ભાસ્કર એક્સક્લૂઝિવ:સાબરમતી ખાતે અમદાવાદ-મુંબઈ હાઈ-સ્પીડ બુલેટ ટ્રેનના ટ્રાન્સપોર્ટ હબનું 70%થી વધુ કામ પૂર્ણ, 4 માસમાં શરૂ થશે

અમદાવાદ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
દાંડી યાત્રાની થીમ પર સ્ટેશન બનાવવામાં આવ્યું છે. - Divya Bhaskar
દાંડી યાત્રાની થીમ પર સ્ટેશન બનાવવામાં આવ્યું છે.
  • 9 માળના હબમાં હોટેલ, રેસ્ટોરાં, ગાર્ડન, ફૂડ કોર્ટ, ત્રણ માળનું પાર્કિંગ પણ હશે

લેખક: ભાવિન પટેલ

સાબરમતી ખાતે અમદાવાદ-મુંબઈ હાઈ-સ્પીડ ટ્રેન પ્રોજેક્ટ પર બુલેટ ટ્રેનના ટ્રાન્સપોર્ટ હબનું 70 ટકાથી વધુ કામ પૂર્ણ થઈ ગયું છે. હવે 4 માસમાં આ હબ શરૂ થવાની શક્યતા છે. અતિ આધુનિક પેસેન્જર હબ હાઇ-સ્પીડ રેલવે સ્ટેશનો, પશ્ચિમ રેલવે સ્ટેશનો, મેટ્રો સ્ટેશનો અને બીઆરટીએસ કોરિડોરને ફૂટ ઓવર બ્રિજ દ્વારા મલ્ટિ-મોડલ કનેક્ટિવિટી પ્રદાન કરશે.

નવ માળની આ ઇમારતમાં ત્રણ ફૂટ ઓવર બ્રિજ હશે
1.36 લાખ ચોરસ મીટરમાં ફેલાયેલી નવ માળની આ ઇમારતમાં ત્રણ ફૂટ ઓવર બ્રિજ હશે. આ બિલ્ડિંગ દીવાલો પર મહાત્મા ગાંધીના મીઠાના સત્યાગ્રહનું ચિત્રણ કરાયું છે. આ સ્ટેશનમાં હોટલ, રેસ્ટોરાં, ફૂડ કોર્ટ અને બાળકો માટે રમવાનો વિસ્તાર હશે જ્યારે બિલ્ડિંગના ત્રણ માળ અને ભોંયરું ફક્ત વાહન પાર્કિંગ માટે હશે. તે લગભગ 1,200 કાર રાખી શકશે.

બાળકો માટે પ્લે એરિયા પણ હશે
નેશનલ હાઈ સ્પીડના સત્તાવાળાએ જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટમાં તમામ સ્ટેશનોની છત પર સોલાર પેનલ્સ સાથે સોલાર રૂફટોપની પણ કલ્પના કરવામાં આવી છે. આ બિલ્ડિંગમાં 60 રૂમ, રેસ્ટોરાં અને બાળકોના રમતના વિસ્તારોની કુલ ક્ષમતા સાથે વિવિધ ફ્લોર પર બહુવિધ હોટેલ્સ પણ હશે.

આ સુવિધાઓ હશે

  • 1.36 લાખ ચો.મીટરમાં કુલ નવ માળમાં સ્ટેશન બનશે
  • આ ઇમારતની બહારની દીવાલો પર મહાત્મા ગાંધીના મીઠાના સત્યાગ્રહનું ચિત્રણ
  • 60 રૂમ બિલ્ડિંગમાં, સ્ટેશન પર સોલાર રૂફટોપ પેનલ્સ, ત્રણ ફૂટ ઓવરબ્રિજ
  • 1200 કાર પાર્કિંગની ક્ષમતા બિલ્ડિંગના 3 માળ અને ભોંયરું
અન્ય સમાચારો પણ છે...