તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કડક કાર્યવાહી:​​​​​​​અમદાવાદ મેડિકલ એસો.એ હાઇકોર્ટમાં BU પરમિશન વગરની 44 હોસ્પિટલને રાહત મળે તે માટે કરેલી અરજી કોર્ટે ફગાવી

અમદાવાદ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોર્ટએ કહ્યું, BU પરમિશન વગરની 44 હોસ્પિટલ સામે કાર્યવાહી થશે
  • જોકે આ હોસ્પિટલમાં દર્દીઓ દાખલ હોવાથી તેઓ બીજે સારવાર માટે ખસેડવા માટે 2 વીકનો સ્ટે આપ્યો

રાજ્યમાં અવારનવાર આગ લાગવાની ઘટનાઓ બનતી હોય છે. જેમાં બિલ્ડરો અને અધિકારીઓની બેદરકારીના કારણે નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે આ આગના બનાવ મોટા ભાગે કોર્મસીયલ બિલ્ડીંગ અને હોસ્પિટલમાં બન્યા હોવાનું સામે આવ્યું છે. આ તમામ બનાવની જગ્યાએ ક્યાંક ફાયર સેફ્ટીનો અભાવ હોય છે તો ક્યાંય બિલ્ડીંગને ગેરકાયદેસર ઉભી કરવામાં આવી હોવાથી ત્યાં ઇમરજન્સી એક્ઝિટ જેવી સુવિધાઓ નથી હોતી.

NOC ન હોય તો તાત્કાલિક સીલ કરો: હાઇકોર્ટ
અમદાવાદ, વડોદરા અને ભરૂચ આ 3 જગ્યાએ કોવિડ હોસ્પિટલમાં આગ લાગી હતી. જેમાં કોઈક હોસ્પિટલમાં ફાયર NOC ન હતી તો કોઈ હોસ્પિટલમાં જોડે BU પરમિશન ન હતી આવી બેદરકારી ના કારણે નિર્દોષ વ્યક્તિઓએ જીવ ગુમાવવા પડ્યા છે. હાઇકોર્ટમાં ફાયર NOC અને BU પરમિશન અંગે થયેલી અરજીની સુનવણીમાં હાઇકોર્ટએ સ્પષ્ટ આદેશ કર્યા છે કે શાળા, હોસ્પિટલ અને કોમર્શિયલ બિલ્ડીંગ જોડે ફાયર NOC ન હોય અને BU પરમિશન ન હોય તો તેને તાત્કાલિક સીલ કરો. જેથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને.

BU પરમિશન વગરની હોસ્પિટલો સામે કાર્યવાહી થશે
અમદાવાદ મેડિકલ એસો.એ અમદાવાદની 44 હોસ્પિટલને BU પરમિશનની મુદત માટે રાહત આપવામાં આવે તે માટે હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. જોકે કોર્ટેએ આ અરજી ફગાવી દીધી છે. કોર્ટ હોસ્પિટલમાં દાખલ દર્દીઓને બીજે સારવાર માટે ખસેડવા માટે કોર્પોરેશનના આદેશ 2 વિકનો સ્ટે આપ્યો છે જોકે કોર્ટએ પણ નોંધ્યું છે કે આ 2 વિકના સમસગાળા દરમિયાન તમામ 44 હોસ્પિટલે BU પરમિશન મેળવી પડશે નહિ તો કોર્પોરેશન તેની સામે કાર્યવાહી કરશે.

BU પરમિશન વગર ચાલતી સ્કૂલ સહિત 10 બિલ્ડીંગ સીલ
મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા બીયુ પરમિશન વગર ઉપયોગ કરવામાં આવતી મિલકતો સામે સિલિગની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. શહેરના પશ્ચિમઝોનમાં આવતા રાણીપ, નવાવાડજ અને વાડજ સહિતના વિસ્તારમાં આવતી 9 સ્કૂલ અને 1 કોમર્શિયલ કોમ્પ્લેક્સ સહિત 10 બિલ્ડીંગને સીલ કરવામાં આવી છે. સિલિગ ઝુંબેશ અંતર્ગત કોર્પોરેશનના એસ્ટેટ વિભાગે અલગ અલગ વિસ્તારમાં 30થી વધુ કોમ્પ્લેક્સની 500 જેટલી દુકાનો, 10થી વધુ હોટલ, 12 જેટલી સ્કૂલને સીલ મારી દીધી છે.

નવાવાડજ વિસ્તારમાં આવેલી 9 સ્કૂલ સીલ
મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગના અધિકારી અને વહીવટદારોની મિલીભગતથી શહેરમાં આવેલી અનેક બિલ્ડીંગ બીયુ પરમિશન વગર ચાલતી હતી. જો કે ગુજરાત હાઇકોર્ટના કડક આદેશ થતા જ હવે કોર્પોરેશનને ના છૂટકે સિલિગ કરવાની ફરજ પડી છે. જેથી હવે મિલકતધારકો પૈસા આપ્યા અને સીલ પણ થતાં ભોગવવાનો વારો આવ્યો છે. બીયુ લેવા અંગે કોઈપણ પ્રકારની કાર્યવાહી ન કરવામાં આવતાં હવે કડક કાર્યવાહી કરાઈ છે. આજે ગુરુવારે પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગે શહેરના વાડજ અને નવાવાડજ વિસ્તારમાં આવેલી 9 સ્કૂલ અને રાણીપ શાકમાર્કેટમાં આવેલું મારૂતિ કોમ્પ્લેક્સ સીલ કર્યું છે.

અન્ય સમાચારો પણ છે...