ટૂંક સમયમાં થશે ઉદ્ઘાટન:અમદાવાદનો નરોડા રેલવે ઓવરબ્રિજ મે મહિનાના અંતમાં ખુલ્લો મુકવામાં આવશે,10 દિવસમાં કામગીરી પુરી થશે

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 800 મીટર લાંબા રેલવે ઓવરબ્રિજની કામગીરી હવે લગભગ પુરી થઈ ગઈ

શહેરના પૂર્વ વિસ્તારમાં નરોડા રેલવે ઓવરબ્રિજની કામગીરી છેલ્લા ત્રણ વર્ષથી ચાલી રહી છે જે હવે પૂર્ણ થવાના આરે છે. રેલવેના ભાગની કામગીરી જે બાકી હતી તે પૂર્ણ થઈ ગઈ છે અને હવે માત્ર પાંચથી દસ ટકા જેટલું કામ બાકી છે જે દસ દિવસમાં પૂરું થઈ જતા મે મહિનાના અંતમાં રેલવે ઓવરબ્રિજનું ઉદ્ઘાટન કરવામાં આવશે. ત્રણ વર્ષથી પૂર્વ વિસ્તારના લોકો જેઓ રાજસ્થાન અને હિંમતનગર તરફ જવા માટે ફરીને જવું પડતું હતું તેઓને હવે તકલીફ દૂર થશે.

રૂ.86 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો બ્રિજ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં અનેક બ્રિજની કામગીરી કરવામાં આવી રહી છે જેમાં નરોડા રેલવે ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો છે. છેલ્લા ત્રણ વર્ષથી આ રેલવે ઓવરબ્રિજની કામગીરી ચાલી રહી હતી કોરોના ના કારણે તેમજ રેલ્વે તરફથી કેટલીક મંજૂરીઓ મોડી મળતાં રેલવેબ્રિજની કામગીરી બંધ થઈ હતી. રૂ.86 કરોડના ખર્ચે બનાવવામાં આવેલો આ 800 મીટર લાંબા રેલવે ઓવરબ્રિજની કામગીરી હવે લગભગ પુરી થઈ ગઈ છે. બ્રિજના મધ્યભાગમાં રેલવેના પોર્શનનું કામ બાકી હતું જે પૂરું થઈ ગયું છે.

લોકોની ત્રણ વર્ષ જૂની આતુરતાનો અંત આવશે
ફક્ત રેલવેબ્રિજના હિસ્સામાં ડામરનું બીસી લેયર પાથરીને માસ્ટ્રિક પદ્ધતિથી રોડ બનાવવાનું કામ બાકી રહ્યું છે. જે 10 દિવસમાં જ પૂરું કરી દેવાશે. જે બાદ રેલવે ઓવરબ્રિજ લોકોપયોગી બની શકશે તેમજ આ વિસ્તારના હજારો લોકોની ત્રણ વર્ષ જૂની આતુરતાનો અંત આવશે. રેલવે ઓવરબ્રિજના એપ્રોચ રોડનો એક છેડો નરોડા-ગેલેક્સી સિનેમા તરફ અને બીજો છેડો નરોડા જીઆઇડીસી તરફ રખાયો છે. એટલે એક્સપ્રેસ હાઇવે, નરોડા, નરોડા પાટિયાના વાહનચાલકોને હિમતનગર તેમજ રિંગ રોડ તરફ જવાની અનુકૂળતા મળી રહેશે. એક અંદાજ પ્રમાણે આ રેલવે ઓવરબ્રિજનો દરરોજ આશરે 75 હજાર વાહનચાલકો લાભ લેશે.

અન્ય સમાચારો પણ છે...