ધમકી ભર્યો ઈમેલ કરનારો ઝડપાયો:અમદાવાદના શખ્સનો સિરિયલ માટે ઓફિસમાં પ્રવેશ ન આપતા સોની પિક્ચર્સને ઈમેઈલ, ગુરૂદ્વારા મે રાફેલ સે બ્લાસ્ટ હોને વાલા હે...

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

અમદાવાદ શહેરમાં દિવાળી પહેલા ઘાટલોડિયામાં સિનિયર સિટીઝન દંપતિની હત્યા થતા જ નાગરિકોની સુરક્ષા પર તો પ્રશ્નો ઉભા થતા પોલીસ દોડતી થઈ હતી. ત્યારે આજે એક મેસેજે પોલીસને ફરી દોડતી કરી છે. ગુરુદ્વારામાં બ્લાસ્ટ કરવાનો મેસેજ મળતા જ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો અને અંતે ક્રાઇમ બ્રાન્ચે નિલેશ પરમાર નામના આરોપીની ધરપકડ કરી હતી.

ગુરૂદ્વારા મે બ્લાસ્ટ હોને વાલા હે, વો ભી રાફેલ એરક્રાફ્ટ સે
સોની પિકસચર્સ પ્રા. લી.ને એક મેઈલ મળ્યો કે, ઈટ્સ ઈન્ફોર્મ ધેટ કી અહેમદાબાદ ગુરૂદ્વારા મે બ્લાસ્ટ હોને વાલા હે. વો ભી રાફેલ એરક્રાફ્ટ સે. આપ યે બાત સોની ચેનલ મે એનપી સિંગ કો ઈન્ફોર્મેશન સેન્ડ કર દેના. ઓવર એન્ડ આઉટ. રાફેલ એરક્રાફ્ટ કા પેમેન્ટ અહેમદાબાદ સે કિયા ગયા હૈ.

જીમેઇલ પરથી મેઈલ કરનારની શોધખોળ હાથ ધરી
આરોપીએ આ પ્રકારનો બોમ્બ બ્લાસ્ટનો મેસેજ કર્યો હોવાથી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટેક્નિકલ ટીમે તપાસ શરૂ કરી હતી. ધમકી ભર્યો ઈમેલ કરનારની ટેક્નિકલ ટીમે તપાસ કરતા જીમેઇલ પરથી મેઈલ કરનારની શોધખોળ હાથ ધરવામાં આવી હતી.

આરોપીએ જીમેઇલમાંથી મેઈલ કર્યો હતો
આ મામલે વધુ તપાસ કરતા શાહીબાગનો નિલેશ પરમારે મેઈલ કર્યો હોવાનો ખુલાસો થયો હતો. જેથી ક્રાઇમબ્રાન્ચની ટીમે તપાસ કરી તો આરોપી શાહીબાગ ખાતેના ઘરે મળી આવ્યો નહોતો. આખરે વધુ તપાસ કરતા આરોપીને ચાંદખેડામાંથી શોધી કાઢવામાં આવ્યો હતો. આરોપીએ જીમેઇલમાંથી આ મેઈલ કર્યો હતો. જેમાં ગુરુદ્વારામાં બ્લાસ્ટ થવાનો છે અને તે રાફેલથી કરાયો છે, જેનું પેમેન્ટ અમદાવાદથી કરાયું હોવાનો ઉલ્લેખ કરાયો હતો. આરોપીને પકડી ક્રાઇમ બ્રાન્ચ લવાયો હતો.

સિરિયલના પ્રોજેકટ માટે ઓફિસમાં પ્રવેશ ન આપતા કર્યો ઈમેઈલ
ક્રાઈમ બ્રાન્ચમાં આરોપી નિલેશ પરમારની પૂછપરછ કરાતા આરોપી વર્ષ 2013માં ટીવી સિરિયલના ડિજિટલ પ્રોજેકટ માટે મુંબઈ ખાતે સોની ટીવીની ઓફિસે ગયો હતો. જ્યાં તેને પ્રવેશ આપ્યો નહોતો અને આજ સુધી તેને ન બોલાવતા તેણે આ ધમકી ભર્યો ઈમેઈલ કર્યો હોવાની કબૂલાત કરી હતી. જેથી ક્રાઇમ બ્રાન્ચે આ બાબતે આરોપી સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...