તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમદાવાદના વોર્ડ નં-6નો ગ્રાઉન્ડ રિપોર્ટ:નવા વાડજમાં વર્ષોથી ચાલતાં મેટ્રોના કામથી સ્થાનિકો હેરાન પરેશાન, એટલો ટ્રાફિક થઈ જાય છે કે માણસ માટે જગ્યા નથી રહેતી

અમદાવાદ24 દિવસ પહેલાલેખક: અનિરુદ્ધસિંહ મકવાણા
 • નવાવાડજ વોર્ડમાં વાડજ, અખબારનગર, ભાવસાર હોસ્ટેલ, નિર્ણયનગર, બલોલનગર રોડ, આર.એચ. પટેલ સ્કૂલ રોડ સહિતના વિસ્તારોનો સમાવેશ
 • પેવર બ્લોકના અને રોડ રિસરફેસના કામગીરીથી લોકો ખુશ, અગિયારસ માતા અંડરબ્રિજ બની જતા ટ્રાફિક હળવો
 • વાડજ વિસ્તારમાં હજી કેટલીક સુવિધાઓનો અભાવ

રાજ્યની 6 મહાનગરપાલિકા અમદાવાદ, ભાવનગર, જામનગર, રાજકોટ, સુરત અને વડોદરા માટે 21 ફેબ્રુઆરીએ સવારના 7થી સાંજના 6 વાગ્યા સુધી મતદાન યોજાશે. આ 6 મહાનગરપાલિકા માટે 23 ફેબ્રુઆરીએ મતગણતરી થશે અને એ જ દિવસે પરિણામો જાહેર થશે. આ ચૂંટણીને પગલે DivyaBhaskar રાજ્યના ચાર 4 મહાનગરોમાં 5 વર્ષના કાર્યકાળ દરમિયાન ચૂંટાયેલા પ્રતિનિધિઓએ પાયાની જરૂરિયાત એવા નળ, ગટર અને રસ્તા એટલે કે ‘નગર’ માટે શું શું કામ કર્યું અને કયા કયા કામો નથી થયા તે અંગે ગ્રાઉન્ડ રિપોર્ટની એક સીરિઝ ચલાવી રહ્યું છે. જેમાં જનતાના મિજાજ પરથી કામગીરીનો તાગ મેળવીને રેટિંગ આપવામાં આવ્યા છે. આજે શહેરના વોર્ડ નંબર-6 એટલે કે નવાવાડજ વોર્ડ વિશે પ્રજાના મિજાજ અંગે જણાવીશું.

નવા વાડજ વોર્ડમાં પાણી, રસ્તા કે ગટરની કોઈ સમસ્યા નથી. પરંતુ અહીંના સ્થાનિકો મેટ્રોની કામગીરીથી ત્રસ્ત થઈ ગયા છે. મેટ્રોની કામગીરીને કારણે ભયંકર ટ્રાફિક થાય છે, તેમજ સોસાયટીમાંથી ડાયવર્ઝન આપવાની ફરજ પડી છે.

રોડ-રસ્તાની કેટલીક સમસ્યાઓ ઉકેલવી જરૂરી
સ્થાનિક રહેવાસી દર્શન દવેએ જણાવ્યું હતું કે નવાવાડજ વોર્ડમાં મોટાભાગની હાઉસિંગ સોસાયટી આવેલી છે. અખબારનગર, શિવમ, આનંદનગર જેવી વર્ષો જૂની સોસાયટી આવેલી છે જેમાં પેવર બ્લોકના કામ કરવામાં આવ્યા છે. 5.75 કરોડ રૂપિયા ફાળવી અને પેવર બ્લોક નાખવાના કામો કરવામાં આવ્યા છે અને હજી કામ ચાલે છે. જો કે હજી કેટલીક સમસ્યાઓ રોડ રસ્તાની છે જે ઉકેલવી જરૂરી છે.

ડ્રેનેજની કામગીરી થઈ
અન્ય સ્થાનિક રહેવાસી અભય જોશીએ જણાવ્યું હતું કે તમામ જગ્યાએ ડ્રેનેજની વગેરેની કામગીરી થઈ છે, અમે સ્થાનિક કોર્પોરેટરને રજુઆત કરી હતી અને આ બાબતે બીજા દિવસથી તેઓએ કામગીરી શરૂ કરી હતી. જે પણ રજૂઆત અમે કરતા હતા તેનો કોર્પોરેટરો પોઝિટિવ જવાબ આપતા હતા.

સૌથી મોટી સમસ્યા ટ્રાફિકની
સ્થાનિક રહેવાસી દીપેશ ભાવસારે જણાવ્યું હતું કે મોટામાં મોટી સમસ્યા આ મેટ્રોના કામગીરીના કારણે ટ્રાફિક અને રહીશોને જે હેરાનગતિ થાય છે તે છે. અખબારનગરથી રાણીપ ટી સુધી મેટ્રોની કામગીરી ચાલે છે. જેના કારણે ટ્રાફિકની ભયંકર સમસ્યા છે. એટલો ટ્રાફિક થઈ જાય છે કે માણસ માટે જગ્યા નથી હોતી. સોસાયટીમાંથી ડાયવર્ઝન આપ્યા છે આ મોટી સમસ્યા સ્થાનિકોને નડે છે. મેટ્રોની કામગીરી ઝડપી પૂર્ણ થાય અને રહીશો હેરાનગતિ ઓછી થાય તે જરૂરી છે.

અગિયારસ મંદિર પાસે અંડરબ્રિજ પણ શરૂ થઈ જતા ઘણી સમસ્યા દૂર થઈ
સ્થાનિક રહેવાસી આશિષ મહેતાએ જણાવ્યું હતું કે નવાવાડજ વોર્ડમાં કામો ઘણા થયા છે. રોડ રિસરફેસના કામો ટાઈમ ટૂ ટાઈમ થયા છે. સોસાયટીમાં 80:20 મુજબના અનેક કામો થયા છે. આરસીસી રોડ અને પેવર બ્લોકના કામો પણ થયા છે. અગિયારસ મંદિર પાસે અંડરબ્રિજ પણ શરૂ થઈ જતા ઘણી સમસ્યા દૂર થઈ છે.

પાણની સમસ્યા પણ નથી
સ્થાનિક રહેવાસી કીર્તેશ જાનીએ જણાવ્યું હતું કે નવાવાડજ વોર્ડમાં પાણીની કોઈ સમસ્યા નથી. નિર્ણયનગર પાસે વોટર ડિસ્ટ્રીબ્યુશન સેન્ટર આવેલું છે. મહેસાણા સોસાયટી પાસે પાણીની ટાંકી બનાવેલી છે જેના કારણે પાણીની સમસ્યા હોય તો તે દૂર થઈ છે અને સ્ટ્રીટ લાઈટ સહિતની સુવિધાઓ છે. એટલે કામગીરી દરેક રીતે સારી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો