મંજૂરી:અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન 99 વર્ષના ભાડાપટ્ટે કોમર્શિયલ મિલકતો આપશે, AMCની આવકમાં 500 કરોડનો ઉમેરો થવાની શક્યતા

અમદાવાદએક વર્ષ પહેલા
 • કૉપી લિંક

મ્યુનિસિપલ કોર્પોરેશનને નિર્વાસિતોને કે અન્યોને ભાડે આપેલી કોમર્શિયલ મિલકતો,જે-તે ભાડુઆતને જ 99 વર્ષના ભાડા પટ્ટે આપવાનો નિર્ણય જે રાજ્ય સરકારે લીધો હતી તેને આજે મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગમાં મંજૂર કરી દીધો છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અમુલ ભટ્ટે જણાવ્યું હતું કે શહેરમાં 10 હજારથી વધારે મિલકતો ભાડુઆતને 99 વર્ષના ભાડા પટ્ટે આ મિલકતો આપવાનો સ્ટેન્ડિંગ ઠરાવ મંજુર થયો છે. અને તેમના પાસેથી જંત્રીની નિશ્ચિત રકમ ઉઘરાવતા મ્યુનિ.ની આવકમાં 500 કરોડનો ઉમેરો થવાની શક્યતા છે.

મ્યુનિ.એ રાજ્ય સરકાર સમક્ષ ભાડુઆતની મિલકતોને સંબંધિત ભાડુઆતને સોંપી દેવા માટે એક ચોક્કસ નિયમ બનાવવા 2013માં એક ઠરાવ કરીને મોકલ્યો હતો. જે બાબતે ચોક્કસ નિર્દેશ આપ્યા બાદ મ્યુનિ.એ નિયત ફોર્મેટ નક્કી કરી આવા ભાડુઆતને 99 વર્ષના ભાડા પટ્ટે મિલકત આપી દેવા માટેનો એક ઠરાવ સ્ટેન્ડિંગ કમિટીમાં રજૂ કરવામાં આવ્યો હતો જેને આજે કમિટીએ મંજુર કરી દીધો છે.

શહેરમાં 6 ઝોનમાં નિર્વાસિતોને અપાયેલી આવી કોમર્શિયલ મિલકતો 4835 જેટલી છે, જ્યારે અન્ય નાગરિકોને આપેલી મિલકતોની ગણતરી કરીએ તો 10 હજાર જેટલી મિલકતો થવા જાય છે. હાલમાં કેટલીક મિલકતો જે ભાડુઆતો પાસે છે તેનો ટેક્સ ભાડુઆતો ભરતા નથી. અથવા તો જે તે સમયે ભાડામાં જ ટેક્સની રકમ સમાવેશ થઇ જતી હોવાનું જણાવવામાં આવ્યું હોવાથી હવે ભાડુ વસુલી શકાતું નથી. પરંતુ જો આ રીતે 99 વર્ષના ભાડા પટ્ટે આપી દેવામાં આવે તો તે મિલકતોનું ભાડુ પણ કોર્પોરેશનને મળશે.

જો કોમર્શિયલ મિલકતના માલિક દ્વારા 99 વર્ષના ભાડા પટ્ટે મિલકત ખરીદવા માટે જો કોઇ ભાડુઆત તૈયારી નહી દર્શાવે તો હવે તેને પ્રવર્તમાન જંત્રીના 15 ટકા લેખે ભાડું ચૂકવવાનું રહેશે. હાલ આવી મિલકતોનું ભાડુ રૂ. 5 થી લઇને રૂ. 15000 ચાલતું હોય છે. એટલે કે બે વર્ષનું ભાડું સામૂહિક ભરી દો. મિલકત 99 વર્ષ માટે તમારી માલિકીની બની જાય છે, તેમજ જો ભાડું ન ભરે તો તેમની પાસેથી તે રકમ પર 12 ટકા વ્યાજ વસુલાશે.

આ માર્કેટમાં મ્યુનિ.ના ભાડૂઆતો છે

 • સીજી રોડ મ્યુનિ.માર્કેટ
 • મ્યુનિ. ઉસ્માનપુરા, ઔડા
 • ફિશ માર્કેટ, મિરઝાપુર
 • મટન માર્કેટ, મિરઝાપુર
 • લાટી બજાર, જમાલપુર
 • દિલ્હી દરવાજા
 • ફટાકડા માર્કેટ,પ્રેમદરવાજા
 • સુવિધા કોમ્પ્લેક્સ, પરિમલ અડંર પાસ
 • કર્ણાવતી પગરખાં બજાર
 • મ્યુનિ. પાસેની મિલકતો

ઝોન પ્રમાણે મિલકતો

ઉત્તર917
દક્ષિણ511
પૂર્વ194
પશ્ચિમ303
ઉત્તર પશ્ચિમ1
દક્ષિણ પશ્ચિમ0
મધ્ય ઝોન2909
કુલ4835
અન્ય સમાચારો પણ છે...