અમદાવાદ રિઝલ્ટ:વિરમગામમાં હાર્દિકનો પાટીદાર પાવર ના ચાલ્યો; નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો, 36 બેઠકમાંથી 20 ભાજપને
- 2015ની ચૂંટણીમાં અમદાવાદ જિલ્લાની નગરપાલિકાઓમાં 65.55 ટકા મતદાન થયું હતું
- 2021માં 64.90 ટકા મતદાન થતાં 0.65 ટકા ઓછું મતદાન થયું
રાજ્યની સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો છે. કોંગ્રેસના સુપડા સાફ થઈ ગયા છે. 31 જિલ્લા પંચાયતનું પરિણામ જાહેર થયું જેમાં અમદાવાદ જિલ્લા પંચાયતમાં પણ ભાજપનો ભવ્ય વિજય થયો છે. પરંતુ જિલ્લા પંચાયતમાં પ્રમુખ કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ બનશે. કારણ કે અમદાવાદ જિલ્લા પંચાયતમાં પ્રમુખ પદ મહિલા એસટી પદનું છે. ભાજપના કોઈ એસટી મહિલા ઉમેદવાર જીત્યા નથી જેને કારણે કોંગ્રેસના પારૂબેન પ્રમુખ બનશે. શાહપુર બેઠક પરથી પારૂબેન અંબારામભાઇ પઢારને 9018 મત મળ્યા હતા.
અમદાવાદ જિલ્લા પંચાયતની 34 બેઠકમાંથી 3 બેઠક બિન હરીફ થઇ હતી. 27 બેઠકો પર ભાજપનો વિજય થયો છે. માત્ર ગલસાણાં, માણકોલ, શાહપુર અને વિરોચનનગર બેઠકમાં કોંગ્રેસની જીત થઈ છે.
2015ની ચૂંટણીમાં અમદાવાદ જિલ્લા પંચાયતની 34 બેઠકમાંથી 16 ભાજપને જ્યારે કોંગ્રેસને 17 બેઠક મળી હતી. એક બેઠક બિન હરીફ રહી હતી.
અપડેટ્સ
- અમદાવાદ જિલ્લામાં 19 બેઠક પર ભાજપની અને 3 બેઠક પર કોંગ્રેસની જીત, 22 બેઠકનું પરિણામ જાહેર
- અમદાવાદ જિલ્લામાં નગરપાલિકાની 54 બેઠક પર ભાજપની જીત, તાલુકા પંચાયતમાં 61 સીટથી આગળ
- અમદાવાદ જિલ્લાની બારેજા નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો. 24 બેઠકોમાં 20 પર ભાજપ અને 4 બેઠક પર અન્યનો વિજય.
- અમદાવાદ જિલ્લામાં નગરપાલિકાની 24 બેઠક પર ભાજપની જીત, 4 અન્યના ફાળે
- અમદાવાદની તાલુકા પંચાયતમાં 55 બેઠકનું પરિણામ જાહેર, ભાજપે 35 સીટ પર કબજો જમાવ્યો, 17- કોંગ્રેસ, અપક્ષ-3
- અમદાવાદમાં 11 જિલ્લા પંચાયતમાં ભાજપની જીત: હાર્દિકના વતન વિરમગામમાં કોંગ્રેસની હાર- ભાજપની 7 સીટ પર જીત
- ધોળકા નગર પાલિકામાં વોર્ડ નંબર 1-2-3માં ભાજપની જીત
- વિરમગામ તાલુકા પંચાયતમાં 20 સીટમાંથી 7 ભાજપની
- અમદાવાદમાં 11 જિલ્લા પંચાયતમાં ભાજપની જીત
- વિરમગામ નગરપાલિકામાં વોર્ડ નં-3માં ભાજપનો 3 સીટો પર વિજય, એક સીટ પર અપક્ષની જીત
- વિરમગામ નગરપાલિકા 9 વોર્ડ અને 36 સીટો ભાજપ : 12 કોંગ્રેસ :0 અપક્ષ : 2
