અમદાવાદ નવરાત્રિ LIVE:ગોકુળ કેરી ગલીઓ પૂછે આવશો ક્યારે કાના... ગોતામાં ખુશી શાહ ખેલૈયા સાથે ગરબા ઘૂમી, નારણપુરામાં હાથમાં દીવડાં લઈ ગરબા ગાતાં ગાતાં આરતી

અમદાવાદ9 દિવસ પહેલા
ઘુમાની ઈસ્કોન ગ્રીનસિટીમાં ગરબાની રમઝટ
  • સાઉથ બોપલના આરવી 156, ગોતાની અરિસ્તો બ્લિસ, નરોડાની આરતી સોસાયટી ગરબા
  • ઘુમાની ઈસ્કોન ગ્રીનસિટી ખાતે ખેલૈયાઓ મનમૂકીને ગરબે ઘૂમ્યાં

આજે છેલ્લું નોરતું છે ત્યારે રાજ્યમાં ઠેરઠેર મા આદ્યશક્તિની આરાધનાના છેલ્લા દિવસે ભક્તો પૂજા અર્ચના કરી રહ્યા છે. તો ખેલૈયા ગરબા રમીને મા પ્રત્યેની કૃતાર્થ વ્યક્ત કરી રહ્યા છે. તેવામાં અમદાવાદ શહેરના નારણપુરા અંકુર રોડ પરની રંગ્સુજલમ સોસાયટીમાં માની આરાધના કરવા અનોખી રીતે ગરબા રમતાં રમતાં આરતી ઉતારી હતી. તો ગોતાની અરિસ્તો બ્લિસમાં એક્ટ્રેસ ખુશી શાહે ખેલૈયા સાથે ગરબાની રમઝટ બોલાવી હતી.

હાથમાં દિવડાં લઈને આરતી સાથે ગરબા
નવરાત્રિના અનેક જગ્યાએ અલગ અલગ પ્રકારે આરતી કરવામાં આવે છે, ત્યારે નારણપુરા અંકુર રોડ પર આવેલી રંગ્સુજલમ સોસાયટીમાં પણ નવરાત્રિની ભવ્ય મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. આરતીમાં મહિલાઓ અને પુરુષોએ હાથમાં દિવડાં લઈને આરતી સાથે ગરબા કર્યા હતા. ત્યારબાદ ગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

રંગ્સુજલમ સોસાયટીમાં પણ નવરાત્રિની ભવ્ય મહાઆરતી
રંગ્સુજલમ સોસાયટીમાં પણ નવરાત્રિની ભવ્ય મહાઆરતી

છેલ્લા નોરતે શહેરભરમાં ગરબા રમવાનો થનગનાટ
શહેરના વેજલપુર, સરસપુર, નારણપુરા, સાબરમતી, સેટેલાઈટ, બોપલ, સરખેજ, બાપુનગર, નરોડા, રાણીપ, ગોતા, ચાંદખેડા, બોપલ, ઘાટલોડિયા, થલતેજમાં ગરબાનાં આયોજન કરાયું હતું. સાઉથ બોપલના આરવી 156, ગોતાની અરિસ્તો બ્લિસ, નરોડાની આરતી સોસાયટી, ઘુમાની ઈસ્કોન ગ્રીનસિટી ખાતે ખેલૈયાઓ મનમૂકીને ગરબે ઘૂમ્યાં હતાં.

બુધવારે આઠમા નોરતે શેરી ગરબાની રમઝટ રહી
નવરાત્રિનું આઠમું નોરતે શહેરના નરોડા, જીવરાજ પાર્ક, શાહપુર તેમજ નવા વાસણા સહિતની સોસાયટીઓમાં શેરી ગરબાની રમઝટ બોલાઈ હતી. દેશી ગોરીઓ ટ્રેડિશનલ ડ્રેસ પહેલી સેલ્ફીની મજામાણતી જોવા મળી હતી. તો નાના બાળકો ગરબા ગ્રાઉન્ડ પર મસ્તી કરતા નજરે પડ્યા હતા. આઠમ હોવાથી અનેક જગ્યાઓ પર વિશેષ પૂજાનું પણ આયોજન કરાયું હતું. તેમજ નાસ્તો તેમજ પાણીની પણ વ્યવસ્થાઓ જોવા મળી હતી. અમદાવાદના સુરધારા સર્કલ પાસે 1000 દીવડાનો સ્વસ્તિક બનાવી અનોખી આરતી કરવામાં આવી હતી.

ગોતાની અરિસ્તો બ્લિસમાં અભિનેત્રી ખુશી શાહ સાથે ગરબાની રમઝટ
ગોતાની અરિસ્તો બ્લિસમાં અભિનેત્રી ખુશી શાહ સાથે ગરબાની રમઝટ

મંગળવારે યંગસ્ટરો ઝૂમ્યાં ગરબાના તાલે
આ વર્ષે અમદાવાદમાં અલગ જ પ્રકારની નવરાત્રિનું આયોજન કરાયું છે. પાર્ટી પ્લોટ તેમજ ક્લબો બંધ રહેતાં માત્ર શેરી ગરબાથી જ ખેલૈયાઓ નવરાત્રિની મજા માણી રહ્યા છે. ગઈકાલે નવરાત્રિનું સાતમું નોરતું હતું. હતું, જેમાં નાનાં બાળકોથી લઈને યંગસ્ટરો ગરબાના તાલે ઝૂમી રહ્યાં હતા. ઘોડાસરના સાર્થક ટેનામેન્ટમાં પણ ગરબાની રમઝટ બોલાવી હતી.

