ખુશી મર્ડર કેસ:માસૂમ બાળકી જેને મામા કહેતી એ જ દુષ્કર્મના ઈરાદે તેને ખેતરમાં લઈ ગયો, બુમો પાડતા ગળું દબાવી મારી નાખી હતી

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
માસૂમ બાળકી ખુશી અને પોલીસે આ મામલે ભીખુ ઉર્ફે ભાવેશ નામના પરિચિતની ધરપકડ કરી - Divya Bhaskar
માસૂમ બાળકી ખુશી અને પોલીસે આ મામલે ભીખુ ઉર્ફે ભાવેશ નામના પરિચિતની ધરપકડ કરી
  • વરસાદ અને ઊંચા ઘાસના કારણે ખુશીની લાશની કોઈને ખબર ન પડી
  • ખુશીના મૃતદેહની જગ્યાએ કહોવાયેલું હાડ પિંજર મળ્યું, આરોપીએ ખુશી સાથે અનેક વાર બળત્કારનો પ્રયાસ કર્યો હતો
  • પોલીસે આ મામલે ભીખુ ઉર્ફે ભાવેશ નામના પરિચિતની ધરપકડ કરી લીધી છે

અમદાવાદ શહેરમાં સંબંધોને શરમાવે તેવી અરેરાટી ફેલાવે તેવી ઘટના બની છે. 7 વર્ષની માસૂમ બાળકી પોતાના ઘરની આસપાસ હસતી રમતી રહેતી પણ 12 તારીખે રાતે તેની સાથે જે બન્યું તેનાથી સમગ્ર શહેરમા ગંભીરતા ફેલાવી દીધી છે. ખુશીની સાથે પડોશમાં રહેતા વ્યક્તિએ ખેતરમાં લઈ જઈને અનેક વાર દુષ્કર્મનો પ્રયાસ કર્યો અને ખુશીએ બુમો પડતા તેને તે જ ખેતરમાં મારીને ફેંકી દીધી હતી.

ઘરના આંગણમાં રમતી રમતી ખુશી અચાનક ગાયબ થઈ ગઈ હતી
અમદાવાદ એસ.જી હાઇવે પર આવેલા ગોતા હાઉસિંગમાં ખુશી નામની 7 વર્ષની માસૂમ દીકરી તેના પરિવાર સાથે રહેતી હતી. પણ ઘરના આંગણમાં રમતી રમતી ખુશી અચાનક ગાયબ થઈ ગઈ હતી. પરિવાર ખુશીને શોધવા આમ-તેમ હવાતિયાં મારતો હતો. પણ ખુશીના કોઈ વાવડ મળ્યા નહિ. જેથી ખુશીના પરિવારજનોએ તેના ગુમ થવાની જાણ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં કરી હતી.

કલાકો વીતી રહ્યા હતા અને પરિવાર ખુશીની રાહ જોતો હતો
પોલીસ અને અન્ય તપાસ એજન્સીઓ ખુશીને શોધી રહી હતી, પણ ખુશીના કોઈ સમાચાર મળી રહ્યા ન હતા. કલાકો વીતી રહ્યા હતા અને ખુશીનો પરિવાર તેને શોધવા માટે પોલીસ સ્ટેશનમાં જતા હતા પણ કોઈ કડી મળી નહિ.આખરે કોઈને વિશ્વાસ ન હતો તેવા સમાચાર સામે આવ્યા હતા. ઓગણજ પાસેના એક ખેતરમાં ખુશી જેટલી ઉંમરની એક બાળકીની લાશ મળી આવી હતી. અમદાવાદ ક્રાઇમ બ્રાંચના PI ડી.બી બારડના સ્ક્વોડના બટુકસિંહને આ ઘટનાની જાણ થઈ અને તેમની ટીમ અને અન્ય પોલીસનો કાફલો ત્યાં પહોંચી ગયો હતો.

