ડ્રગ્સના વિરોધમાં કડક કાર્યવાહી કરો:અમદાવાદ NSUIનું કોલેજમાં ડ્રગ્સ વિરોધી અભિયાન શરૂ, પોલીસ કમિશનરને પણ રજૂઆત કરી

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ NSUIએ ડ્રગ્સ વિરોધી અભિયાન શરુ કર્યું. - Divya Bhaskar
અમદાવાદ NSUIએ ડ્રગ્સ વિરોધી અભિયાન શરુ કર્યું.

ગુજરાતમાં જે પ્રકારે છેલ્લા ઘણા સમયથી હજારો કરોડોનું ડ્રગ્સ પકડાયું છે. તેને લઇને NSUIનો આક્ષેપ છે કે, કોલેજમાં ભણનારા યુવા વર્ગ ડ્રગ્સનો શિકાર બને છે. આથી કોલેજમાં ડ્રગ્સ વિરોધી અભિયાન શરૂ કર્યું છે તથા કોલેજમાં વિદ્યાર્થીઓ માટે કાઉન્સિલિંગ કમિટી બનાવવા માગણી કરી છે. તેમજ પોલીસ કમિશનરને પણ આ બાબતે રજૂઆત કરવામાં આવી છે.

કોલેજમાં જઈ NSUIએ વિદ્યાર્થીઓને જાગૃત કર્યા.
કોલેજમાં જઈ NSUIએ વિદ્યાર્થીઓને જાગૃત કર્યા.

કાઉન્સેલિંગ કમિટી બનવવા NSUIએ માગણી કરી સિલ્વર ઓક કોલેજમાં મોટી સંખ્યામાં NSUIના કાર્યકરોએ જઈને ડ્રગ્સ વિરોધી અભિયાન ચલાવ્યું હતું. કોલેજના વિદ્યાર્થીઓને ભેગા કરીને ડ્રગ્સના સેવન કરવાથી તથા નુકસાન અંગે સમજાવ્યું હતું. જે બાદ કોલેજને કાઉન્સેલિંગ કમિટી બનાવી વિદ્યાર્થીઓને જાગૃત કરવા જણાવ્યું હતું. આ ઉપરાંત NSUI દ્વારા પોલીસ કમિશનર કચેરી પહોંચીને આવેદનપત્ર આપી ડ્રગ્સના વિરોધમાં કડક કાર્યવાહી કરવા માગણી કરી હતી.

કોલેજમાં ડ્રગ્સ વિરોધી અભિયાન શરૂ કર્યું
કોલેજમાં ડ્રગ્સ વિરોધી અભિયાન શરૂ કર્યું

પાનના પાર્લર હટાવવા અલ્ટીમેટમ આપ્યું આ અંગે NSUIના નેતા કરણ મોદીએ જણાવ્યું હતું કે, અનેક કોલેજની બહાર આવેલ પાન પાર્લર પરથી યુવાઓ નાશના રવાડે ચડે છે અને બાદમાં ડ્રગ્સ સુધી પહોંચે છે. જેથી યુવાઓ નશો ના કરે તે માટે કોલેજમાં જઈને અમે અભિયાન શરૂ કર્યું છે. કોલેજને 48 કલાકનું અલ્ટીમેટ્મ આપીને કોલેજ બહારથી પાન પાર્લર દૂર કરવા જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...