AMCનું સોર્સ સેગ્રિગેશન અભિયાન:સૂકો અને ભીનો કચરો અલગ આપવા મ્યુનિસિપલ કમિશનરની અપીલ, 19,000થી વધુ કર્મીઓ અભિયાનમાં જોડાશે

અમદાવાદએક મહિનો પહેલા

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ડોર ટુ ડોર લેવામાં આવતા કચરામાં નાગરિકો દ્વારા સૂકો અને ભીનો કચરો અલગ આપે તેના માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સોર્સ સેગ્રિગેશન અભિયાન (ટ્રિગર ઇવેન્ટ) આજથી ત્રણ દિવસ માટે હાથ ધરવામાં આવનાર છે. સૂકો અને ભીનો કચરો અલગ આપવા માટે લોકો જાગૃત થાય તેના ભાગરૂપે આજે સવારથી મ્યુનિસિપલ કમિશનર એમ. થેંન્નારેસન સહિત ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરો, AMCના વેસ્ટ મેનેજમેન્ટ સહિતના વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા શહેરના બાગ બગીચા અને જાહેર સ્થળો, શાકભાજી વેચનારાઓ અને પાથરણાવાળાઓને સૂકો અને ભીનો કચરો અલગ આપવા માટે થઈ અને સમજ આપવામાં આવી હતી.

10,000થી વધુ લોકોને પત્રિકાનું વિતરણ
મ્યુનિસિપલ સ્કૂલના બાળકો દ્વારા પણ વિવિધ પેમ્પલેટો અને ઢોલ નગારા સાથે સૂકો અને ભીનો કચરો ટુ ડોર લેવા આવતી ગાડીમાં જ આપવામાં આવે તે રીતે લોકોને સમજ આપવામાં આવી હતી. કાંકરીયા, લો ગાર્ડન સહિતના જાહેર સ્થળોએ પણ આજે સવારથી જ 10,000થી વધુ લોકોને આવી પત્રિકાઓનું વિતરણ કરી સૂકા અને ભીના કચરાને અલગ આપવાની સમજ આપવામાં આવી હતી. આજથી 12 જાન્યુઆરી સુધી કોર્પોરેશનના 19,000થી વધુ કર્મચારીઓ અને અધિકારીઓ દ્વારા લોકોને ઘરે ઘરે જઈ અને સ્થળો ઉપર પણ માહિતી આપવામાં આવશે.

અભિયાન 7 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી ચાલશે
સવારે સાત વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી તમામ જગ્યાએ આ કામગીરી કરવામાં આવશે. શહેરમાં આવેલી હોટલો અને રેસ્ટોરન્ટ, સોસાયટીઓને ફ્લેટોમાં લોકો સાથે ચર્ચા કરી અને અધિકારીઓ દ્વારા જે પણ કચરો સફાઈ કર્મચારીઓ લેવા આવે છે. તેમાં સૂકો અને ભીનો કચરો અલગ આપવામાં આવે તે વિશે સમજણ આપવામાં આવશે. સૂકા અને ભીના કચરા માટે અલગ અલગ ડસ્ટબિન રાખવામાં આવે તેની પણ જાણકારી આપવામાં આવશે.

