કોરોનાનો કહેર:અમદાવાદમાં હવે 199 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનઃ નવા 9 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન ઉમેરાયા, 18ને મુક્ત કરવામાં આવ્યા

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

હવે શહેરમાં કુલ 199 માઇક્રો કન્ટેનમેન્ટ વિસ્તાર થઈ ગયા છે. ગઇકાલના 208 વિસ્તારમાંથી આજે 18 વિસ્તારને માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાંથી મુક્ત કરવામાં આવ્યા છે. જ્યારે 9 નવા ઝોન ઉમેરવામાં આવ્યા છે. 9 નવા માઇક્રો કન્ટેનમેન્ટ વિસ્તારમાં સાઉથ વેસ્ટ ઝોનના 4, નોર્થ વેસ્ટ ઝોનના 4, વેસ્ટ ઝોનના 1 વિસ્તારનો સમાવેશ થાય છે.

20 વિસ્તારને માઇક્રો કન્ટેન્ટમેન્ટ મુક્ત કર્યાં
શહેરના 20 વિસ્તારને માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાંથી મુક્ત કરવામાં આવ્યાં છે. જેમાં સાઉથ ઝોનના 7, નોર્થ ઝોનના 2, સાઉથ વેસ્ટ ઝોનના 4, નોર્થ વેસ્ટ ઝોનના 4, વેસ્ટ ઝોનના 4, ઇસ્ટ ઝોનના 3 વિસ્તારનો સમાવેશ થાય છે.

આજે 210 નવા કેસ નોંધાયા
27 સપ્ટેમ્બરની સાંજથી 28 સપ્ટેમ્બરની સાંજ સુધીમાં શહેરમાં 180 અને જિલ્લામાં 30 નવા કેસ નોંધાયા છે, જ્યારે શહેરમાં 3 દર્દીનાં મોત થયાં છે. તેમજ શહેરમાં 195 અને જિલ્લામાં 15 દર્દી સાજા થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ સાથે જ શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો 36,457 થયો છે. જ્યારે 30,324 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે અને મૃત્યુઆંક 1,806 થયો છે.

અન્ય સમાચારો પણ છે...