તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બેદરકારી ભારે પડી:અમદાવાદમાં માસ્ક વિના લોકો વચ્ચે ફરતા ખોખરાના ભાજપના યુવા કોર્પોરેટર ચેતન પરમાર કોરોના સંક્રમિત થયા

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
માસ્ક વિનાજ કોર્પોરેટર ચેતન પરમાર પ્રજાના કામો કરતી વેળાએ નિયમો ભૂલ્યા હતાં - Divya Bhaskar
માસ્ક વિનાજ કોર્પોરેટર ચેતન પરમાર પ્રજાના કામો કરતી વેળાએ નિયમો ભૂલ્યા હતાં
  • બે દિવસ પહેલા ભાઈપુરા, ખોખરા વિસ્તારમાં ડ્રેનેજ, પાણી અને રોડના કામ માટે પ્રજા વચ્ચે ગયા હતા અને ત્યારે તેઓએ માસ્ક પહેર્યું ન હતું.

રાજ્યમાં કોરોના બેકાબુ થઈ રહ્યો છે. અમદાવાદ શહેર કોરોનાનું હોટ સ્પોટ બની રહ્યું છે. ત્યારે ચૂંટણી દરમિયાન રાજકીય નેતાઓએ કરેલી રેલીયો અને સભાઓમાં સોશિયલ ડિસ્ટન્સ જાળવ્યું નહોતું. માસ્ક વિના પ્રજા વચ્ચે જનારા ખોખરાના ભાજપના યુવા કોર્પોરેટર ચેતન પરમાર કોરોના સંક્રમિત થયા છે. કોર્પોરેટર ચેતન પરમારે RT-PCR ટેસ્ટ કરાવ્યો હતો જે આજે પોઝિટિવ આવતાં તેઓ હાલમાં હોમ ક્વોરન્ટાઇન થયા છે. સોશિયલ મીડિયામાં તેઓએ પોસ્ટ કરી છે કે મારો કોરોના RT-PCR ટેસ્ટ કરાવ્યો હતો અને આજે તે પોઝિટિવ આવેલ છે. હું સેલ્ફ ક્વોરેન્ટાઇન છું અને નજીકના સમયમાં સંપર્કમાં આવેલ સૌને રિપોર્ટ કરાવવા વિનંતી કરું છું.

માસ્ક વિના પ્રજા વચ્ચે જનારા કોર્પોરેટરને બેદરકારી ભારે પડી
માસ્ક વિના પ્રજા વચ્ચે જનારા કોર્પોરેટરને બેદરકારી ભારે પડી

ભાજપના કોર્પોરેટરને બેદરકારી ભારે પડી
શહેરમા બેકાબુ થયેલા કોરોનાને રોકવા માસ્ક ન પહેરવા બદલ પોલીસ અને કોર્પોરેશન દ્વારા લોકોને રૂપિયા એક હજારનો દંડ ફટકારવામાં આવી રહ્યો છે. આજે ખોખરાના યુવા કોર્પોરેટર ચેતન પરમાર કોરોના પોઝિટિવ આવ્યા છે. તેઓએ સોશિયલ મીડિયામાં બે દિવસ પહેલા ભાઈપુરા, ખોખરા વિસ્તારમાં ડ્રેનેજ, પાણી અને રોડના કામ માટે પ્રજા વચ્ચે ગયા હતા અને ત્યારે તેઓએ માસ્ક પહેર્યું ન હતું. તેમની આસપાસના લોકોએ પણ માસ્ક પહેર્યું ન હતું. બે દિવસ પહેલાં જ આ રીતે પ્રજાના કામ કરતા હોવાના ફોટો સોશિયલ મીડીયા ફેસબુકમાં તેમના એકાઉન્ટમાં મુક્યા છે. જેમાં તેઓ માસ્ક વગર જ નજરે પડે છે અને આજે તેઓ કોરોના સંક્રમિત થયાં છે.

ચેતન પરમાર સાથે રહેલા લોકોએ પણ બેદરકારી દાખવી હતી
ચેતન પરમાર સાથે રહેલા લોકોએ પણ બેદરકારી દાખવી હતી

શહેરમાં 602 અને જિલ્લામાં 10 નવા કેસ નોંધાયા
અમદાવાદ શહેર અને જિલ્લામાં સતત ચોથા દિવસે 600થી વધારે કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં શહેર અને જિલ્લામાં 612 નવા કેસ અને 587 દર્દી સાજા થયા છે. જ્યારે અમદાવાદ શહેરમાં 3 દર્દીના મોત થતાં મૃત્યુઆંક 2,348 પર પહોંચ્યો છે. અગાઉ 16 મેના રોજ અમદાવાદમાં હાઈએસ્ટ 973 કેસ નોંધાયા હતા. 28 માર્ચની સાંજથી 29 માર્ચની સાંજ સુધીમાં શહેરમાં 602 અને જિલ્લામાં 10 નવા કેસ નોંધાયા છે. તેમજ શહેરમાં 577 અને જિલ્લામાં 10 દર્દી સાજા થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

અમદાવાદની સિવિલમાં બેડ ફરીવાર ભરાઈ જવાની ચેતવણી
અમદાવાદની સિવિલમાં બેડ ફરીવાર ભરાઈ જવાની ચેતવણી

સિવિલમાં બે દિવસમાં 800 બેડ ભરાઈ જવાની ચેતવણી
શહેરમાં ‌વધતાં જતા કોરોનાના કેસને કારણે ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં દાખલ દર્દીની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. તેમજ હવે સામાન્યથી મધ્યમ લક્ષણોથી સાથે ગંભીર લક્ષણો ધરાવતાં દર્દીની સંખ્યા પણ વધી રહી છે. સિવિલના સુપરિટેન્ડેન્ટ ડો. જયપ્રકાશ મોદીના જણાવ્યા અનુસાર, આ ઝડપે કેસમાં વધારો થશે તો 2થી 3 દિવસમાં 1200 બેડ હોસ્પિટલમાં દાખલ દર્દીનો આંકડો 800એ પહોંચી જશે. છેલ્લાં 24 કલાક દરમિયાન સિવિલમાં 109 દર્દી દાખલ થયા છે, તેમજ હવે ઓક્સિજન અને બાયપેપની જરૂર હોય તેવાં દર્દીની સંખ્યામાં પણ વધારો થઇ રહ્યો છે.