• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Ahmedabad Municipal Corporation Found Only 185 People Walking On The Road At Night From All Over The City, Only 10 People Were Found In The Eastern Area.

AMC ડ્રાઇવ:અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને આખા શહેરમાંથી રાતે રોડ પર સુતેલા માત્ર 185 લોકો જ મળ્યા, પૂર્વ વિસ્તારમાં ખાલી 10 લોકો જ મળ્યા

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શહેરમાં રેલવે સ્ટેશન, એસટી બસ સ્ટેન્ડ, બ્રિજની નીચે, ફૂટપાથ તેમજ જાહેર જગ્યાઓમાં સુતા લોકો નાઈટ શેલટર હોમમાં ખસેડવા ડ્રાઇવ યોજી

અમદાવાદ શહેરમાં રેલવે સ્ટેશન, એસટી બસ સ્ટેન્ડ, બ્રિજની નીચે, ફૂટપાથ તેમજ જાહેર જગ્યાઓમાં ગરીબ અને ઘરવિહોણા લોકો રહે છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આવા ઘરવિહોણા લોકો માટે નાઈટ શેલટર હોમ બનાવવામાં આવ્યા છે પરંતુ આવા શેલટર હોમમાં અસામાજિક તત્ત્વો કબ્જો જમાવે છે જેથી ત્યાં જતા લોકો ડરે છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના યુસીડી વિભાગે આવા ઘરવિહોણા લોકોને આશ્રય મળે તેના માટે આખા શહેરમાં રાત્રિ દરમિયાન ફરી ફૂટપાથ, બ્રિજ નીચે અથવા જાહેર જગ્યાઓ પર રહેતા લોકોને શોધવા ડ્રાઇવ કરી હતી. આખા શહેરમાં 5000થી વધુ લોકો રેલવે સ્ટેશન, એસટી બસ સ્ટેન્ડ, ફુટપાથ કે બ્રિજ નીચે રહેતા હશે. જોકે કોર્પોરેશનને ડ્રાઇવ દરમ્યાન રાતે શહેરમાંથી માત્ર 185 લોકો જ ઘર વિહોણા મળી આવ્યા હતા. આશ્ચર્યની વાત તો એ છે કે શહેરના પૂર્વ વિસ્તારમાંથી સૌથી ઓછા 10 જેટલા લોકો જ ઘર વિહોણા મળી આવ્યા છે.

27 આશ્રય ગૃહોમાં કુલ 185 લોકોને આશ્રય આપ્યો
મ્યુનિસિપલ કોર્પોરેશનના યુસીડી વિભાગે શહેરમાં રેલવે સ્ટેશન, એસટી બસ સ્ટેન્ડ, બ્રિજની નીચે, ફૂટપાથ તેમજ જાહેર જગ્યાઓમાં રહેતા લોકોને શોધી તેમને નાઈટ શેલટર હોમમાં રહેવા માટે સમજાવી ત્યાં રાખવા માટે 4 ઓક્ટોમ્બર, 6 ઓક્ટોમ્બર અને 10 ઓક્ટોમ્બરના રોજ મેગા ડ્રાઈવનું આયોજન કર્યું હતું. 4 ઓક્ટોમ્બરના રોજ યોજાયેલી મેગા ડ્રાઇવ દરમિયાન આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર, યુસીડી વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓએ AMTS બસ અને દબાણની ગાડીઓને સાથે રાખી જુદી જુદી NGO સંચાલિત 27 આશ્રય ગૃહોમાં કુલ 185 લોકોને આશ્રય આપ્યો હતો.

આખા શહેરમાંથી માત્ર 185 લોકો જ રોડ પર સુવે છે?
128 પુરુષ, 32 સ્ત્રીઓ અને 25 બાળકોનો સમાવેશ થાય છે. આખા શહેરમાંથી માત્ર 185 લોકો જ રોડ પર સુવે છે ?? કોર્પોરેશના યુસીડી વિભાગ દ્વારા જો એસજી હાઇવે પર સોલાથી સરખેજ સુધી પણ તપાસ કરવામાં આવે તો ઓછામાં ઓછા 50 લોકો રોડ પર સુતેલા મળી આવે તેમ છે.

અન્ય સમાચારો પણ છે...