તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વેક્સિન વિવાદ:અમદાવાદમાં રસી માટે ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવ્યું અને વેક્સિન લીધા વગર જ સર્ટિફિકેટ મળી ગયું

અમદાવાદ2 મહિનો પહેલા
જિજ્ઞેશભાઈ વેક્સિન લેવા માટે પોતાના મોબાઇલ દ્વારા ઓનલાઇન સ્લોટ બુક કરાવ્યો હતો.
  • વેક્સિન ના લીધી હોવા છતાં પ્રથમ ડોઝ લીધાનો મેસેજ અને સર્ટિફિકેટ મળ્યાં

કોરોના સામે અત્યારે વેક્સિનેશન જોરશોરમાં ચાલી રહ્યું છે. સરકાર દ્વારા મફત વેક્સિનની સાથે હવે ખાનગી હોસ્પિટલ દ્વારા પણ પેઈડ વેક્સિનેશન શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે ખાનગી હોસ્પિટલમાં વેક્સિન લેવા માટે ઓનલાઈન સ્લોટ બુક કરાવ્યા બાદ આધેડ વેક્સિન લેવા ગયા, પરંતુ વેક્સિન લીધા વિના જ ઘરે આવ્યા હતા. જોકે ઘરે પહોંચતાંની સાથે જ તેમને મોબાઈલ પર વેક્સિન લીધાનો મેસેજ અને સર્ટિફિકેટ મળી ગયાં હતાં.

ફ્રી વેક્સિન મળે છે એમ સમજી સિમ્સમાં ગયા હતા
જિજ્ઞેશભાઈ વ્યાસ નિર્ણયનગર વિસ્તારમાં રહે છે. જિજ્ઞેશભાઈએ વેક્સિન લેવા માટે પોતાના મોબાઈલ દ્વારા ઓનલાઈન સ્લોટ બુક કરાવ્યો હતો. સિમ્સ હોસ્પિટલ ખાતે તેમનો વેક્સિન માટેનો સ્લોટ બુક થયો હતો. સ્લોટ પ્રમાણે તેઓ સિમ્સ હોસ્પિટલ વેક્સિન લેવા માટે પણ ગયા હતા, પરંતુ ત્યાં પેઈડ વેક્સિન આપવામાં આવી રહી હતી, પરંતુ જિજ્ઞેશભાઈને સરકાર તરફથી આપવામાં આવતી ફ્રી વેક્સિન લેવી હતી, જેથી તેઓ હોસ્પિટલમાં જાણ કરીને ઘરે પરત આવી ગયા હતા.

ફ્રી વેક્સિન હશે, જેથી હું સિમ્સ હોસ્પિટલ ગયો હતો.
ફ્રી વેક્સિન હશે, જેથી હું સિમ્સ હોસ્પિટલ ગયો હતો.

હવે વેક્સિન લેવા શું કરવું? આધેડ મૂંઝવણમાં
ઘરે આવતા જ તેમના મોબાઈલ પર તેમનું વેક્સિનેશન થઇ ગયું હોય એવો મેસેજ મળ્યો હતો અને મેસેજની લિંક ખોલતાં વેક્સિનેશનનું સર્ટિફિકેટ મળ્યું હતું, જેમાં જિજ્ઞેશભાઈનું જ નામ હતું અને વેક્સિન આપનાર ભાવિકા મોદીનું પણ નામ હતું. હકીકતમાં જિજ્ઞેશભાઈએ વેક્સિન લીધી જ નહોતી અને હવે તેમને મેસેજ મળતાં મૂંઝવણમાં મુકાયા છે. હોસ્પિટલની બેદરકારીને કારણે હવે તેમને વેક્સિન લેવી હોય તો શું કરવું એ અંગે તેઓ લોકોનો સંપર્ક કરી રહ્યા છે.

મોબાઈલ પર વેક્સિન લીધાનો મેસેજ અને સર્ટિફિકેટ મળી ગયાં હતાં.
મોબાઈલ પર વેક્સિન લીધાનો મેસેજ અને સર્ટિફિકેટ મળી ગયાં હતાં.

સિમ્સમાં ગયો તો રૂ.850 માગ્યા એટલે ઘરે આવી ગયો
જિજ્ઞેશભાઈએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે મને એમ હતું કે સરકાર દ્વારા આપવામાં આવતી ફ્રી વેક્સિન હશે, જેથી હું સિમ્સ હોસ્પિટલ ગયો હતો, પરંતુ ત્યાં જઈને જોયું તો 850 રૂપિયામાં વેક્સિન આપવામાં આવી રહી છે, જેથી મેં હોસ્પિટલને જાણ કરી અને ત્યાંથી નીકળી ગયો હતો, પરંતુ ઘરે આવતા જ મારા મોબાઈલ પર વેક્સિનનો મેસેજ અને સર્ટિફિકેટ મળ્યું હતું. હવે મારે વેક્સિન લેવી હોય તો કેવી રીતે લેવાની? એક વખત મારું સર્ટિફિકેટ મળી ગયું તો હવે મને વેક્સિન મળશે ખરા?