નાની વાતમાં ઘાતક હુમલો:અમદાવાદમાં પત્નીએ મુંબઇ જવાનું કહ્યું તો પતિએ રસોડામાંથી દસ્તો લઈને માથામાં માર્યો

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જો હવે અહીંયા આવીશ તો જાનથી મારી નાખીશ: પતિની ધમકી

શહેરમાં એક પત્નીએ પતિને પોતાનાં પિયર મુંબઇ જવાનું કહ્યું તો પહેલા પતિએ ના પાડી ત્યારબાદ પત્નીએ ફરીથી વાત કરી તો પતિએ પત્નીને મારમાર્યો અને ગાળો બોલીને લાતો મારી હતી. આટલું જ નહીં પતિએ દસ્તો પણ માથામાં માર્યો હતો. સમગ્ર મામલે પત્નીએ પતિ વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવી છે.

પત્નીને જમીન પર પાડી લાતો મારી
45 વર્ષીય પરિણીત મહિલાએ સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે, તેને અગાઉ તેના પતિ વિરુદ્ધમાં સોલા અને સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. અત્યારે પતિ પત્ની સાથે જ રહે છે. પત્નીએ પતિને કહ્યું કે, મારે મારા પોતાના ઘરે મુંબઇ જવું છે જે માટે પતિએ ના પાડી દીધી જેથી પત્નીએ ફરીથી કહેતા પતિ ઉશ્કેરાઈ ગયો હતો અને ગાળો આપીને માર મારવા લાગ્યો બાદમાં નીચે પાડીને લાતો પણ મારી હતી. આ દરમિયાન જ અચાનક જ પતિ ઉશ્કેરાઈ ગયો હતો અને રસોડામાંથી દસ્તો લઈને માથામાં મારી દીધો હતો.

પત્ની લોહીલુહાણ હોસ્પિટલ પહોંચી
પત્નીને માથામાં લોહી નીકળતા ગાડીમાં બેસીને હોસ્પિટલ પહોંચી હતી જ્યાં પત્નીએ માથામાં ત્રણ ટાંકા પણ આવ્યા હતા.પત્ની હોસ્પિટલ જતી હતી ત્યારે પણ પતિએ કહ્યું કે જો હવે અહીંયા આવીશ તો જાનથી મારી નાખીશ.સારવાર મેળવીને મહિલા પોલીસ સ્ટેશન પહોંચી હતી અને પતિ વિરુદ્ધમાં મહિલાએ ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...