તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

નવી સ્ટ્રેટેજી:અમદાવાદમાં હવે કોરોનાનાં માત્ર 2,760 જ દર્દી, બે દિવસ તાવ ન આવે તો રજા આપી હોમ આઇસોલેશન

અમદાવાદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક

લોકડાઉન ખૂલતાંની સાથે જ રાજયમાં કોરોનાનાં હોટસ્પોટ જાહેર થયેલા અમદાવાદ શહેરમાં હવે એક્ટિવ કેસોની સંખ્યા માત્ર 2,760 જ છે. એક તરફ રોજ અમદાવાદમાં કોરોનાના 200 ઉપર કેસો આવે છે પરંતુ સામે દર્દીઓને રજા આપી દેવામાં આવી રહી છે. અમદાવાદમાં નોંધાયેલા 12258 કેસોમાંથી હવે માત્ર 2760 દર્દીઓ જ એક્ટિવ છે. 

લોકડાઉન ખુલતાની સાથે જ કેસો અચાનક ઘટી ગયા 
અમદાવાદના હોટ સ્પોટ બનેલા મધ્ય ઝોન એટલે કોટ વિસ્તારમાં શહેરના સૌથી વધુ કેસો હતાં જો કે હવે ત્યાં માત્ર 329 જેટલા જ દર્દીઓ છે. એક અઠવાડિયા પહેલા 1000 ઉપર કેસ મધ્યઝોનમાં જમાલપુર, ખાડિયા, દરિયાપુર અને કાલુપુરમાં હતા. પરંતુ લોકડાઉન ખુલતાની સાથે જ કેસો અચાનક ઘટી ગયા છે અને દર્દીઓ સાજા થઈ ગયા છે. અન્ય ઝોનમાં પણ ક્રમશઃ કેસો ઘટી ગયા છે. 

બુધવારે ડિસ્ચાર્જ થયેલા 1013 દર્દીઓમાંથી 818 દર્દી તો હોમ આઇસોલેશનમાં જ છે
તાવ, ઉધરસ, શરદી અને શ્વાસ લેવામાં તકલીફ થવા જેવા લક્ષણો ધરાવતા લોકોને જ હોસ્પિટલમાં રાખવામાં આવી રહ્યાં છે. મોટાભાગના દર્દીઓને હવે ઘરે હોમ આઇસોલેશનમાં મોકલી દેવામાં આવી રહ્યાં છે. બુધવારે ડિસ્ચાર્જ થયેલા 1013 દર્દીઓમાંથી 818 દર્દીઓ તો હોમ આઇસોલેશનમાં જ છે. હવે જો પોઝિટિવ દર્દીને બે દિવસ તાવ નથી આવતો તેને દવા આપી ઘરે મોકલી દેવામાં આવે છે અને હોમ આઇસોલેશનમાં રહેવાની જ સલાહ આપવામા આવે છે. દર્દીઓને રજા આપતા પહેલા હવે કોઈ ટેસ્ટ પણ નથી કરવામાં આવતો એટલે હવે દર્દીઓને રામભરોસે છોડી દેવામાં આવી રહ્યા છે.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- લાભદાયક સમય છે. કોઇપણ કાર્ય તથા મહેનતનું સંપૂર્ણ ફળ મળશે. ફોન કોલ દ્વારા કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળવાની સંભાવના છે. માર્કેટિંગ અને મીડિયાને લગતાં કાર્યો ઉપર ધ્યાન આપો. નેગેટિવઃ- કોઇપણ પ્રક...

વધુ વાંચો