ખેતરમાંથી મળેલા કપડાંથી ખુશીની ઓળખ થઈ
બાળકીની નિર્વસ્ત્ર લાશ મળી હતી. થોડે દૂરથી બાળકીનો દુપટ્ટો અને ચોંયણી ત્યાં મળી આવી હતી. આ કપડાં ખુશીના પરિવારજનોને બતાવતા આ કપડાં તેના જ હોવાની ખરાઈ થઈ હતી. બાળકીની લાશને પી.એમ અર્થે હોસ્પિટલમાં મોકલવામાં આવી હતી. તે સમયે ક્રાઇમ બ્રાન્ચના બટુકસિંહને બાતમી મળી કે એક શખ્સ ખુશી વિશે જાણે છે.

આરોપી ભીખાની કડક પૂછપરછ કરતા સમગ્ર ઘટના સામે આવી
બાતમીદાર પાસેથી મળેલી બાતમીના આધારે પોલીસે ભીખાભાઇ ઉર્ફે ભીખા મિસ્ત્રીની અટકાયત કરીને ખુશી વિશે પૂછપરછ શરૂ કરી હતી. પહેલા ભીખાએ આ વાત વિશે ગોળ ગોળ જવાબ આપ્યા હતા, જોકે આખરે ભીખાની કડક પૂછપરછ કરતા ભીખાએ જે વાત કહી તે સાંભળીને પોલીસ પણ ચોંકી ઉઠી હતી અને ખુશીના ગાયબ થવાથી લઈને તેની હત્યા સુધીના દરેક રાજ ખુલી ગયા હતા.

ભીખાએ કોઈ તેને જોઈ ન જાય તે માટે પ્લાન તૈયાર કર્યો હતો
ભીખાને ખુશીની માતા ભાઈ કહેતી હતી. પડોશમાં રહેતો હોવાથી ખુશી ભીખાને મામા કહેતી હતી. 12 તારીખે ખુશી ઘરના આંગણમાં રમતી હતી ત્યારે ભીખો ત્યાં આવ્યો અને કહ્યું ચલ તને ફરવા લઇ જઉ એટલે ખુશીએ મામાની જોડે જતા જરા પણ અચકાય નહિ અને ભીખો એક લોડીગ વાહનમાં ખુશીને બેસાડીને ત્યાંથી નિકળી ગયો હતો. આ સમયે ભીખાને કોઈએ જોવે નહિ તે માટે પ્લાન કર્યો હતો.

ભીખાએ પકડાઈ જવાના ડરથી ખુશીનું ગળું દબાવીને મારી નાખી
ભીખો ખુશીને લઈને ઓગણજ પાસેના ખેતર નજીક ગયો જ્યાં ઊંચું ઘાસ ઊગી ગયું હતું. જેથી ખેતરમાં અંદર લઈ જઈને ખુશીને ભીખાએ ખુશીને નિર્વસ્ત્ર કરી અનેક વખત બળાત્કાર કરવાનો પ્રયાસ કર્યો હતો, પણ ખુશી બુમો પાડવા લાગી હતી. જેથી ભીખો પોતે હવે પકડાઈ જશે તેવા ડરથી ખુશીનું ગળું દબાવીને મારી નાખી હતી. અને ખુશીની લાશ ત્યાં જ નાખીને જતો રહ્યો હતો.

ભીખો મિસ્ત્રી કામ કરીને પોતાનું ગુજરાન ચલાવે છે
આ દરમિયાન વરસાદ અને ભેજના કારણે ખુશીની લાશ સડી ગઈ હતી. અને તેનાથી તેના શરીરનો મોટો ભાગ હાડ પિંજર બની ગયો હતો. હાલ ક્રાઇમ બ્રાન્ચે ભીખાને પકડીને તેની સામે ખુશી સાથે બળાત્કાર અને હત્યાની કલમ હેઠળ તપાસ શરૂ કરી છે. ભીખો અને તેનો એક ભાઈ એકલા રહે છે તેમજ તે મિસ્ત્રી કામ કરીને પોતાનું ગુજરાન ચલાવે છે.

અન્ય સમાચારો પણ છે...