• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Ahmedabad Muni. Corporation run School Board Budget Of Rs 887 Crore Released, 19 New Schools Including 7 English Medium Schools To Be Started

અંદાજપત્ર:અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન સંચાલિત સ્કૂલ બોર્ડનું 887 કરોડનું બેજટ રજુ થયું, 7 અંગ્રેજી માધ્યમ સહિત નવી 19 સ્કૂલો શરૂ કરાશે

અમદાવાદ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • સ્કૂલોમાં મધ્યાહન ભોજન માટે શેડ બનાવવા પાછળ રૂ. 6 કરોડનો ખર્ચ કરાશે
  • સ્કૂલ બોર્ડની 443 શાળાઓમાં 1.59 વિદ્યાર્થીઓને 3999 શિક્ષકો દ્વારા શિક્ષણ અપાય છે
  • 559.11 કરોડ સરકારી અને 327.88 કરોડ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગ્રાન્ટ મળશે

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત સ્કૂલબોર્ડનું વર્ષ 2022-23નું અંદાજપત્ર આજે શાસનાધિકારી એલડી દેસાઈ દ્વારા સ્કૂલ બોર્ડમાં રજૂ કરવામાં આવ્યું હતું. પ્રાયમરી એજયુકેશન ફંડનું રૂ.887 કરોડનું અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં 559.11 કરોડ સરકારી ગ્રાન્ટ અને 327.88 કરોડ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગ્રાન્ટ મળશે. નવા અંદાજપત્રમાં સ્કૂલબોર્ડ દ્વારા 7 જેટલી નવી અંગ્રેજી માધ્યમની સ્કૂલો શરૂ કરવામાં આવશે ઉપરાંત અલગ અલગ વિસ્તારમાં 19 નવી સ્કૂલો શરૂ કરવામાં આવશે.

કુલ 7 અંગ્રેજી માધ્યમની સ્કૂલ શરૂ કરશે.
સ્કૂલોમાં મધ્યાહન ભોજન માટે શેડ બનાવવા પાછળ રૂ. 6 કરોડનો ખર્ચ કરવામા આવશે. સ્કૂલોના એસ્ટાબ્લિશમેન્ટ પગાર ખર્ચ, વિદ્યાર્થી વિકાસ ખર્ચ શૈક્ષણિક અને શિક્ષકોને લગતી પ્રવૃત્તિઓ શાળા તથા ઓફિસને લગતી પ્રવૃત્તિ પાછળ થનાર ખર્ચમા વધારો થયો છે.શાસનાધિકારી એલ.ડી દેસાઈએ વર્ષ 2022-23ના રજૂ કરેલા અંદાજપત્રમાં સરખેજ અને નવા વણઝરમાં પબ્લિક સ્કૂલ, ગોતા દેવનગર પબ્લિક સ્કૂલ, મણિનગર પબ્લિક સ્કૂલ, અસારવા પબ્લિક સ્કૂલ, મોટેરા પબ્લિક સ્કૂલ અને જોધપુર પબ્લિક સ્કૂલ એમ કુલ 7 સ્કૂલો અંગ્રેજી માધ્યમની શરૂ કરશે.

અમદાવાદમાં શરૂ થનારી અંગ્રેજી માઘ્યમની સ્કૂલોની યાદી
અમદાવાદમાં શરૂ થનારી અંગ્રેજી માઘ્યમની સ્કૂલોની યાદી

વિદ્યાર્થીઓનાં કૌશલ્ય વિકાસની પ્રવૃત્તિઓનું આયોજન થશે
આગામી સમયમાં વિદ્યાર્થીઓને અત્યાધુનિક ટેકનોલોજીસભર વર્ગ વ્યવહાર-શૈક્ષણિક અધ્યયન-અધ્યાપન અનુભવો મળે, 'Fit India' મંત્રને સાર્થક કરવા માટે મ્યુનિ. શાળાઓના વિદ્યાર્થીઓ માટે રમત-ગમતના અત્યાધુનિક સાધનોથી સજ્જ કરવી, “સ્વસ્થ બાળક, તંદુરસ્ત બાળક પ્રકલ્પ(પ્રોજેકટ)નો અમલ કરાવવામાં આવે. આત્મ નિર્ભર ભારત” અંતર્ગત વિદ્યાર્થીઓનાં કૌશલ્ય વિકાસની પ્રવૃત્તિઓનું આયોજન અત્યાધુનિક ટેકનોલોજીસભર મહત્તમ “અનુપમ શાળાઓના નિર્માણની પ્રતિબદ્ધતા તેમજ રાષ્ટ્રીય NMMS પરીક્ષા, પ્રાથમિક તથા માધ્યમિક શિષ્યવૃતિ જેથી “સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં મહત્તમ બાળકો ભાગ લે તે માટેનું વિશેષ આયોજન કરાશે.

શહેરમાં આ વોર્ડમાં નવી 19 સ્કૂલો શરૂ કરાશે
શહેરમાં આ વોર્ડમાં નવી 19 સ્કૂલો શરૂ કરાશે

જીવનને ઉપયોગી શિક્ષણ મળે તેવું આયોજન કરાશે
રાજયના શિક્ષણ વિભાગ દ્વારા નિયત કરવામાં આવતી શાળાઓ “સ્કૂલ ઓફ એકસલેન્સ”-SOEના સુદ્રઢીકરણ અને અમલીકરણ કરવાનું આયોજન કરાશે. બાળકોની આંતરિક સુષુપ્ત શક્તિઓનો વિકાસ થાય તે માટે કલા, સંગીત, રમત-ગમત, અભિવ્યક્તિ (વક્તત્વ,નિબંધ સ્પર્ધા) તથા કૌશલ્ય વિકાસલક્ષી પ્રવૃત્તિઓનું આયોજન તેમજ વિદ્યાર્થીઓને જીવાતા જીવનને ઉપયોગી શિક્ષણ (Life Oriented Education) - જીવન શિક્ષણ મળી રહે તેવું આયોજન પણ આગામી વર્ષમાં કરવામાં આવશે. હાલમાં મ્યુનિ. સ્કૂલ બોર્ડમાં 443 શાળાઓમાં 6 માધ્યમમાં 1.59 વિદ્યાર્થીઓને 3999 શિક્ષકો દ્વારા શિક્ષણ આપવામાં આવે છે.