તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમદાવાદ રિઝલ્ટ:તમામ 192 બેઠકના પરિણામ જાણો અને શેર કરો, ઇતિહાસમાં પહેલી વાર BJPને 159 સીટ, કોંગ્રેસ 50માંથી 25 પર, ઓવૈસીને 7 મળી

અમદાવાદ6 દિવસ પહેલા
જમાલપુર વોર્ડના AIMIMના ઉમેદવારો જીત બાદ ખુશખુશાલ - Divya Bhaskar
જમાલપુર વોર્ડના AIMIMના ઉમેદવારો જીત બાદ ખુશખુશાલ
  • 48માંથી 38 વોર્ડમાં ભાજપ, ચારમાં કોંગ્રેસ, 1માં ઓવૈસીની પાર્ટી જીતી
  • ચાંદખેડા, અમરાઈવાડી, મકતમપુરા, લાંભામાં ભાજપ-કોંગ્રેસની પેનલ તૂટી
  • વસ્ત્રાલમાં ભાજપના અનિરુદ્ધસિંહ સૌથી વધુ 35142 મત મેળવી જીત્યા

તમારા વોર્ડનું રિઝલ્ટ જોવા અહીં નીચે સ્ક્રોલ કરતા જાવ. તમે રિઝલ્ટને શેર પણ કરી શકશો. અમદાવાદ મ્યુનિ.ની ચૂંટણીના ઈતિહાસમાં ભાજપે સૌથી વધુ 159 બેઠકો જીતવાનો નવો રેકોર્ડ બનાવ્યો છે. 1987માં ભાજપે પહેલીવાર મ્યુનિ.માં સત્તા સંભાળ્યા પછી અત્યાર સુધીની આ સૌથી મોટી જીત છે. ભાજપે નવા માપદંડ લાવી 100થી વધુ સિનિયર નેતાઓની ટિકિટ કાપી હોવા છતાં પ્રચંડ બહુમતીથી વિજય થયો છે. ઓવૈસીના પક્ષે 7 બેઠક જીતી લઈ ખાતું ખોલાવ્યું છે. જોકે, ‘આપ’ને એકપણ સીટ મળી નથી. અન્ય રસપ્રદ બાબત એ છે કે, 192માંથી માત્ર એક અપક્ષ લાંભા વોર્ડમાંથી ચૂંટાયો છે. 48 વોર્ડમાંથી 38 વોર્ડમાં ભાજપની આખેઆખી પેનલનો વિજય છે. નારણપુરામાં એક ભાજપ એક બેઠક બિનહરીફ જીત્યો છે. જ્યારે ચાર વોર્ડમાં કોંગ્રેસ અને એક વોર્ડમાં એઆઈએમઆઈએમની પેનલનો વિજય છે. ચાંદખેડા, અમરાઈવાડી, ઇન્ડિયા કોલોની, લાંભા અને મકતમપુરામાં ભાજપ, કોંગ્રેસની પેનલ તૂટી છે. સૌથી વધુ મત વસ્ત્રાલના 3 ઉમેદવારને મળ્યા છે, જેમાં અનિરુદ્ધસિંહ ઝાલાને 35142, ગીતાબેન પટેલને 33328 અને ચંદ્રિકા પટેલને 33260 વોટ મળ્યા છે.

વેજલપુરમણિનગરનારણપુરાભાઈપુરાપાલડીબાપુનગરસરદારનગરસૈજપુરબોધાખોખરાનવરંગપુરાજોધપુરથલતેજવસ્ત્રાલમાંભાજપનીપેનલજીતીદાણીલીમડાદરિયાપુરવોર્ડમાંકોંગ્રેસનીપેનલજીતીકેજરીવાલનીઅમદાવાદનીજનતાએએન્ટ્રીથવાદીધી
વેજલપુરમણિનગરનારણપુરાભાઈપુરાપાલડીબાપુનગરસરદારનગરસૈજપુરબોધાખોખરાનવરંગપુરાજોધપુરથલતેજવસ્ત્રાલમાંભાજપનીપેનલજીતીદાણીલીમડાદરિયાપુરવોર્ડમાંકોંગ્રેસનીપેનલજીતીકેજરીવાલનીઅમદાવાદનીજનતાએએન્ટ્રીથવાદીધી

નવા ચૂંટાયેલા કોર્પોરેટરોને પાટીલની ટકોર, જીત્યા છો એટલે જનતાને ભૂલી ન જતાં, નહિ તો અમે ધ્યાનમાં રાખીશું
ભાજપના જંગી વિજય પછી ખાનપુર કાર્યાલય ખાતે ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ અને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જાહેર સભા સંબોધી હતી,જેમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો ઊમટી પડ્યાહતા. સભામાં પાટીલે પક્ષના નવા ચૂંટાયેલા તમામ કોર્પોરેટરોને ટકોર કરી હતી કે, ‘તમે જીત્યા છો એટલે જનતાને ભૂલી ન જતા.’ અહીં સભા પૂરી થયા બાદ સી. આર. પાટીલ સુરત પહોંચ્યા હતા અને ત્યાં પણ તેમણે વિજય સરઘસ કાઢી જાહેરસભા સંબોધી હતી.

