તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Ahmedabad Municipal School Board Teachers Have Done Coward Duty For 10 Months But Have Not Received Salary Yet, Now Duty Has Been Given Again

વિવાદ:અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના શિક્ષકોએ 10 મહિના કોવિડ ડ્યૂટી કરી પણ હજી વેતન મળ્યું નથી, હવે ફરી વાર ડ્યુટી અપાઈ

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ ફોટો - Divya Bhaskar
ફાઈલ ફોટો
  • ગ્રાન્ટ ના હોવાને કારણે વેતન નથી ચુકવાયું પણ આવનાર દિવસોમાં ચુકવી દેવાશે એવી સ્કૂલ બોર્ડે બાંહેધરી આપી

કોરોનાને એક વર્ષ કરતાં વધુ સમય થયો છે. આ સમય દરમિયાન પોલીસ, ડોક્ટર, સફાઈ કર્મીઓએ સેવા આપી હતી. તેમની સાથે શિક્ષણ વિભાગની પણ કોરોના કાળમાં મદદ લેવામાં આવી હતી. અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના શિક્ષકોએ 10 મહિના કોવિડ ડ્યૂટી કરી હોવા છતાં તેમને નક્કી કરવામાં આવેલુ વેતન ચૂકવવામાં આવ્યું નથી. શિક્ષકોને ફરીથી કોરોના ડ્યુટી સોંપવામાં આવી છે.

વેતન નહીં અપાતા શિક્ષકોમાં રોષ
અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના શિક્ષકોને ગત માર્ચ મહિનાથી હેલ્પ ડેસ્ક, ધનવંતરી રથ, ટેસ્ટિંગ ડોમ અને 108 ઉપર કોલિંગની કામગીરી સોંપવામાં આવી હતી. આ તમામ કામગીરી બદલ રોજના 150 રૂપિયા લેખે વેતન આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. શરુઆતના ત્રણ મહિના વેતન આપવામાં આવ્યું પરંતુ ત્યાર બાદ વેતન નહીં અપાતા શિક્ષકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

સ્કૂલ બોર્ડે વેતન આપવા બાંહેધરી આપી
અમદાવાદ મ્યુનિસિપલ શિક્ષક મંડળના પ્રમુખ મનોજ પટેલે જણાવ્યું હતું કે 13 મહિના જેટલો સમય કોરોના કાળમાં સેવા આપી છે. પરંતુ ગત જૂન મહિનાથી નક્કી કરવામાં આવેલું વેતન આપવામાં આવ્યુ નથી. ઉપરાંત હવે ફરીથી 1200 શિક્ષકોને કોરોનામાં અલગ અલગ કામગીરી માટે જવાબદારી સોંપવામાં આવી છે. સ્કૂલ બોર્ડ તરફથી ગ્રાન્ટ ના હોવાને કારણે હજુ વેતન ચૂકવવામાં આવ્યું નથી પરંતુ આવનાર દિવસોમાં વેતન ચૂકવી આપશે તેવી બાંહેધરી પણ આપવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...