કેવી રીતે અભિયાન હાથ ધરાશે

 • રિવરફ્રન્ટનાં ગાર્ડનોમાં સૂકા-ભીના કચરાને અલગ-અલગ એકત્ર કરવા માટેનાં ડસ્ટબીન ટેબ્લો મુકવા. (હાલ ફલાવર શો માં મુકયા છે.)
 • પ્રોજેક્ટ વિસ્તારમાં સેગ્રિગેશન બાબતે નાગરીકોમાં જન-જાગૃતિ આવે તે હેતુસર ગાર્ડનના મુખ્ય ગેટ પાસે, ઇવેન્ટ ગ્રાઉન્ડ, ટોઇલેટ બ્લોક, પબ્લીકની અવર-જવર વધારે રહેતી હોઇ તેવી વિવિધ જગ્યાઓ, સરદારબ્રીજ સાયકલીંગ પોઇન્ટ, ગુજરી બજાર વિગેરેમાં બેનર્સ લગાવશે.
 • રિવરફ્રન્ટની અને અટલ બ્રીજની પી.એ.સિસ્ટમોમાં સેગ્રિગેશનની સમજૂતી આપતી ઓડીયો ક્લીપ વગાડાશે.
 • તમામ બોટીંગ ઓપરેટર્સ ત્થા અન્ય કોન્ટ્રાક્ટરો સાથે કચરાના સેગ્રિગેશન બાબતે મીટીંગ કરવી અને તેઓના તાબા હેઠળ કામગીરી કરતા કર્મચારીઓને કચરાના સેગ્રિગેશન કરવા માટે માહિતગાર કરીને કામગીરીનો અમલ કરાશે.
 • તમામ ફુડ કોર્ટ અને દુકાનોમાં વાદળી અને લીલા કલરના ડસ્ટબીન ફરજીયાતપણે રાખવા તેમજ કચરાનું સેગ્રીગેશન થાય તેનું પાલન કરાવશે. સૂકા કચરાને કબાડીવાળાને આપવાની વ્યવસ્થા ગોઠવવી.
 • ગુજરી બજારમાં આશરે 1200 જેટલા થડા(વેપારીઓ)ના સંચાલકોને સેગ્રિગેશન કરવા માટે જરૂરી માર્ગદર્શન મળી રહે તે માટેના પેમ્ફલેટસનું વિતરણ કરાશે.
 • ગુજરી બજાર ખાતે દર રવિવારે આશરે 1000 જેટલા ગ્રાહકો ખરીદી કરવા આવતા હોઇ ગુજરી બજારના એસોસીએશનના કર્મચારીઓ અને ગુજરી બજારના વેપારીઓ દ્વારા આવનાર ગ્રાહકોને કચરાનું સેગ્રિગેશન કરવા માટે પ્રેરીત કરાશે.
 • સૂકા કચરાને કલેકટ કરી રીસાયકલ કરવા એમ.આર.એફ. પર મોકલવા અંગે વ્યવસ્થા ગોઠવશે.
 • હોસ્પિટલોમાં સારવાર માટે આવતા દર્દીઓનાં સગાઓને સૂકા-ભીના મુજબ કચરો અલગ-અલગ ડસ્ટબીનમાં નાંખવા માટે સમજણ અપાશે.
 • શહેરમાં આવેલા તમામ લાયબ્રેરીઓ પર વાંચન માટે આવતા નાગરીકોમાં સેગ્રિગેશનનો મેસેજ પહોંચાડવામાં આવશે.
 • કાંકરીયા લેકફ્રન્ટની પી.એ.સિસ્ટમોમાં સેગ્રિગેશનની સમજૂતી આપતી ઓડીયો ક્લીપ વગાડશે.
 • લેકફ્રન્ટની મુલાકાતે આવતા નાગરીકોને સૂકો-ભીનો કચરો અલગ-અલગ ડસ્ટબીનમાં જ નાંખવા માટે જણાવવું કીડસ્ સિટી ખાતે બાળકો પાસે સૂકા-ભીના કચરાનાં સેગ્રિગેશન માટેની વિવિધ એક્ટીવીટી માટે અલગથી વ્યવસ્થા કરાશે.
 • બી.આર.ટી.એસ. બસમાં મુસાફરોને આપવામાં આવતી ટિકિટો પર સેગ્રિગેશન માટેનાં મેસેજ પ્રિન્ટ કરી જાગૃતિ કેળવવામાં આવશે.
 • સેગ્રીગેશન માટેનાં પોસ્ટરો પણ લગાવવામાં આવશે.
 • તમામ સ્કુલો તેમજ કોલેજો (પ્રાઇવેટ કોર્પોરેશન) ના પ્રીન્સીપાલોની ટ્રેનિંગ અને પ્રીન્સીપાલો દ્વારા શિક્ષકો અને શિક્ષકો દ્વારા તમામ વિધાર્થીઓ સુધી મેસેજ પહોંચાડશે.
 • નાગરીકોમાં સેગ્રિગેશન માટે જાગૃતિ લાવવા સારૂ શાળા-કોલેજોનાં બાળકોનો સહયોગ લઇ ચિત્રસ્પર્ધા, નિબંધ સ્પર્ધા યોજાશે.
 • શાળા-કોલેજોનાં વિદ્યાર્થીઓ દ્વારા જાહેર સ્થળો પર સેગ્રિગેશન અંગેની સમજ આપતા રેલી તેમજ અન્ય જાગૃતિ કાર્યક્રમો હાથ ધરાશે.
અન્ય સમાચારો પણ છે...