તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુવિધા:અમદાવાદ-મુંબઈ તેજસ ટ્રેન 14 ફેબ્રુઆરીથી ફરી શરૂ થશે, માસ્ક પહેરવું, આરોગ્ય સેતુ એપ ફરજિયાત

અમદાવાદ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શુક્રવારથી સોમવાર સુધી જ સેવા મળશે

અમદાવાદ – મુંબઇ વચ્ચે તેજસ એક્સપ્રેસ 14 ફેબ્રુઆરીથી કોરોનાની ગાઇડલાઇન સાથે ફરી દોડશે. ટ્રેન સોમવાર, શુક્રવાર, શનિવાર અને રવિવાર એમ ચાર દિવસ ચાલશે. તેજસ એક્સપ્રેસ અંધેરી સ્ટેશન પર બે મિનીટ માટે જતા અને આવતા સમયે ઉભી રહેશે. મુસાફરો આઇઆસીટીસીની વેબસાઇટ પરથી ઓનલાઈન તેમજ અમદાવાદ, વડોદરા, સુરત અને મુંબઇના તેજસ કાઉન્ટર પરથી બુકિંગ કરાવી શકશે.

મુસાફરોએ સમય કરતા વહેલા સ્ટેશન પહોચવાનું રહેશે. દરેક મુસાફરે આરોગ્ય સેતુ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે. મુસાફરી દરમિયાન દરેકે ફેસ માસ્ક પહેરવા ફરજિયાત રહેશે.

પેસેન્જર ન મળતાં ટ્રેન બંધ કરાઈ હતી
અનલોક બાદ 17 ઓક્ટોબરથી તેજસ એક્સપ્રેસ શરૂ થઈ હતી.પરંતુ ટ્રેનને સરેરાશ 150થી 175 પેસેન્જરો જ મળતા હતા. આમ ટ્રેનથી આવકની સામે ખર્ચ વધુ હોવાથી આઈઆરસીટીસીએ 24 નવેમ્બરથી ટ્રેનનું સંચાલન રદ કરવાની જાહેરાત કરી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો