તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના સામે જંગ:અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના શિક્ષકો કોરોના સામે મેદાને, માસ્ક વિના જતાં લોકોને માસ્ક પહેરવાની સમજણ આપી માસ્ક પહેરાવ્યા

અમદાવાદ6 મહિનો પહેલા
શિક્ષકો અમદાવાદમાં વિવિધ જગ્યાએ લોકોને માસ્ક પહેરાવી રહ્યા છે
  • શિક્ષકોએ 20 વિસ્તારોમાં માસ્ક પહેરવાનું અભિયાન ચલાવી રહ્યા છે

કોરોનાના કેસ વધુ રહ્યા છે જેને લઇને હાલ ઓફલાઈન શૈક્ષણિક પ્રવૃતિઓ બંધ છે, ત્યારે મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના શિક્ષકો ભેગા થયા હતા. ત્યારબાદ અલગ અલગ વિસ્તારમાં માસ્ક વિના ફરતા લોકોને માસ્ક પહેરવા અંગે સમજણ આપી હતી. એટલું જ નહીં જે લોકોએ માસ્ક નહોતા પહેર્યા તેમને માસ્ક પણ પહેરાવ્યા હતા. અલગ અલગ 20 વિસ્તારોમાં શિક્ષકો અને અધિકારીઓ દ્વારા આ અભિયાન ચલાવવામાં આવ્યું હતું.

કોરોના ગાઈડલાઈન્સ પાલન કરવા સમજ આપી
શિક્ષક લોકોને ભણાવે છે ત્યારે આજે કોરોનાના કેસ વધવા પાછળ લોકોની પણ બેદરકારી કે છે માસ્ક ના પહેરવા. સોશિયલ ડિસ્ટન્સનું પાલન ન કરવુ. ત્યારે શિક્ષકો પણ જવાબદારી સમજીને આજે રોડ પર આવ્યા હતા અને રસ્તા પર માસ્ક વિના માસ્ક જતાં લોકોને પાઠ ભણાવ્યો હતો. તેમણે માસ્ક પહેરવા તથા સોશિયલ ડિસ્ટન્સ રાખવા સલાહ આપી હતી. કેટલાક લોકોએ માસ્ક નહોતા પહેર્યા તેમને શિક્ષકો દ્વારા માસ્ક પણ પહેરાવવામાં આવ્યા હતા.

બેનર સાથે શિક્ષકો લોકોને માસ્ક પહેરવાની સમજ આપી રહ્યા છે
બેનર સાથે શિક્ષકો લોકોને માસ્ક પહેરવાની સમજ આપી રહ્યા છે

કોરોનાને નાથવા લોકો સહયોગ આપે
આ અંગે મ્યુનિ.સ્કૂલ બોર્ડના એડમિન એલ. ડી.દેસાઈએ જણાવ્યું હતું કે, મ્યુનિ.સ્કૂલ બોર્ડના શિક્ષકો દ્વારા 20 અલગ અલગ જગ્યાઓ પર એક વિતરણ અંગેનો કાર્યક્રમ યોજ્યો છે. આ કાર્યક્રમ યોજવા પાછળનો મૂળ ઉદ્દેશ કોરોનાની મહામારી નાથવાનો છે. લોકો સરકારને સહયોગ આપે તેવું અપીલ કરી હતી. ઉપરાંત લોકો વ્યવસ્થિત માસ્ક પહેરતા નથી તો માસ્ક યોગ્ય રીતે પહેરે તથા સોશિયલ ડિસ્ટન્સનું પાલન અને સેનિટાઇઝરના ઉપયોગ અંગે લોકોને સમજાવવામાં આવ્યા હતા..

રોડ પર પસાર થતાં લોકોએ માસ્ક ન પહેર્યા હોય તો તેમને શિક્ષકો માસ્ક પહેરાવે છે
રોડ પર પસાર થતાં લોકોએ માસ્ક ન પહેર્યા હોય તો તેમને શિક્ષકો માસ્ક પહેરાવે છે
અન્ય સમાચારો પણ છે...