સોમવારે શેરીઓમાં જામી હતી ખેલૈયાઓની રમઝટ
સોમવારે છઠ્ઠા નોરતે ખેલૈયામાં થનગનાટ જોવા મળ્યો હતો. અમદાવાદ શહેરમાં વિવિધ સોસાયટીઓ અને ફ્લેટ ખાતે શેરી ગરબાના આયોજન કરાયા છે. ગઈકાલે મોર્ડન સ્ટાઈલથી ગરબાની રમઝટ બોલાવી રહ્યા હતા. અમદાવાદ એરપોર્ટ ખાતે શેરી ગરબાનું આયોજન કરાયું હતું. જેમાં કર્મચારીઓએ ગરબા રમ્યાં હતા. જ્યારે સાણંદના કલ્હાર બંગલો ખાતે ગરબા રમતી મહિલાઓએ ઠુમકાં પણ કર્યા હતા. દરમિયાન મર્યાદિત સંખ્યામાં શેરી ગરબાના આયોજન કરાયા હોવાથી લોકો પોતાની સોસાયટી અને ફ્લેટના કોમન પ્લોટમાં ગરબા રમી રહ્યાં હતા.

નરોડાની આરતી સોસાયટીમાં યુવતીઓ અને બાળકીઓના ગરબા
નરોડાની આરતી સોસાયટીમાં યુવતીઓ અને બાળકીઓના ગરબા

રવિવારે ગરબાની રમઝટ બોલાવી
અમદાવાદ શહેરમાં વિવિધ સોસાયટીઓમાં પણ ગરબાની ધૂમ મચી છે. શહેરના વેજલપુર વિસ્તારના સમ્યક એપાર્ટમેન્ટમાં ગરબાની સાથે સાથે ટીમલી ડાન્સ પણ ખેલૈયાઓ માણ્યા હતા. તો બીજી તરફ સેટેલાઇટ વિસ્તારમાં શરણમ-6માં પણ સ્થાનિક રહીશોએ એક વર્ષ બાદ તહેવારની ઉજવણી માટે મળેલી તકને ઝડપીને ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. બોપલ વિસ્તારમાં આવેલી હરીઓમ રેસીડેન્સીમાં ખેલૈયા ગરબા રમ્યાં હતાં. મોટેરાની સાંઈ શ્રધ્ધા રેસિડેન્સી ખાતે ગરબા કરાયા હતા. જ્યારે નિકોલની શિવપાર્ક સોસાયટીમાં ગામઠીસ્ટાઈલમાં રંગબેરંગી લાઈટિંગ વચ્ચે ખેલૈયાઓએ ગરબાની રમઝટ બોલાવી હતી.

શનિવારે બાળકોથી લઈ મોટેરા ટીમલીસ્ટાઈલ ગરબા રમ્યા
ત્રીજા અને ચોથા નોરતે અમદાવાદની વિવિધ સોસાયટીઓ, શેરીઓ અને પોળોમાં લોકોએ ઉત્સાહથી ગરબાની રમઝટ બોલાવી હતી. નવરાત્રિમાં આ વર્ષે શેરી ગરબાની જ છૂટ છે ત્યારે શહેરના વિવિધ વિસ્તારોમાં શેરી ગરબાના આયોજન કરાયા છે. જ્યાં ખેલૈયાઓ પરંપરાગત અને મોર્ડન સ્ટાઈલમાં ગરબા રમ્યાં હતાં. તો શાહીબાગ વિસ્તારમાં બાળકોથી લઈ મોટેરા ટીમલી સ્ટાઈલમાં ગરબા રમતાં જોવા મળ્યા હતા. યુવાઓમાં ટીમલી રમવાનો અનેરો ઉત્સાહ હતો. ગોદરેજ ગાર્ડન સિટી પાસે આવેલી શુભવાસ્તુ હાઈટ્સમાં પણ ખેલૈયાઓએ પરંપરાગત રીતે ગરબાની રમઝટ બોલાવી હતી.

સાઉથ બોપાલની આરવી 156માં ગરબા
સાઉથ બોપાલની આરવી 156માં ગરબા

શુક્રવારે બીજા નોરતે વિવિધ વિસ્તારોમાં ખેલૈયા ગરબા રમ્યા
સાઉથ બોપલ ઘુમા રોડ પરની ફ્લોરા એક્સોરાના ગરબાની રમઝટ બોલાવી હતી. તો નવા વાડજમાં ક્રિષ્ના ગરબા એકેડેમી ગ્રુપના એક સરખા પરિધાનોમાં મટકી સાથેના ગરબાની રમઝટ બોલાવી હતી. જ્યારે હાથીજણની ધર્મ વાટિકા ટાઉનશીપમાં શેરી ગરબામાં ખેલૈયાઓએ ગરબા રમ્યાં હતાં. શહેર જ નહીં જિલ્લામાં વિવિધ તાલુકા મથકો સહિત ગામ તળમાં નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું છે. બીજા નોરતે વિવિધ આયોજકોએ શુભ મુહૂર્તમાં મા જગદંબાનું સોસાયટી, શેરી, મહોલ્લામાં સ્થાપન કર્યું છે. બીજા નોરતે ખેલૈયાઓ મન મૂકીને રાસની રમઝટ બોલાવી હતી.

પહેલા નોરતે ખાસ ઉત્સાહ જોવા ન મળ્યો
અમદાવાદમાં નવરાત્રિ પર્વની ખેલૈયાઓ આતુરતાથી રાહ જોતાં હતા. ત્યારે બીજા નોરતે શેરી ગરબાના આયોજન થયા છે. ત્યારે શહેરની વિવિધ સોસાયટીઓ, પોળો અને શેરીઓમાં સ્થાનિકો દ્વારા મા જગદંબાની છબી, મૂર્તિની સ્થાપન કરી આરતી ઉતારી છે.