી ન લઇને માસ્ક મામલે બેદરકાર રહેતા લોકોને સીધા કરવા સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ ખાસ કાર્યવાહી કરી રહી છે. માસ્ક ન પહેર્યા હોય તેવા તમામ લોકોને રોકીને તેમના કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યાં છે. રેપિડ ટેસ્ટ દરમિયાન જે લોકોના રિપોર્ટ પોઝિટિવ આવશે તેમને તુરંત જ હોસ્પિટલમાં દાખલ કરી દેવાશે જ્યારે જે લોકોના કોરોના ટેસ્ટ નેગેટિવ આવશે તેમને માસ્ક ન પહેરવાનો 1 હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. આ સાથે જ જે યુનિટમાં માસ્ક પહેરેલા નહીં હોય તેવા યુનિટોને સીલ મારવામાં આવશે અને સોશિયલ ડિસ્ટન્સ નહીં જળવાયું હોય તો તેમને દંડ ફટકારવામાં આવશે.

શહેરમાં ફરતા લોકોને ટેસ્ટ માટે લાઈનમાં ઉભા રાખવામાં આવે છે
શહેરમાં ફરતા લોકોને ટેસ્ટ માટે લાઈનમાં ઉભા રાખવામાં આવે છે

અમદાવાદમાં 6 દિવસથી દરરોજ 200થી વધુ કેસ
અમદાવાદ શહેર-જિલ્લામાં અત્યારસુધીમાં 46,268 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. દિવાળી તહેવાર દરમિયાન શહેરના બજારોમાં ભીડ જામી હતી. જેને લઇને 13થી 19 નવેમ્બર સુધી દરરોજ 200થી વધુ કેસ નોંધાઇ રહ્યાં છે. છેલ્લા 7 દિવસમાં અમદાવાદશહેર-જિલ્લામાં 1578 કેસ નોંધાયા છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Gujarati News
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય વિવેક અને ચતુરાઈથી કામ લેવાનો છે. તમારા છેલ્લાં થોડા સમયથી અટવાયેલાં કામ આજે પૂર્ણ થશે. બાળકના કરિયર અને અભ્યાસને લગતી કોઇ સમસ્યાનું પણ સમાધાન મળી શકશે. નેગેટિવઃ- રૂપિયા-પૈસાના મામલ...

વધુ વાંચો