ભાસ્કર એનાલિસિસ:અમદાવાદ માંડ પાસ - ધોરણ 12 સામાન્ય પ્રવાહના પરિણામમાં શહેરનો 34મો ક્રમ

અમદાવાદ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર

ગુજરાત બોર્ડે જાહેર કરેલા ધો.12 સામાન્ય પ્રવાહમાં અમદાવાદ શહેરનું 79.87 ટકા, જ્યારે અમદાવાદ ગ્રામ્યનું 81.92 ટકા પરિણામ આવ્યું છે. સૌથી આશ્ચર્યની વાત એ છે કે, શૈક્ષણિક રીતે વિભાજિત કરાયેલા 36 જિલ્લામાંથી અમદાવાદનો ક્રમ આ પરિણામ મુજબ 34મો એટલે કે છેલ્લેથી ત્રીજો છે.

અમદાવાદ શહેરમાંથી 24266 વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી. જેમાંથી 106ને A1 જ્યારે 1603 વિદ્યાર્થીને A2, 3740 વિદ્યાર્થીને B1 જ્યારે 5 હજાર વિદ્યાર્થીને B2 ગ્રેડ મળ્યો છે. આમ 5,083 વિદ્યાર્થી નાપાસ થયા છે. આશ્રમ રોડ વિસ્તારનું સૌથી વધુ 91.32 ટકા પરિણામ આવ્યું છે.

અમદાવાદ ગ્રામ્યમાં શહેરના સંખ્યાબંધ વિસ્તારોને આવરી લેવામાં આવ્યા હોવાથી અમદાવાદ શહેરનો ક્રમ નીચો ગયો છે. 2018થી શહેરનો ક્રમ 1થી 20મા રહેતો હતો. અમદાવાદ ગ્રામ્યમાં 18029 વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી જેમાંથી 101ને A1, 1115ને A2 અને 2743 B1 ગ્રેડ જ્યારે 4009 વિદ્યાર્થીને B2 ગ્રેડ મળ્યો છે. જિલ્લામાં કુલ 23860 વિદ્યાર્થી પાસ થયા હતા જ્યારે 8435 નાપાસ થયા છે.

2018થી શહેરનો ક્રમ 1થી 20માં રહેતો હતો

વિસ્તારટકા
આશ્રમ રોડ91
એલિસબ્રિજ89
નારણપુરા88
જમાલપુર86
સોલારોડ86
મણિનગર85
મેમનગર84
નવા નરોડા84
ઘાટલોડિયા82.8
વિસ્તારટકા
રાયખડ82.43
રાણીપ81.06
અસારવા80.79
નરોડા80

ઊંચું પરિણામ છતાં 5083 વિદ્યાર્થી નાપાસ

વર્ષશહેરગ્રામ્ય
20225,0833352
20207,0974616
201813,1048567

​​​​​​​પરિણામ સારું હોવા છતાં શહેરમાંથી 5083 અને ગ્રામ્ય વિસ્તારમાં 3352 મળી કુલ 8435 વિદ્યાર્થી નાપાસ થયા છે.

તમામ વિસ્તારમાં 5 વર્ષમાં પરિણામ વધ્યું

વિસ્તાર202220202,0192,018તફાવત
આશ્રમરોડ91.3280.57747119.85
એલિસબ્રિજ88.8687.0688.6485.153.71
વાસણા78.3973.5272.1668.59.89
નારણપુરા87.5585.8870.7965.812.69
સોલા રોડ85.5573.2986.5279.4310.93

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...