કોંગ્રેસના ગઢમાં ગાબડાં પાડી ઓવૈસીએ 7 બેઠક આંચકી
અમદાવાદમાં પહેલી વખત ઓવૈસીની એઆઈએમઆઈએમએ મ્યુનિ.ની ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું. જમાલપુર, ખાડિયા, બહેરામપુરા, ગોમતીપુર, દરિયાપુર અને મક્તમપુરા એમ કુલ 6 વોર્ડમાં 21 ઉમેદવારો મેદાનમાં હતા. જેમાંથી જમાલપુરમાં આખે આખી ઓવૈસીની પેનલનો વિજય થયો હતો. જ્યારે મક્તમપુરામાં પણ ત્રણ બેઠકો ઓવૈસીએ હાંસલ કરી હતી. બહેરામપુરા અને ગોમતીપુરમાં પણ છેલ્લે સુધી ઓવૈસી અને કોંગ્રેસ વચ્ચે રસાકસી સર્જાઈ હતી. જો કે, અહીં કોંગ્રેસનો વિજય થયો હતો. જમાલપુર બેઠકમાં કોંગી ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા હોવા છતાં કોંગ્રેસમાં રહી ચૂકેલા અને ઓવૈસી પ્રદેશ પ્રમુખ સાબીર કાબલીવાલાએ સાત બેઠક પર ઓવૈસીની પાર્ટીના ઉમેદવારોને એકલા હાથે જીતાડ્યા હતા. જો કે, ખાડિયા વોર્ડમાં પણ ઓવૈસીએ કોંગ્રેસનું ગણિત બગાડ્યું નાખ્યું હતું. જેના કારણે ભાજપની જીત થઈ હતી. જમાલપુરમાં જીતેલા તમામ ઉમેદવાર અગાઉ કોંગ્રેસમાંથી ચૂંટાયેલા હતા.

સીમાંકનથી બદલાયેલા ચિત્રે સીટોમાં નોંધપાત્ર વધારો કર્યો
ભાજપે ગઈ ચૂંટણીની તુલનામાં આ વખતે એકપણ મુસ્લિમ ઉમેદવારને ટિકિટ આપી ન હતી. માત્ર હિન્દુત્વ એજન્ડા પર ફોક્સ કરવા આ નિર્ણય લેવાયો હતો. બીજી તરફ મોટાભાગના સિનિયરોની પણ ટિકિટ કાપી હતી. જેને કારણે સિનિયરો પણ ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યા ન હતા. છતાં પણ ભાજપે 159 બેઠકો હાંસલ કરી હતી. ચૂંટણી પહેલાં સીમાંકનમાં ફેરફાર કરવામાં આવ્યો હતો જેમાં કોંગ્રેસ જીતી શકે તેવા ઈન્ડિયા કોલોની, સૈજપુર, બાપુનગર, સરસપુર-રખિયાલ સહિતના વોર્ડની સોસાયટીઓ અન્ય વોર્ડમાં ભેળવી દીધી હતી. જેનું પરિણામ પણ ભાજપને ફાયદો કરાવી ગયું. આ ઉપરાંત 2015માં પાટીદાર આંદોલનની અસરથી ભાજપને કેટલીક બેઠકો ગુમાવવી પડી હતી જે આ વખતે ભાજપને ફાળે ગઈ છે. જો કે, ભાજપે દરિયાપુર વોર્ડની બેઠકો મેળવવા માટે ખૂબ જ મહેનત કરી હતી. પ્રદેશ પ્રમુખે પણ અહીં સભા કરી હોવા છતાં આ બેઠક કોંગ્રેસે જીતી હતી.

યાદવાસ્થળીથી તૂટેલી કોંગ્રેસ ઓવૈસી ફેક્ટરથી સાવ તળિયે
કોંગ્રેસમાં ટિકિટો ફાળવી તે પહેલાંથી જ આંતરિક ખટરાગ શરૂ થઈ ગયા હતા. મ્યુનિ.ના પૂર્વ વિપક્ષી નેતાને પણ તેમની ઈન્ડિયા કોલોનીની બેઠક બદલીને ચાંદખેડાથી ચૂંટણી લડ્યા હતા અને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. અસંતોષને કારણે પક્ષે મેન્ડેટ પણ છાનામાના અને રાતોરાત આપવા પડ્યા હતા. 2015ની ચૂંટણીમાં પાટીદારોના આંદોલનને કારણે કોંગ્રેસને બાપુનગર સહિતના વોર્ડમાં ફાયદો થયો હતો. જો કે, આ વખતે આવો કોઈપણ મુદ્દો ન હોવાને કારણે કોંગ્રેસની બેઠકમાં 2015 કરતાં ઘટાડો થયો છે. બીજી તરફ કોંગ્રેસની વોટબેંક ગણાતા મુસ્લિમ વિસ્તારોમાં ઓવૈસીનું પરિબળ પણ નડી ગયું હતું. જેને કારણે જમાલપુર, મક્તમપુરા જેવા વોર્ડમાં કોંગ્રેસને 7 બેઠકો ગુમાવવાનો વારો આવ્યો છે. જો કે, દરિયાપુર, ગોમતીપુર, બહેરામપુરા, દાણીલીમડા સહિતની બેઠકો કોંગ્રેસે જાળવી રાખી હતી. પરંતુ પશ્ચિમમાં મક્તમપુરા-ચાંદખેડાને બાદ કરતાં એકપણ વોર્ડમાં કોંગ્રેસે જીતી શકી નથી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

વધુ વાંચો