સંતાનોમાં ભેદભાવ:અમદાવાદનાં માતા-પિતા નાની દીકરીને સારી રીતે રાખતાં, માસ્ટર ડીગ્રી મેળવનારી મોટી દીકરીને માનસિક બીમાર કહી ત્રાસ ગુજારતા

અમદાવાદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર.
  • દીકરીએ મહિલા હેલ્પલાઈનની મદદ માંગી, હેલ્પલાઈને માતા પિતાનું કાઉન્સેલિંગ કર્યું
  • યુવતી પહેલા પ્રોફેસર તરીકે નોકરી કરતી પણ કેનેડા જવું હતું એટલે નોકરી છોડી દીધી હતી

માતા-પિતા માટે તો સંતાનો એક સમાન જ હોય છે. પરંતુ અમદાવાદના એક વિસ્તારમાં એવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે કે, એક માતા-પિતા તેમના ચાર સંતાનમાંથી ત્રણ સંતાનોને સારી રીતે રાખતાં હતા અને માસ્ટર ડિગ્રી કરેલી દીકરીને માનસિક બીમાર ગણાવી અવાર નવાર હેરાન કરીને ત્રાસ આપતા હતા. દીકરીએ મહિલા હેલ્પલાઇન અભયમની મદદ માંગી હતી. હેલ્પલાઇનની ટીમે ઘટના સ્થળે પહોંચીને માતા-પિતાનું કાઉન્સેલીંગ કર્યું હતુ અને બે ભાઈ બહેન વિદેશ છે અને બે દીકરી તેમની સાથે છે તો તમામ સંતાનો સરખા જ હોય છે. જેથી માતા-પિતાને પોતાની ભુલ સમજાઈ હતી અને તમામ સંતાનને એક જ સમાન રાખવાની અને હવે ફરી ક્યારેય મોટી દિકરીને હેરાન નહીં કરવાની બાહેધરી આપી હતી.

માતા-પિતા બે દીકરીમાં ભેદભાવ રાખતાં હતાં
શહેરના એક વિસ્તારમાંથી એક યુવતીએ મહિલા હેલ્પલાઇન 181માં ફોન કરી જણાવ્યું હતુ કે, મારા માતા-પિતા મને માનસિક ત્રાસ આપે છે. જેથી હેલ્પલાઇનની ટીમ યુવતીના ઘરે પહોંચી હતી. યુવતીની પુછપરછ કરતા જાણવા મળ્યું હતુ કે, પોતે એમ. ફિલનો અભ્યાસ કરેલો છે. તેની નાની બહેન નોકરી કરતી હોય અને પોતે નોકરી ન કરતી હોવાથી માતા-પિતા માનસિક ત્રાસ આપી હેરાન કરે છે. યુવતી પહેલા પ્રોફેસર તરીકે નોકરી કરતી હતી પણ તેમને કેનેડા જવું હતુ તેથી તેમણે નોકરી છોડી દીધી હતી. એટલું જ નહીં માતા-પિતા નાની દિકરીને સારુ રાખતા હતા અને મોટી દીકરીને સારૂ રાખતા ન હતા.

હેલ્પલાઈનની ટીમે દીકરીના માતા પિતાનું કાઉન્સેલિંગ કર્યું (ફાઈલ ફોટો)
હેલ્પલાઈનની ટીમે દીકરીના માતા પિતાનું કાઉન્સેલિંગ કર્યું (ફાઈલ ફોટો)

પિતાએ કહ્યું, સગાઈ તૂટી ગઈ છે એટલે દીકરી આવું કરે છે
અગાઉ યુવતીને તેની સાથે નોકરી કરતા યુવક સાથે પ્રેમસબંધ હોય તેણે પરીવારને જાણ કરીને પ્રેમી સાથે લગ્ન નક્કી કર્યા હતા, જો કે આ પ્રેમીને બીજી કોઈ છોકરી સાથે પ્રેમ થઈ જતા તેણે લગ્ન કરી લીધા હોય અવાર નવાર માતા-પિતા યુવતીને ત્રાસ આપતા હતા. જેથી તંગ આવેલી યુવતીએ માતા-પિતાને સમજાવવા માટે મહિલા હેલ્પલાઇનની મદદ માંગી હોવાનું જણાવ્યું હતુ. આ સાંભળીને હેલ્પલાઇનની ટીમે માતા-પિતા સાથે વાત કરી ત્યારે પિતાએ જણાવ્યું હતુ કે, યુવતી માનસિક બીમાર છે તેની સગાઈ તૂટી ગઈ તેથી તેઓ આવુ કરે છે અને તેના લગ્ન કરવા માટે તેને મુશ્કેલીઓ પડી રહી છે.

મહિલા હેલ્પલાઇનની ટીમે કાઉન્સેલિંગ કર્યું
મહિલા હેલ્પલાઇનની ટીમે કાઉન્સેલીંગ કરતા જણાવ્યું હતુ કે, તમને યોગ્ય છોકરો ગમે ત્યારે તેઓ લગ્ન કરી લેશે. લગ્ન કરાવવા માટે તમારા ચારેય છોકરાઓ એક જ સમાન છે, છોકરાઓમાં ભેદભાવ ન રાખવો જોઈએ એટલું જ નહીં તમારી મોટી દીકરી માનસિક બિમાર છે તેવુ કહેવુ યોગ્ય નથી, તમારે તમારા ચારેય છોકરાઓને એક સમાન રાખવા જોઈએ. તો બીજી બાજુ યુવતીને પણ તેના જીવનમાં આગળ વધવા માટે પ્રોત્સાહન આપ્યું હતુ, કાઉન્સેલીંગ બાદ માતા-પિતાને પોતાની ભુલ સમજાઈ હતી અને તેમણે તેમની મોટી દીકરીની માફી માંગી હતી અને હવે મારા ચારેય દિકરા-દિકરીઓ એક સમાના રાખીશ તેવી બાંહેધરી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...