તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

RTIમાં ખુલાસો:કોરોનાના ટેસ્ટ માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને 11 માસમાં 130 કરોડની કિંમતની 32 લાખ કિટ વાપરી

અમદાવાદએક મહિનો પહેલા
 • કૉપી લિંક
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ફાઇલ તસવીર. - Divya Bhaskar
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ફાઇલ તસવીર.
 • સરકારે નક્કી કરેલી કંપની ઉપરાંત બે ખાનગી કંપની પાસેથી ખરીદી કરી હોવાનો RTIમાં ખુલાસો

શહેરને કોરોનાથી બચાવવા માટે સ્ટેન્ડિંગ કમિટીએ આપેલી સત્તા બાદ મ્યુનિ. કમિશનર દ્વારા ફેબ્રુઆરી 2020થી 15 ડિસેમ્બર 2020 સુધીમાં કોરોનાના ટેસ્ટ માટે 34 લાખ એન્ટિજન ટેસ્ટ કિટની ખરીદી કરાઈ છે. આ માટે 130.31 કરોડનો ખર્ચ કરાયો છે. માત્ર 10 લાખ કિટ જ સરકારે નક્કી કરેલા પોર્ટલ પરથી ખરીદાઈ હતી. બાકીની 24 લાખ કિટ સ્ટેન્ડિંગ કમિટીએ આપેલી સત્તાના આધારે કમિશનર દ્વારા ખરીદાઈ હતી. ડિસેમ્બર સુધીમાં તો મ્યુનિ.એ 32 લાખ કિટનો ઉપયોગ કર્યો હતો, એટલે કે શહેરની વસતીના 50 ટકાથી વધારે નાગરિકોનો ટેસ્ટ થયો હોવાનું કહી શકાય.

આરટીઆઈ એક્ટિવિસ્ટ અંકુર સાગરે કરેલી આરટીઆઇમાં કેટલીક હકીકતો બહાર આવી છે. મ્યુનિ. કમિશનરને સ્ટેન્ડિંગ કમિટીએ ગત 19મી માર્ચ 2020ના રોજ એવી સત્તા આપવામાં આવી હતીકે, હવે સ્ટેન્ડિંગ કમિટીના તમામ નિર્ણય કમિશનર લઇ શકે છે. સ્ટેન્ડિંગ કમિટીએ કરેલા આ ઠરાવને અનુસંધાને મ્યુનિ. કમિશનર દ્વારા 24 લાખ કિટની ખરીદી કરવામાં આવી હતી. જ્યારે 10 લાખ કિટની ખરીદી જેમ પોર્ટલ પરથી કરવામાં આવી હતી.

એક કંપની પાસેથી રૂ.378માં તો બીજી કંપની પાસેથી 459માં કિટ ખરીદાઇ
કોરોના કાળમાં મ્યુનિ. તંત્ર દ્વારા એસડી બાયોસેન્સર હેલ્થકેર પાસેથી ખરીદેલી કીટ પ્રતિનંગ રૂ. 378.52માં પડી હતી. માય લેબ ડીસ્કવરી સોલ્યુશન પાસેથી ખરીદેલી કિટમાં પ્રતિ કીટ રૂ. 459.20 માં પડી છે. જે ધ્યાને લેતાં એક કંપની પાસેથી ખરીદેલી કિટ કરતાં બીજી કંપની પાસેથી ખરીદેલી કીટમાં રૂ. 80.62 વધારે ચૂકવવામાં આવ્યા છે.

નવા 52 કેસ, 1 મોત, 5883ને રસી અપાઈ
શહેરમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 52 કેસ નોંધાયા છે. જ્યારે 1 દર્દીનું મોત થયું છે. 155 દર્દી સાજા થતાં હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. બુધવારે 83 કેન્દ્રો પર ડોક્ટર, પેરામેડિકલ સ્ટાફ, પોલીસ કર્મચારીઓ સહિત 5883ને રસી અપાઈ હતી. મ્યુનિ.ના સિટી ઇજનેર હરપાલસિંહ ઝાલા, હિતેશ કોન્ટ્રાક્ટર અને એડિશનલ સિટી ઇજનેર ફાલ્ગુન મિસ્ત્રીએ પણ કોરોનાની રસી લીધી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો