તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુવિધા:અમદાવાદની કિડની ઈન્સ્ટીટ્યૂટ દ્વારા ગાંધીનગર, જામનગર, જામજોધપુર અને મોરબીમાં ડાયાલિસિસ કેન્દ્રો શરુ કરાયા

અમદાવાદ5 દિવસ પહેલા
  • કૉપી લિંક
ડાયાલિસિસ કેન્દ્ર સુધી પહોંચવાના મુસાફરીના સમયમાં ઘટાડો કરવો મહત્વપૂર્ણ - Divya Bhaskar
ડાયાલિસિસ કેન્દ્ર સુધી પહોંચવાના મુસાફરીના સમયમાં ઘટાડો કરવો મહત્વપૂર્ણ
  • ગુજરાત ડાયાલિસિસ પ્રોગ્રામ ભારતમાં સૌથી મોટું નેટવર્ક ધરાવે છે જેમાં 51 કેન્દ્ર ચાલે છે.

અમદાવાદની કિડની ઈન્સ્ટીટ્યૂટમાં નવા ચાર ડાયાલિસિસ સેન્ટરનો પ્રારંભ થયો છે. ગાંધીનગર જિલ્લામાં કલોલ, માણસામાં, જામનગરમાં જામજોધપુરમાં અને મોરબીમાં વાંકાનેરમાં ડાયાલિસિસ કેન્દ્ર શરુ કરવામાં આવ્યા છે. આ કેન્દ્ર આરઓ પ્લાન્ટ સુવિધા સાથે 21 અત્યાધુનિક મશીનથી સજ્જ છે. દર્દીઓ માટે પોતાની સેવાનો વ્યાપ વિસ્તારતા આ 4 ડાયાલિસિસ કેન્દ્ર શરુ કર્યા છે. આ કેન્દ્રો શરુ થવાથી જિલ્લાઓમાં 50 લાખથી વધુ વસ્તી માટે દર્દીઓને લાસ્ટ માઈલ કનેક્ટીવીટી સાથે કિડની કેર પુરુ પાડવાનું શક્ય બનશે.

30 કિ.મીના અંતરમાં દર્દીને સેવા મળી રહેશે
આ અંગે પ્રતિભાવ આપતા ઈન્સ્ટીટ્યૂટ ઓફ કિડની ડિસીસ એન્ડ રિસર્ચ સેન્ટર( IKDRC)ના નિયામક વીનિત મિશ્રાએ જણાવ્યું હતું કે, અમારો પ્રયાસ એ છે કે ડાયાલિસિસ સેવાને સરળતાથી સુલભ અને આરામદાયક બનાવવા માટે મુસાફરીનો સમય ઘટાડવા માટે 30 કિલોમીટર અંતરની અંદર રાજ્યમાં દરેક ઈએસઆરડી દર્દી માટે ડાયાલિસિસ સેવાઓને સુલભ બનાવવામાં આવે. ડાયાલિસિસ કેન્દ્ર સુધી પહોંચવાના મુસાફરીના સમયમાં ઘટાડો કરવો મહત્વપૂર્ણ છે.

વર્ષમાં 3 લાખથી વધુ ડાયાલિસિસ કરવામાં આવે છે
વર્ષમાં 3 લાખથી વધુ ડાયાલિસિસ કરવામાં આવે છે

દર્દીને ડાયાલિસિસ કરવામાં 3 થી 4 કલાક લાગે છે
એક ઈએસઆરડી દર્દીને ડાયાલિસિસ કરવામાં 3 થી 4 કલાક લાગે છે. જો કોઈ દર્દીને ડાયાલિસિસ કેન્દ્ર સુધી પહોંચવામાં એક કલાકથી વધુનો સમય લાગે તો આખો દિવસ વેડફાય છે. ગુજરાત ડાયાલિસિસ પ્રોગ્રામ હેઠળ ગુજરાતના ઈએસઆરડી દર્દીઓને નિશુલ્ક ડાયાલિસિસ પ્રદાન કરવામાં આવે છે. ગુજરાત ડાયાલિસિસ પ્રોગ્રામ ભારતમાં સૌથી મોટું નેટવર્ક ધરાવે છે. જેમાં 51 કેન્દ્ર ચાલે છે. જે 500 ડાયાલિસિસ મશીનથી સજ્જ છે. અહીં વર્ષમાં 3 લાખથી વધુ ડાયાલિસિસ કરવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...