પે એન્ડ પાર્ક:અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને 37 સ્થળે પાર્કિંગ માટે ટેન્ડર મગાવ્યા, માંડ 13 કોન્ટ્રાક્ટરે રસ દાખવ્યો

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • કોન્ટ્રાક્ટથી મ્યુનિ.ને વર્ષે 1 કરોડ મળે છે

શહેરમાં એક તરફ જાહેર રસ્તાઓ પર ઓફ રોડ અને ઓન રોડ પાર્કિંગની પોલિસી લાગુ કરવા માટે મ્યુનિ. તંત્ર એક તરફ આગળ વધી રહ્યું છે, ત્યારે મ્યુનિ. દ્વારા 37 જેટલા સ્થળો પર પાર્કિંગના ચાર્જ વસૂલવા સાથેનો કોન્ટ્રાક્ટ આપવા માટે જાહેરખબર આપી હતી. જોકે માત્ર 13 સ્થળે જ પાર્કિંગ પ્લોટ પર કોન્ટ્રાક્ટ રાખ‌વા માટે કોન્ટ્રાક્ટર દ્વારા રસ દાખવવામાં આવ્યો હતો. જ્યારે બાકીની 24 જગ્યાઓ પર કોઇ કોન્ટ્રાક્ટરે ટેન્ડર ભરવાની પણ તસ્દી લીદી નથી. મ્યુનિ. દ્વારા 13 જગ્યા પર પાર્કિંગના કોન્ટ્રાક્ટ આપતાં આ કોન્ટ્રાક્ટથી મ્યુનિ.ને વાર્ષિક રૂ. 1 કરોડ જેટલી આવક થશે.

હાલ શહેરના બ્રિજ નીચે તેમજ અન્ય કેટલાક પ્લોટમાં પાર્કિંગ માટે મ્યુનિ. રસ ધરાવતા કોન્ટ્રાક્ટર પાસે ટેન્ડર મગાવ્યા હતા. જોકે 13 જેટલા સ્પોટ પર જ કોન્ટ્રાક્ટર દ્વારા રસ દાખવવામાં આ‌વ્યો છે. જોકે તેમાં પણ 2 સ્થળે પર તો સિંગલ ટેન્ડર આવ્યું હતું. આ કોન્ટ્રાક્ટરને 3 વર્ષ માટે કોન્ટ્રાક્ટ આપવાનો નિર્ણય મ્યુનિ. સ્ટેન્ડિંગ કમિટીમાં કરવામાં આવ્યો છે.

મ્યુનિ.એ વાર્ષિક ભાડું નક્કી કરતાં સૌથી વધુ રકમ બાપુનગર ફ્લાયઓવર નીચે શ્યામશિખર ચાર રસ્તાતી મેમ્કો સુધીની જગ્યાના 15 લાખનું ટેન્ડર પાસ થયું છે. જે બાદ શિવરંજની બ્રિજના રૂ. 14.85 લાખનું ટેન્ડર પાસ થયું છે. જ્યારે સૌથી ઓછી કિંમત સીટીએમ બ્રિજની ઉપજી છે.

આ 13 સ્થળ માટે જ ટેન્ડર ભરાયાં

સ્થળવાર્ષિક આવક
ઝુલેલાલ ઓપન એર થિયેટરની બાજુમાં, કાંકરિયા1.8
વટવા ઇસનપુર ઓવરબ્રિજ બંને બાજુ6.75
સાયન્સ સિટી પાણીની ટાંકીની બાજુમાં, ગોતા9.4
ઇન્કમટેક્સ ઓવરબ્રિજ, વિદ્યાપીઠ પાસે10.75
ઇન્કમટેક્સ ફ્લાયઓવર7.75
ઠક્કરબાપાનગર બ્રિજ5.6
બાપુનગર ફ્લાયઓવર શ્યામશિખર ,મેમ્કો15
બાપુનગર ફ્લાયઓવર શ્યામશિખર ચાર રસ્તા7.95
સીટીએમ બ્રિજ1.85
ઇસનપુર બ્રિજ2.44
સીટીએમ ક્રોસ રોડ પાસે2.15
સીટીએમ બ્રીજ, હાટકેશ્વર સર્કલથી હાઇવે તરફ7
શિવરંજની ઓવરબ્રીજ14.85

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...