તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
અમદાવાદથી કિશનગઢની સ્ટાર એરલાઇન્સની ફ્લાઇટ રદ થતા 40 પેસેન્જરો 9 કલાક રઝળી પડ્યાં હતાં એરલાઇન્સે કોઈ જવાબ ન આપતા હોબાળો મચાવ્યો હતો., સવારે 10:30 વાગે આવેલા પેસેન્જરો છેક સાંજે 6.30 વાગે પરત ફર્યા હતા.
અમદાવાદથી કિશનગઢની ફ્લાઈટ બપોરે 2.20 ની હતી, જેમાં પેસેન્જરો સવારે 10:30 વાગ્યાથી આવી પહોંચ્યા હતા એરલાઈન્સે બપોરે બે વાગ્યે જાહેરાત કરી કે ફ્લાઇટ અડધો કલાક મોડી છે, એ પછી 2.30એ એરલાઈન્સે રદ કરાયાનું કહેતાં પેસેન્જરોએ હોબાળો મચાવ્યો હતો.
પેસેન્જરોએ કહ્યું કે ફ્લાઇટ રદ કરી તેની સામે અન્ય વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવાની કંપનીની ફરજ છે. 40માંથી સાત પેસેન્જરો હોસ્પિટલની ઈમરજન્સી હોવાથી, કેટલાકે રજાને લીધે ફરવા જવાનું આયોજન કર્યું હતું.
અંતે 100 નંબર પર ફોન કરી પોલીસને પણ બોલાવતાં, એરલાઈન્સનો પ્રશ્ન હોવાથી પોલીસ કોઇ કાર્યવાહી કરી શકી ન હતી. એરલાઇન્સે 80 ટકા રકમ પરત આપવાની જાહેરાત કરી હતી. હોબાળો થતાં કંપનીએ પૂરી રકમ આપવાનો નિર્ણય કર્યો હતો. એરલાઈન્સે નાસ્તો કે જમવાનું ન આપ્યું હોવાનો પેસેન્જરોએ આક્ષેપ કર્યો હતો.
પોઝિટિવઃ- જમીન-જાયદાદનું કોઇ કામ અટવાયેલું છે તો આજે તેના પૂર્ણ થવાની સંભાવના છે. ભવિષ્યને લગતી થોડી યોજનાઓ ઉપર પણ વિચાર થશે. કોઇ અટવાયેલા રૂપિયા આવી જવાથી ચિંતા દૂર થશે. નેગેટિવઃ- તમારા મહત્ત્વપૂર...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.