સિઝનનો સૌથી ઠંડો દિવસ:અમદાવાદમાં ફરી એકવાર પારો 9.1 ડિગ્રી, 24 કલાકમાં જ લઘુતમ તાપમાનમાં 7 ડિગ્રીનો કડાકો નોંધાયો

અમદાવાદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • હજુ 4-5 દિવસ લઘુતમ તાપમાન 10 ડિગ્રીની આસપાસ રહેશે

હિમાલય વિસ્તારમાં થયેલી હિમવર્ષા, ઉત્તરથી ઉત્તર-પૂર્વના ઠંડા પવનને કારણે રવિવાર સવારથી રાજ્યમાં ઠંડીનું મોજું ફરી વળ્યું છે. અમદાવાદ સહિત રાજ્યના 8 શહેરોમાં ઠંડીનો પારો 10 ડિગ્રીથી નીચે નોંધાયો છે. ઠંડા પવનની અસરથી અમદાવાદનું લઘુતમ તાપમાન એક જ દિવસમાં 7 ડિગ્રી ગગડીને 9.1 ડિગ્રીએ પહોંચી ગયો હતો. શહેરમાં ફરી એકવાર 9.1 ડિગ્રી સાથે સિઝનનો સૌથી ઠંડો દિવસ નોંધાયો છે. શનિવારે અમદાવાદનું મહત્તમ તાપમાન 24.8 અને લઘુતમ તાપમાન 15.9 ડિગ્રી નોંધાયું હતું. પરંતુ, ઠંડા પવનની અસરને કારણે રવિવારે અમદાવાદનું લઘુતમ તાપમાન 7 ડિગ્રી ગગડીને 9.1 ડિગ્રીએ પહોંચતાં વહેલી સવારથી જ ઠંડીમાં વધારો થયો હતો. આગામી ચાર-પાંચ દિવસ દરમિયાન અમદાવાદનું લઘુતમ તાપમાન 10-13 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા હોવાથી ઠંડીનું જોર યથાવત રહેશે. રાજ્યના મોટાભાગના શહેરોનું લઘુતમ તાપમાન ગગડીને 6થી 18 ડિગ્રી વચ્ચે પહોંચ્યું હતું.

રાજ્યના દરિયાકાંઠાના શહેરોને બાદ કરતાં અન્ય શહેરોમાં ઠંડીનો પારો 12 ડિગ્રીથી નીચે નોંધાયો હતો. આગામી ચાર-પાંચ દિવસ રાજ્યમાં ઠંડીનું જોર યથાવત રહેવાની વકી હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

ક્યાં કેટલી ઠંડી

નલિયા6.8
ગાંધીનગર7.3
કેશોદ8.6
અમદાવાદ9.1
અમરેલી9.2
વડોદરા9.2
વ. વિદ્યાનગર9.7
ડીસા9.8
રાજકોટ10.3
સુરેન્દ્રનગર10.5

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...