નીતિ વિષયક નિર્ણય:અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પ્રોફેશનલ ટેક્સને લખતી સત્તા પરત મેળવવા સરકાસ સમક્ષ રજૂઆત કરશે

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાજ્ય સરકાર પાસે પ્રોફેશનલ ટેક્સને લગતી સત્તા સુપ્રત કરવા રજૂઆત કરવામાં આવશે

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આજે રેવન્યુ કમિટીની બેઠક મળી હતી.પ્રોફેશનલ ટેક્સ અંગેની માહિતી પહેલાથી મળી રહે તેના માટે કોઈપણ વ્યવસાયી સંસ્થાઓ કે વેપારીઓ બેંકમાં કરંટ ખાતુ ખોલાવે ત્યારે બેંકના KYC પુરાવામાં પ્રોફેશનલ ટેક્સનાં પ્રમાણપત્રનો ઉમેરો કરવા માટે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા તથા કેન્દ્રીય નાણાંમંત્રાલયને રજૂઆત કરવામાં આવશે. રેવન્યુ કમિટિ ચેરમેન જૈનિક વકીલે જણાવ્યું હતું કે, પ્રોફેશનલ ટેક્સની આવકમાં વધારો કરવાનાં પ્રયાસોનાં ભાગરૂપે શહેરમાં વ્યવસાય કરતી પ્રોપરાયટર ફર્મ કે પાર્ટનરશીપ ફર્મ રજીસ્ટ્રાર ઓફ કંપનીઝમાં નોંધાય છે, પરંતુ આવી કંપનીઓ પ્રોફેશનલ ટેક્સ ભરતી નથી. આથી પ્રોફેશનલ ટેક્સનો વ્યાપ વધારવા તેમજ આવી કંપનીઓને તેમાં આવરી લેવા માટે રજીસ્ટ્રાર ઓફ કંપનીઝને પણ પત્ર પાઠવીને આરઓસીમાં નોંધાયેલી કંપનીઓની વિગતો મંગાવી છે. જે મળી ગયાં બાદ પ્રોફેશનલ ટેક્સ વિભાગ તરફથી આવી કંપનીઓને પ્રોફેશનલ ટેક્સ ભરવા માટે નોટિસ પાઠવશે.

વધુમાં તેમણે જણાવ્યુ હતું કે, ઓક્ટ્રોય નાબૂદી બાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને રાજ્ય સરકારે દર મહિને ગ્રાન્ટ આપવાનો નિર્ણય કર્યો હતો, તદઉપરાંત આવકનાં ટાંચા સાધનોને ધ્યાને લઇને શહેરમાં વિવિધ વ્યવસાયીઓ પાસેથી પ્રોફેશનલ ટેક્સ ઉઘરાવવાની અને તે રકમ ખર્ચ કરવાની સત્તા આપી છે. તેમાં નીતિ વિષયક કે કોઇ નીતિ નક્કી કરવાની સત્તા આપી નથી તે સત્તા રાજ્ય સરકારનાં કરવેરા વિભાગ પાસે જ છે. તેના કારણે મ્યુનિ.પ્રોપર્ટી ટેક્સ વગેરેની જેમ પ્રોફેશનલ ટેક્સમાં વ્યાજમાફી કે અન્ય કોઇ પ્રોત્સાહક યોજના જાહેર કરી શકતી નથી. તેથી રાજય સરકાર પાસે પ્રોફેશનલ ટેક્સને લગતી સત્તા સુપ્રત કરવા રજૂઆત કરવામાં આવશે.

ડેપ્યુટી ચેરમેન પ્રદિપ દવેએ જણાવ્યું હતું કે, કોઇ પણ વેપારી અથવા વેપારી સંસ્થા બેંકમાં આ સિવાય જે વેપારીઓએ પ્રોફેશનલ ટેક્સ ભર્યો નથી અને પ્રમાણપત્ર ધરાવતા નથી તેવા વેપારી 3 વર્ષનુ સેલ્ફ ડેકલેરેશન કરી આપશે તો તેમને બીજી કોઇ પૂછપરછ કર્યા વગર ૩ વર્ષનો પ્રોફેશનલ ટેક્સ વ્યાજ સાથે વસુલ કરીને પ્રોફેશનલ ટેક્સનુ પ્રમાણપત્ર આપવામાં આવશે.

વ્હીકલ ટેક્સ ભરવાનો બાકી હોય તેઓ માટે કાલે લાસ્ટ ડેટ
શહેરમાં ઇલેકટ્રીક વાહનનો વપરાશ વધે તેમજ પ્રદુષણ ઘટે તેવા હેતુથી લકઝુરીયસ મોટરકાર વગેરેનાં લાઇફ ટાઇમ ટેક્સમાં વધારો કરવામાં આવ્યો છે. જે 1 ઓક્ટોમ્બરથી લાગુ પડશે. માટે જેમણે વ્હીકલ ટેક્સ ભરવાનો બાકી હોય તેઓ આવતીકાલ સુધીમાં ભરી દે તે જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...