કોરોનાનો કહેર:અમદાવાદમાં હવે 221 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનઃ નવા 8 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન ઉમેરાયા, 22ને મુક્ત કરવામાં આવ્યા

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

હવે શહેરમાં કુલ 221 માઇક્રો કન્ટેનમેન્ટ વિસ્તાર થઈ ગયા છે. ગઇકાલના 235 વિસ્તારમાંથી આજે 22 વિસ્તારને માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાંથી મુક્ત કરવામાં આવ્યા છે. જ્યારે 8 નવા ઝોન ઉમેરવામાં આવ્યા છે. 8 નવા માઇક્રો કન્ટેનમેન્ટ વિસ્તારમાં સાઉથ ઝોનના 2, સાઉથ વેસ્ટ ઝોનના 2, વેસ્ટ ઝોનના 1, ઇસ્ટ ઝોનના 1, નોર્થ વેસ્ટ ઝોનના 2 વિસ્તારનો સમાવેશ થાય છે.

22 વિસ્તારને માઇક્રો કન્ટેન્ટમેન્ટ મુક્ત કર્યાં
શહેરના 22 વિસ્તારને માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાંથી મુક્ત કરવામાં આવ્યાં છે. જેમાં સાઉથ ઝોનના 10, નોર્થ વેસ્ટ ઝોનના 2, ઇસ્ટ ઝોનના 5, સેન્ટ્રલ ઝોનના 1, વેસ્ટ ઝોનના 1, સેન્ટ્રલ ઝોનના 1, નોર્થ ઝોનના 3 વિસ્તારનો સમાવેશ થાય છે.

આજે નવા 195 કેસ નોંધાયા
હાલ અમદાવાદ શહેર અને જિલ્લામાં કોરોનાના દૈનિક 170થી 180ની આસપાસ કેસ આવી રહ્યા છે. 24 કલાકમાં શહેર અને જિલ્લામાં કુલ 195 નવા કેસ નોંધાયા છે અને 3 દર્દીનાં મોત થયાં છે. જ્યારે કુલ 182 દર્દી સાજા થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 25 સપ્ટેમ્બરની સાંજથી 26 સપ્ટેમ્બરની સાંજ સુધીમાં શહેરમાં 175 અને જિલ્લામાં 20 નવા કેસ નોંધાયા છે, જ્યારે શહેરમાં 3 દર્દીનાં મોત થયાં છે. તેમજ શહેરમાં 156 અને જિલ્લામાં 26 દર્દી સાજા થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ સાથે જ શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો 36,050 થયો છે. જ્યારે 29,912 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે અને મૃત્યુઆંક 1,800 થયો છે.

અન્ય સમાચારો પણ છે...