તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વસતિ નિયંત્રણ નીતિ:અમદાવાદ મ્યુનિ. સંચાલિત હોસ્પિટલો અને પ્રસૂતિગૃહોમાં બે બાળક સુધી જ ફ્રી ડિલિવરી, ત્રીજા બાળક પર ચાર્જ ચૂકવવો પડશે

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • AMCમાં જૂનો ઠરાવ હવે નવો કરી તમામ AMCની હોસ્પિટલ અને પ્રસૂતિગૃહમાં નિયમ લાગુ કરવા લેવાશે નિર્ણય
  • ચૂંટાયેલી પાંખના અને અધિકારીઓ વચ્ચે બેઠક યોજાઇ, ટૂંક સમયમાં નિયમ લાગુ પડશે
  • મુસ્લિમોને ટાર્ગેટ બનાવાયા છે: ગ્યાસુદ્દીન, ચોક્કસ ધર્મને ટાર્ગેટ કરવાનો મ્યુનિ.નો ઈરાદો નથી : ભાસ્કર ભટ્ટ
  • સ્ટેન્ડિંગ કમિટીમાં દરખાસ્ત રજૂ થશે, મંજૂરી મળશે તો તાત્કાલિક અમલ શરૂ કરી દેવાશે

સમગ્ર દેશમાં વધતી જતી વસતિ હાલ ચિંતાનો વિષય બન્યો છે. ઉત્તરપ્રદેશમાં રાજ્યની ભાજપ સરકારે વસતિ નિયંત્રણ માટે નવી નીતિ જાહેર કર્યા બાદ તમામ રાજ્યોમાં વધતી વસતિ નિયંત્રણને લઈને ચર્ચાઓ ચાલી રહી છે. અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશનને વસતિ નિયંત્રણોના જૂના ઠરાવો હવે નવેસરથી કરી લાગુ કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલો અને પ્રસૂતિગૃહોમાં બે બાળકો સુધી જ મફતમાં ડિલિવરી કરાવી આપવામાં આવશે. જો મહિલાને ત્રીજું બાળક થશે તો તેનો ચાર્જ લેવામાં આવશે. આ નિયમ લાગુ કરવા અંગે હાલ ચર્ચાવિચારણા ચાલી રહી છે. ટૂંક સમયમાં આ નિયમ લાગુ કરી દેવામાં આવશે.

1987માં VS હોસ્પિટલ માટે ઠરાવ કરાયો હતો
મ્યુનિસિપલ કોર્પોરેશનના ભાજપ પક્ષના નેતા ભાસ્કરભાઇ ભટ્ટે Divyabhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે વર્ષ 1987માં મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત વીએસ હોસ્પિટલ માટે એક ઠરાવ કરવામાં આવ્યો હતો કે બે બાળક સુધી સરકાર ખર્ચ ઉપાડશે અને બાદમાં નસબંધી કરાવે તો તેનો ખર્ચ પણ આપશે. આ જ ઠરાવને કોર્પોરેશન સંચાલિત તમામ હોસ્પિટલો અને પ્રસૂતિગૃહોમાં આ લાગુ કરવા આગામી દિવસોમાં ફરીથી સ્ટેન્ડિંગ કમિટીમાં લાવવામાં આવશે બાદમાં મંજૂર કરી નિયમ લાગુ કરવામાં આવશે.

1987માં વીએસ હોસ્પિટલ માટે એક ઠરાવ કરવામાં આવ્યો હતો ( ફાઈલ ફોટો)
1987માં વીએસ હોસ્પિટલ માટે એક ઠરાવ કરવામાં આવ્યો હતો ( ફાઈલ ફોટો)

ત્રીજી ડિલિવરીનો ચાર્જ લેવામાં આવશે
આધારભૂત સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ ઉત્તર પ્રદેશની જેમ વસતિ નિયંત્રણના કાયદામાં નવા નિયમને લાગુ કરવા તરફ રાજય સરકાર વિચારણા કરી રહી છે. રાજયમાં વસતિ નિયંત્રણ નીતિ લાગુ કરવા માટે પહેલા પ્રયોગ માટે રાજયના સૌથી વધુ વસ્તી ધરાવતા શહેર અમદાવાદમાં હવે કોર્પોરેશનને જુના ઠરાવમાં બદલાવ કરી નવા નિયમો લાગુ કરવા જઈ રહી છે. જેમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલો એવી શારદાબેન, એલજી, વીએસ અને પ્રસૂતિગૃહોમાં હવે બે બાળકો સુધી જ મફતમાં ડિલિવરી કરવામાં આવશે. જે મહિલા બે બાળકોને જન્મ આપી ચૂકી હશે અને જો ત્રીજુ બાળક થાય તો તેની ડિલિવરી કરવા કોર્પોરેશનની સરકારી હોસ્પિટલો કે પ્રસૂતિગૃહોમાં જશે તો તેને ડિલિવરીનો ચાર્જ લેવામાં આવશે.

