અમદાવાદ મ્યુનિ. સંચાલિત અમદાવાદ જનમાર્ગ લી. (બીઆરટીએસ)ને 15મી અર્બન મોબિલિટી ઇન્ડિયા કોન્ફરન્સ કમ એક્ઝિબિશનના કાર્યક્રમમાં સિટી વીથ મોસ્ટ સસ્ટેનેબલ ટ્રાન્સપોર્ટ સિસ્ટમથી સન્માનિત કરવામાં આવ્યા છે. કેરાલના ગર્વનરના હસ્તે અમદાવાદ મ્યુનિ.ના ડે. મ્યુનિ. કમિશનર આર્જવ શાહ અને બીઆરટીએસના જનરલ મેનેજર વિશાલ ખનામા દ્વારા આ એવોર્ડ સ્વીકારવામાં આવ્યો હતો.
અમદાવાદમાં ઇલેક્ટ્રિક બસો ઉપલબ્ધ કરાવી પ્રદૂષણ રહિત પરિવહનની સુવિધા આપવામાં આવી રહી છે તેની પણ આ કાર્યક્રમમાં નોંધ લેવામાં આવી હતી. નોંધનીય છે કે, બીઆરટીએસમાં ઇલેક્ટ્રીક બસને કારણએ દૈનિક 17 હજાર કિલો જેટલો કાર્બનનું ઉત્સર્જન અટક્યું છે. આગામી દિવસોમાં વધુ ઈલેક્ટ્રિક બસો દોડાવવા માટેનું પ્લાનિંગ પણ કરવામાં આવ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.