SVPI 'સાયલન્ટ એરપોર્ટ':અમદાવાદના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ સતત એનાઉન્સમેન્ટથી મુક્ત, કોમ્યુનિકેશનના નવા યુગનો પ્રારંભ

અમદાવાદ6 દિવસ પહેલા
  • કૉપી લિંક

અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ (SVPI) પર કોમ્યુનિકેશનના નવા યુગનો પ્રારંભ થયો છે. આપનું મનપસંદ SVPI એરપોર્ટ પર 1લી ઓગસ્ટ, 2022થી શાંત અને સતત એનાઉન્સમેન્ટથી મુક્ત એવુ 'સાયલન્ટ એરપોર્ટ' બની ગયું છે.

મુસાફરોના સુખદ અનુભવ માટે સતત પ્રયાસરત અમદાવાદ એરપોર્ટ ટેક્નોલોજીનો શ્રેષ્ઠ ઉપયોગ કરીને 'સાયલન્ટ એરપોર્ટ' બન્યું છે. જો કે, મુસાફરો મહત્વની ઘોષણાઓ ચૂકી ન જાય તેની ખાતરી માટે એરપોર્ટ પર 100થી વધુ સ્ક્રીન પર ફ્લાઇટ્સની માહિતી પ્રદર્શિત થતી રહેશે. આ સ્ક્રિન્સ ટર્મિનલ્સની બહાર, ચેક-ઈન હોલ અને સિક્યોરિટી હોલ્ડ એરિયામાં મોખરાના સ્થળોએ મૂકવામાં આવી છે.

સાયલન્ટ એરપોર્ટ એ મુસાફરોને ઓછા ઘોંઘાટનો અનુભવનો માણી શકે તે માટેની એક પહેલ કરવામાં આવી છે. મુસાફરો કોઈપણ જાતની ખલેલ વિના પ્રતિક્ષા સમયનો ઉપયોગ તેમની મનપસંદ પ્રવૃત્તિઓમાં કરી શકે છે. સાયલન્ટ એરપોર્ટનો અર્થ છે મુસાફરોને પુસ્તક વાંચવા, ટ્રાવેલ પાર્ટનર સાથે વાતચીત કરવા, મનપસંદ સંગીત સાંભળવા કે જરૂરિયાત મુજબનું કામ કરવાની સવલત માટેનો વધુ સમય મળી રહેશે.

તાજેતરમાં SVPI એરપોર્ટ પર શહેરના યુવા કલાકારો દ્વારા કરવામાં આવેલા લાઇવ મ્યુઝિક પર્ફોર્મન્સને મુસાફરોએ બિરદાવ્યુ હતું. SVPI એરપોર્ટ પરથી મુસાફરી કરતી વેળાએ આવા ઇવેન્ટ્સ અને પર્ફોર્મન્સ અવારનવાર જોવા મળી શકે છે. ગુરુવાર અને શુક્રવારે શહેરના કલાકારો દ્વારા વાંસળી, ગિટાર, સિતાર અને વાયોલિન સાથેના જીવંત પ્રદર્શનને મુસાફરોએ ભારોભાર વખાણ્યું હતું. ભવિષ્યમાં પણ મુસાફરોના સમયનો સાર્થક ઉપયોગ કરી શકે તે માટે શહેરના એરપોર્ટ પર આવી પેસેન્જર એંગેજમેન્ટ પ્રવૃત્તિઓમાં થતી રહેશે. જો કે, મુસાફરોની સલામતી અને સુખાકારી માટે COVID પ્રોટોકોલની ફરજિયાત ઘોષણાઓ અને જરૂરિયાત મુજબ કટોકટી અને સુરક્ષા સંબંધિત જાહેરાતો યથાવત્ રહેશે.

અન્ય સમાચારો પણ છે...