કોરોનાનો કહેર:અમદાવાદમાં હવે 204 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનઃ નવા 15 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન ઉમેરાયા, 10ને મુક્ત કરવામાં આવ્યા

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

હવે શહેરમાં કુલ 204 માઇક્રો કન્ટેનમેન્ટ વિસ્તાર થઈ ગયા છે. ગઇકાલના 199 વિસ્તારમાંથી આજે 10 વિસ્તારને માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાંથી મુક્ત કરવામાં આવ્યા છે. જ્યારે 15 નવા ઝોન ઉમેરવામાં આવ્યા છે. 15 નવા માઇક્રો કન્ટેનમેન્ટ વિસ્તારમાં સાઉથ વેસ્ટ ઝોનના 3, નોર્થ વેસ્ટ ઝોનના 4, વેસ્ટ ઝોનના 2, ઇસ્ટ ઝોનના 1, નોર્થ ઝોનના 1, સાઉથ ઝોનના 4 વિસ્તારનો સમાવેશ થાય છે.

10 વિસ્તારને માઇક્રો કન્ટેન્ટમેન્ટ મુક્ત કર્યાં
શહેરના 10 વિસ્તારને માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાંથી મુક્ત કરવામાં આવ્યાં છે. જેમાં સાઉથ ઝોનના 5, નોર્થ ઝોનના 2, સાઉથ વેસ્ટ ઝોનના 1, નોર્થ વેસ્ટ ઝોનના 1, ઇસ્ટ ઝોનના 1 વિસ્તારનો સમાવેશ થાય છે.

શહેર-જિલ્લામાં નવા 195 કેસ નોંધાયા
હાલ અમદાવાદ શહેર અને જિલ્લામાં કોરોનાનો કહેર ફરી એકવાર વધી રહ્યો છે. છેલ્લા 4 દિવસથી કોરોનાના કેસ 200ની આસપાસ આવી રહ્યાં છે. 24 કલાકમાં શહેર અને જિલ્લામાં કુલ 195 નવા કેસ નોંધાયા છે અને 3 દર્દીનાં મોત થયાં છે. જ્યારે કુલ 236 દર્દી સાજા થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 28 સપ્ટેમ્બરની સાંજથી 29 સપ્ટેમ્બરની સાંજ સુધીમાં શહેરમાં 176 અને જિલ્લામાં 19 નવા કેસ નોંધાયા છે, જ્યારે શહેરમાં 3 દર્દીનાં મોત થયાં છે. તેમજ શહેરમાં 219 અને જિલ્લામાં 17 દર્દી સાજા થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ સાથે જ શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો 36,652 થયો છે. જ્યારે 30,560 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે અને મૃત્યુઆંક 1,809 થયો છે.

અન્ય સમાચારો પણ છે...