પરિણીતા પર ત્રાસ:તને કઈ કામ આવડતું નથી, તારા માતા પિતાએ ડોબું ભટકાડી દીધું છે; અમદાવાદમાં 25 તોલા દાગીના, એક્ટિવા, એફડી લીધા બાદ સાસરિયાઓ ત્રાસ શરૂ

અમદાવાદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
તસવીર પ્રતિકાત્મક છે - Divya Bhaskar
તસવીર પ્રતિકાત્મક છે
  • અંતે કંટાળીને પરિણીતાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી
  • 30 વર્ષીય પરિણીતાના 2016માં રાજપથ ક્લબમાં લગ્ન થયા હતા

અમદાવાદના વાસણા વિસ્તારમાં રહેતી પરિણીતાએ પતિ, સાસુ-સસરા, નણંદ અને નંણદોઈ સામે મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. લગ્ન બાદ પતિ સહિત તમામ લોકોએ કરિયાવર લાવવા બાબતે મેણા ટોણા માર્યા હતા. તને કઈ કામ આવડતું નથી. તું ડોબા જેવી રોલી છે અને તારા માતા પિતાએ ડોબું ભટકાડી દીધું છે એમ કહી બોલચાલી કરતા હતા. સોનાના દાગીના લઈ અને ઘરમાં એકલી રહેવા મજબૂર કરતા હતા જેથી મહિલાએ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

બે મહિના સારૂ રાખ્યા બાદ ત્રાસ શરૂ કર્યો
વાસણા વિસ્તારમાં આવેલા ફલેટમાં રહેતી 30 વર્ષીય પરિણીતાના 2016માં રાજપથ ક્લબમાં લગ્ન થયા હતા. લગ્નમાં 25 તોલા દાગીના, એક્ટિવા અને ત્રણ કિલો ચાંદી સહીતનો કરિયાવર આપ્યો હતો. જે લઈ અને ગાંધીનગર ખાતે સાસરીમાં રહેવા ગઈ હતી. બે મહિના સુધી સાસરીમાં સારી રીતે રાખ્યા બાદ સાસરી પક્ષના લોકોએ તેમના દાગીના લઈ અને લોકરમાં મૂકી દીધા હતા. સાસુ અવારનવાર નાની બાબતમાં મેણા ટોણા મારતા હતા. તને કઈ કામ આવડતું નથી. તું ડોબા જેવી રોલી છે અને તારા માતા પિતાએ ડોબું ભટકાડી દીધું છે. કરિયાવર ઓછું લાવી છે વગેરે કહેતા હતા.

તસવીર પ્રતિકાત્મક છે
તસવીર પ્રતિકાત્મક છે

સાસરિયાથી અલગ થઈ પરિણીતા એકલી રહેતી
એક દિવસ નણંદના દીકરા માટે એકિટવા લઈ દૂધ લેવા જતી હતી, ત્યારે વચ્ચે ગાય આવતા નીચે પડી ગઈ હતી. ઘૂંટણમાં ઇજા થતાં ગાંધીનગર પ્રાથમિક સારવાર આપી પરિણીતાને અમદાવાદ સારવાર માટે મોકલી આપી હતી. દોઢ મહિનો ત્યાં રહી હતી ત્યારે સાસરીવાળા ખબર કાઢવા પણ આવ્યા ન હતા. બેડ રેસ્ટ માટે ડોકટરે કહેવા છતાં સાસુ તારા નાટક છે એમ કહેતી હતી. નણંદ નજીકમાં જ રહેતા હોવાથી ઘરે આવી ચઢામણી કરતા હતા. જેથી પરિણીતાએ તેના માતા-પિતાને ઘરે બોલાવ્યા હતા ક્યાં વાતચીત કરી સમાધાન કરાવ્યું હતું પરંતુ છતાં ત્રાસ ચાલુ રહ્યો હતો. પાંચ મહિના ફરી સારું રાખ્યા બાદ તેના નોકરીના પગારની જમાં કરાવેલી એફડી તોડી પૈસા આપવા કહ્યું હતું. બાદમાં તેના સાસુ સસરા અલગ રહેવા ગયા હતા અને પરિણીતા ઉપરના માળે એકલી રહેતી હતી. જેમફવે એમ બોલી ઘર ખાલી કરી દેવા પણ કહી ત્રાસ આપતા તેણે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...