હવે ત્રીજી ડિલિવરી પર ચાર્જ ચૂકવવો પડશે ( પ્રતીકાત્મક તસવીર)
હવે ત્રીજી ડિલિવરી પર ચાર્જ ચૂકવવો પડશે ( પ્રતીકાત્મક તસવીર)

અધિકારીઓ અને નેતાઓ વચ્ચે બેઠક યોજાઈ
આ ઠરાવ માત્ર વીએસ હોસ્પિટલ માટે જ હતો પરંતુ હવે કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલો અને પ્રસૂતિગૃહોમાં લાગુ કરવા મામલે મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓ અને ભાજપની ચૂંટાયેલી પાંખ અને હોસ્પિટલ કમિટિના ચેરમેન વચ્ચે બેઠક યોજાઇ હતી. અધિકારીઓ અને નેતાઓ વચ્ચે બેઠકમાં ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ ઠરાવ તૈયાર કરી અને સ્ટેન્ડિંગ કમિટીમાં મુકવામાં આવશે તે બાદ આ નિયમ લાગુ થઈ જશે.

34 વર્ષ પહેલા 1987માં આ પ્રકારનો ઠરાવ થયો હતો
34 વર્ષ પહેલા 1987માં જયેન્દ્ર પંડિત મ્યુનિ.ના ચેરમેન હતા ત્યારે વી.એસ. માટે આ ઠરાવ થયો હતો જેમાં હોસ્પિટલમાં ડિલિવરી માટે દાખલ થાય તે વખતે જો પ્રસૂતાને બે કે તેથી વધારે બાળક હયાત હોય એવા સંજોગોમાં દર્દી પોતે કે તેના પતિ ફેમિલી પ્લાનિંગનું ઓપરેશન કરાવવા તૈયાર ન હોય તો તેમની પાસેથી સારવારનો પૂરેપૂરો ચાર્જ રૂ.700થી ઉપરની આવક પ્રમાણે જે ગણાય છે તે પ્રમાણે વસૂલવા ઠરાવ કરાયો હતો.

વિરોધ કરનારા નરહરિ અમીન હવે નિર્ણયના પક્ષમાં
1987માં કોંગ્રેસી કોર્પોરેટર નરહરિ અમીને આ નિર્ણયનો વિરોધ કર્યો હતો, પણ હાલ તેઓ ભાજપમાં સાંસદ છે.તેમણે મ્યુનિ. ના આ નિર્ણયને આવકાર્યો છે. અમીને કહ્યું કે, મેં તે સમયે વિરોધ કર્યાનું મને યાદ નથી, પણ ચોક્કસથી હવે હું માનું છું કે, દેશની વસ્તી નિયંત્રણમાં આવે તે જરૂરી છે. લોકોએ જાતે સમજી બે બાળકોથી સંતોષ માનવો જોઈએ.

મ્યુનિ. સંચાલિત હોસ્પિટલોમાં દર વર્ષે સરેરાશ 15 હજાર ડિલિવરી થાય છે

હોસ્પિટલનોર્મલસિઝેરિયનકુલ
એલ.જી. હોસ્પિટલ323125635794

શારદાબેન હોસ્પિટલ

--5246

ભાજપ હિન્દુઓને ગુમરાહ કરે છે: શેખ
શેખે કહ્યું કે, મુસ્લિમો સમજુ થઈ ગયા છે તેઓ પણ હવે બે બાળકથી વધારે ઈચ્છતા નથી. ભાજપ શાસનમાં આવ્યું ત્યારથી શિક્ષણ અને આરોગ્ય સેવાનું ખાનગીકરણ શરૂ કર્યું છે. ભ્રામક પ્રચાર દ્વારા હિન્દુઓને ગુમરાહ કરી મુસ્લિમોને બદનામ કરવાનો ભાજપની જૂની ફોર્મ્યુલા છે.

ડિલિવરી બીજી છે કે ત્રીજી તે જાણવા મ્યુનિ. પાસે હાલમાં કોઈ પદ્ધતિ નથી
વસતી નિયંત્રણના આશયથી મ્યુનિ. દ્વારા ઠરાવ પસાર કરવા તૈયારી શરૂ કરી છે, પરંતુ પ્રસૂતા કેટલામી ડિલિવરી માટે દાખલ થઈ છે તે જાણવા મ્યુનિ. પાસે એવી કોઈ ચોક્કસ પદ્ધતિ નથી. આ કારણે નિયમ લાગુ થયા બાદ તેની અમલવારી માટે અનેક મુશ્કેલીઓ ઉદભવી શકે છે. બીજી તરફ રાજ્ય સરકાર અથવા કેન્દ્ર સરકારની નીતિમાં આ નિયમને કોઈ સ્થાન છે કે, નહીં તે બાબતનો હજુ મ્યુનિ. દ્વારા કોઈ અભ્યાસ પણ કરવામાં આવ્યો નથી.

અન્ય સમાચારો પણ છે...