આપઘાત:અમદવાદમાં પતિએ તારી કુખે છોકરા નથી થતા એવું કહેતા પરિણીતાએ ગળે ફાંસો ખાધો

અમદાવાદ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મહિલાના ભાઈએ તેના બનેવી સામે પોલીસ ફરિયાદ કરી

પોતાના પતિ સાથે કર્ણાટકમાં રહેતી મહિલા પોતાના પિયરમાં આવી હતી. જ્યાં તેને પોતાના પિયરવાળાઓને જણાવ્યું હતું કે, તેનો પતિ છોકરા ના હોવા અંગેનું કહીને માનસિક ત્રાસ આપી રહ્યો હતો. પતિ તેને પરત લેવા પણ આવ્યો નહતો અને મળવા આવ્યો ત્યારે પણ ઝગડો જ કરતો હતો. જે બાબતે લાગી આવતા મહિલાએ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે, આપઘાત કરવા ઉશ્કેરણી કરવા બદલ મહિલાના ભાઈએ તેના બનેવી સામે ગુનો નોધાવ્યો છે.

છોકરા ના થતા પતિ મેણા મારતો
કાલુપુરમાં રહેતી યુવતીના લગ્ન રાજસ્થાનના ભરત સાથે થયા હતા. લગ્ન બાદ ભરત ધંધા માટે પત્ની સાથે કર્ણાટક રહેવા જતો રહ્યો હતો. લગ્ન બાદ ભરત પત્નીને ઓછું ભણેલી હોવા તથા તેની કુખે છોકરા ના થતા હોવા અંગે મેણા મારતો હતો, જે મામલે પત્નીએ તેના પિયરવાળોને કહ્યું હતું. પત્ની એક વખત સાસરીમાંથી પાછી પણ આવી હતી, જેને ભરત પરત લઇ ગયો હતો.

પત્નીએ રૂમમાં જઈને ગળે ફાંસો ખાઈ લીધો
જે બાદ ત્રણ મહિના અગાઉ ફરીથી પત્ની પિયરમાં પરત આવી ગઈ હતી અને છોકરા માટે ભરત કેવી રીતે હેરાન પરેશાન કરે છે તે પણ જણાવ્યું હતું. ભરત તેને પરત પણ લઇ જતો ન હતો. ભરત પત્નીને મળવા આવ્યો ત્યારે પણ બાળક બાબતે ઝગડો થયો હતો, જે બાદ ભરત જતો રહ્યો હતો ત્યારે પત્નીએ રૂમમાં જઈને ગળે ફાંસો ખાઈ આપઘાત કરી દીધો હતો. આ મામલે પરિણીતાના ભાઈએ પોતાના બનેવી ભરતને જવાબદારી ગણાવી તેમની સામે ફરિયાદ નોધાવી છે. પોલીસે આત્મહત્યા માટે દુશ્પ્રેરિત કરવાનો ગુનો નોધીને તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...