તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આર્થિક પરિસ્થિતિ કથળતાં નિર્ણય:અમદાવાદ મ્યુનિ. 10 પ્લોટની હરાજી કરી 500 કરોડ ઊભા કરશે, બોડકદેવ, થલતેજ, વસ્ત્રાલના પ્લોટનો સમાવેશ

અમદાવાદ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ મહાનગરપાલિકાની ફાઇલ તસવીર - Divya Bhaskar
અમદાવાદ મહાનગરપાલિકાની ફાઇલ તસવીર

આગામી દિવસોમાં મ્યુનિ. બજેટ રજૂ થવાનું છે ત્યારે કોરોનાને કારણે ઉભી થયેલી આર્થિક પરિસ્થિતિ વચ્ચે મ્યુનિ. શહેરના વિવિધ વિસ્તારમાં આવેલા પોતાની માલિકીના 10 પ્લોટની હરાજી કરીને 500 કરોડ ઊભા કરશે.

હરાજી માટે 10 પ્લોટની કિંમત માટે ઔડામાં ભાવ નિર્ધારણ સમિતિએ તમામ પ્લોટની કિંમત નક્કી કરી દીધી છે. પ્લોટના વેચાણ માટે હવે મ્યુનિ.ની કમિશનરની મંજૂરીની રાહ જોવાઈ રહી છે. નરોડા, કઠવાડા, બોડકદેવ, થલતેજ તેમજ વસ્ત્રાલ વિસ્તારમાં મ્યુનિ.ના પ્લોટનું વેચાણ કરાશે. પ્લોટના વેચાણથી મળનારી રકમમાંથી વિકાસના કામો કરાશે. આ અગાઉ પણ મ્યુનિ. દ્વારા 4 પ્લોટનું વેચાણ કર્યું હતું. તે સમયે મ્યુનિ. દ્વારા જે પ્લોટ વેચાણ માટે મુકવામાં આવ્યા હતા તે પૈકી એક પ્લોટને ખરીદાર મળ્યો ન હતો.

કેટલાક પ્લોટ રિઝર્વ ફોર સેલ હોય છે
મ્યુનિ. વિકાસના કામો માટે જીડીસીઆરના નિયમ પ્રમાણે પ્લોટ માલિકો પાસેથી કપાતમાં જમીન લે છે. જે પ્લોટ પૈકી કેટલાકને વેચાણ માટે અનામત રખાય છે.

અન્ય સમાચારો પણ છે...