- વિરમગામ તાલુકા પંચાયતની ગોરૈયા બેઠક પર ભાજપનો વિજય ભાજપના બબીબેન પરમારનો વિજય વિરમગામ તાલુકા પંચાયત કુલ 20 સીટો ભાજપ : 5 કોંગ્રેસ :0 અપક્ષ : 0
- અમદાવાદ 13 તાલુકા પંચાયતનું પરિણામ જાહેર : 11 ભાજપના ફાળે, 2 કોંગ્રેસના ફાળે સાણંદમાં 4 બેઠક ભાજપ બાવાળામાં 1 ભાજપ 1 કોંગ્રેસ દસક્રોઈમાં 6 ભાજપ 1 કોંગ્રેસ
- અમદાવાદ જિલ્લા પંચાયતની ઘોડા સીટ પર પ્રથમ રાઉન્ડમાં ભાજપના ઉમેદવાર આગળ
- વિરમગામ માં મતગણતરીનો મુદ્દો, વિરમગામ તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ચાર બેઠક ની મતગણતરીમાં વિલંબ, તંત્રની બેદરકારીના કારણે મતગણતરી શરુ ના થઇ શકી
- અમદાવાદ જિલ્લો - સાણંદ તાલુકા પંચાયત નું પ્રથમ પરિણામ જાહેર, સાણંદ તાલુકા પંચાયતની ચાંગોદર સીટ ઉપર ભાજપની જીત, ભાજપના ઉમેદવાર હંસાબેન ગોપાલભાઈ વાઘેલાની જીત.
- વિરમગામ તાલુકા પંચાયતની ઘોડા બેઠક પર ભાજપની જીત, ઘોડા તાલુકા પંચાયતની બેઠકના ઉમેદવાર દુર્ગાબેન કોળી પટેલની જીત
- વિરમગામ નગરપાલિકા: ભાજપ-4, કોંગ્રેસ-0, કુલ 36 બેઠક: ભાજપે કોંગ્રેસ નો ગઢ તોડ્યો. વોર્ડ-1 ની 4 બેઠક ભાજપ જીત.
- વિરમગામ તાલુકા પંચાયતની થોરીથાંભા બેઠક પર ભાજપની જીત. થોરીથાંભા તાલુકા પંચાયતની બેઠકના ઉમેદવાર ચંદ્રાબેન કોળી પટેલનો વિજય
- ધંધુકા તાલુકા પંચાયતની આકરું બેઠકક પર કોંગ્રેસની જીત ,કોંગ્રેસના ઉમેદવાર રેખાબેન પટેલનો વિજય
- ગાંધીનગર જિલ્લા પંચાયત બેઠકમાં અમરાજીના મુવાડા-૨ બેઠક પર ભાજપના પારસબેન કિરીટસિંહ બિહોલા 10353 મતે વિજય
- અમદાવાદમાં તાલુકા પંચાયતમાં ધોલેરા 2 અને માંડલમાં 1 દસક્રોઈમાં 5 બિનહરીફ વિજેતા જાહેર થયા છે.
- દસ્ક્રોઈ તાલુકા પંચાયતની અસલાલી બેઠક પર ભાજપના રમીલાબેનનો વિજય
806 ઉમેદવારોના ભાવિ EVMમાંથી ખુલશે
અમદાવાદ જિલ્લા-તાલુકા અને નગરપાલિકાની કુલ 314માંથી 300 બેઠકો માટે ચૂંટણી યોજાઈ હતી. આ ઉપરાંત 14 બેઠકો બિનહરીફ જાહેર થઇ હતી અને 806 ઉમેદવારોનું ભાવિ આજે EVMમાંથી ખુલશે. 2015માં અમદાવાદની બોપલ-ઘુમા નગરપાલિકાની 36 બેઠકો પૈકી 34 ભાજપને મળી હતી. જ્યારે એક કોંગ્રેસને મળી હતી અને એક બિનહરીફ જાહેર થઈ હતી. ધોળકા નગરપાલિકાની 36 બેઠકો પૈકી 26 બેઠકો ભાજપ અને 9 બેઠકો કોંગ્રેસને મળી હતી. જ્યારે વિરમગામ નગરપાલિકાની 36 બેઠકો પૈકી 17 ભાજપ, 11 કોંગ્રેસ અને 3 બેઠક અપક્ષને મળી હતી. જ્યારે 5 બેઠક બિનહરીફ જાહેર થઈ હતી.